Whatsapp યૂઝર્સ માટે સૌથી મજેદાર અપડેટ, એપમાં આવ્યું ફેસબુક બટન, આવી રીતે કરશે કામ

Share this story

The most fun update for Whatsapp users

  • લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ Whatsappનું સ્ટેટસ હવે તમે Facebook પર એક ક્લિકથી શેર કરી શકશો. હવે વોટ્સએપ સ્ટેટસ આપમેળે ફેસબુક સ્ટોરીઝ સેક્શનમાં શેર થઈ શકશે.

લગભગ દર મહિને મેસેજિંગ એપ Whatsapp નવાં-નવાં ફિચર્સ લોન્ચ કરી રહ્યું છે. જેના કારણે યૂઝર્સને વધુ સારો અને સુરક્ષિત ચેટિંગ અનુભવ મળી શકે છે. લેટેસ્ટ અપડેટ એવો છે કે જેમાં એક બટન અથવા એક ક્લિકની મદદથી યૂઝર પોતાનું વોટ્સએપ સ્ટેટસ ફેસબુક પર પોસ્ટ કરી શકશે. આ અપડેટ તમારા વોટ્સએપ અને ફેસબુકને જોડે છે. હવે યૂઝર્સ માત્રે એક બટન પર ટેપ કરીને ફેસબુક (Facebook) પર સ્ટેટસ શેર કરી શકશે.

સેટિંગ ઈનેબલ કર્યાં બાદ મળશે સુવિધા

ઈંસ્ટાગ્રામ યૂઝર્સને પોતાની સ્ટોરી ફેસબુક પર શેર કરવાનો સરળ વિકલ્પ ઘણાં સમયથી મળી ગયો છે અને હવે આવો જ એક મોકો વોટ્સએપ સ્ટેટસને પણ મળવા જઈ રહ્યો છે. વોટ્સએપ સ્ટેટસની જેમ ફેસબુક અને ઈંસ્ટાગ્રામ સ્ટોરીઝ પણ 24 કલાક માટે શેર થઈ શકે છે અને ત્યારબાદ આપોઆપ ગાયબ થઈ જાય છે. વોટ્સએપે ઘોષણા કરી છે કે હવે વોટ્સએપ સ્ટેટસ આપમેળે ફેસબુક સ્ટોરીઝમાં એક ક્લિક માત્રથી શક્ય બની શકશે. આ સુવિધા મેળવવા માટે યૂઝરે આ વિકલ્પને ફેસબુક સેટિંગ પર ઈનેબલ કરવું પડશે.

એક ક્લિકથી થશે શેર :

હવે My Statusની સાથે Share આઈકન પણ દેખાશે. આ બટન પર ટેપ કર્યાં બાદ વોટ્સએપ સ્ટેટસને સરળતાથી ફેસબુક સ્ટોરીમાં શેર કરી શકાશે. એટલું જ નહીં, યૂઝર ઈચ્છે તો વોટ્સએપ સ્ટેટસને આપમેળે ફેસબુક સ્ટોરીમાં શેર થાય તેવો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.

થોડા સમયમાં મળશે આ ફિચર :

પ્લેટફોર્મે જણાવ્યું કે ઓટોમેટિકલી શેર સ્ટેટસ ઓન ફેસબુક ફીચર તમામ યૂઝર્સ માટે મોબાઈલ એપમાં રોલઆઉટ કરવામાં આવશે. આ અપડેટ તમામ વોટ્સએપ યૂઝર્સને આવતા કેટલાક સપ્તાહમાં મળી શકે છે. આ નવો અપડેટ મળ્યાં બાદ  સ્ટેટસ શેરિંગ ઈનેબલ કરી શકાશે અને આ સ્ટેટસ અપડેટ્સ પણ એન્ડ-ટૂ-એન્ડ ઈનક્રિપ્ટેડ રહેશે. યૂઝર્સ નક્કી કરી શકશે કે તેમનો સ્ટેટસ કોણ જોઈ શકે અને કોણ નહીં.

આ પણ વાંચો :-