Home Blog Page 1100

અરે બાપરે ! પોતાના વિચિત્ર નામથી પરેશાન છે આ મહિલા, જ્યાં જાય ત્યાં દેખાડવું પડે છે ઓળખ પત્ર

Oh my God

  • લોકોની ઓળખ નામથી થાય છે. જેના કારણે જ્યારે બાળકો પેદા થાય છે ત્યારે તેમના માતા પિતા ખુબ સમજી વિચારીને તેમનું નામ રાખે છે. પરંતુ વિચારો કે કોઈ મહિલાનું નામ એવું હોય કે સામેવાળી વ્યક્તિ એ નામ પર વિશ્વાસ જ ન કરી શકો તો શું કરવું.

લોકોની ઓળખ નામથી થાય છે. જેના કારણે જ્યારે બાળકો પેદા થાય છે ત્યારે તેમના માતા પિતા ખુબ સમજી વિચારીને તેમનું નામ રાખે છે. પરંતુ વિચારો કે કોઈ મહિલાનું (Women) નામ એવું હોય કે સામેવાળી વ્યક્તિ એ નામ પર વિશ્વાસ જ ન કરી શકો તો શું કરવું. દર વખતે તેણે ઓળખ પત્ર દેખાડવું પડે એવી સ્થિતિ સર્જાય. આ કદાચ ચોંકાવનારી વાત હશે. સ્વીડનની એક મહિલા સાથે કઈંક આવું જ થયું છે.

અસલમાં આ મહિલા સ્વીડનની રહીશ છે અને તેના ઘરવાળાઓએ તેનું નામ જાણીતા સ્વીડીશ બેન્ડના નામ પર રાખ્યું હતું. ત્યારથી તેનું આ જ નામ છે. દસ્તાવેજોમાં પણ આ નામ છે. 40 વર્ષની આ મહિલા જ્યાં પણ જાય છે ત્યાં પોતાના નામના કારણે વિચિત્ર પરિસ્થિતિ મહેસૂસ કરે છે. હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેણે દરેક જગ્યાએ પોતાનું ઓળખપત્ર દેખાડવું પડે છે.

આ મહિલાનું નામ અબ્બા (ABBA) છે. મહિલાએ જણાવ્યું કે તેના પિતાએ આ બેન્ડના નામ પર નામ રાખ્યું કારણ કે તેઓ તેના ફેન હતા. Abba એ જણાવ્યું કે જ્યારે હું નાની હતી ત્યારે દરેક મારા નામ પર સવાલ કરતા હતા અને તે અજીબ લાગતું હતું. કેટલાક લોકો તો નામના સ્પેલિંગ પણ પૂછી લેતા હતા. તેણે એમ પણ કહ્યું કે તેને આ નામની કોઈ વ્યક્તિ મળી નથી.

પરંતુ આ મહિલાએ એક વાત સ્વીકારી કે તેને પોતાનું નામ ખુબ પસંદ છે. મહિલાએ જણાવ્યું કે મને યાદ છે કે જ્યારે હું મારો ડ્રાઈવિંગ ટેસ્ટ આપી રહી હતી ત્યારે મારી ડીટેલ ચેક કરનારા વ્યક્તિએ કહ્યું હતું કે તે Abba બેન્ડનો મોટો ફેન છે. મહિલાને આ બધી વાતો સાંભળીને ખુબ સારું લાગે છે.

આ પણ વાંચો :-

શું તમે પણ રાત્રે wifi ચાલુ રાખો છો ? તો ચેતી જજો.. આરોગ્યને પહોંચી શકે છે નુકસાન

Do you also keep wifi

  • Side Effects of Keeping WiFi On at Night : શું તમે પણ રાત્રે વાઈફાઈ ઓન કરીને સૂઈ જાઓ છો? જો એમ હોય તો તમારી આ આદતને આજે જ બદલી નાખો. વાઈફાઈની ખતરનાક તરંગો તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

ઘણા લોકો હવે ઘરેથી કામ કરે છે. જેના કારણે તેઓએ તેમના ઘરોમાં Wi-Fi ઈન્સ્ટોલ કર્યું છે. તેમની આ Wi-Fi સિસ્ટમ રાત્રે પણ આખી રાત ચાલુ રહે છે અને તેના ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગો (Electromagnetic waves) આખા ઘરમાં ફેલાય છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કરવાથી તમારા સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે. વૈજ્ઞાનિકોએ રાત્રે WiFi ના આ ઉપયોગ પર એક મોટી ચેતવણી આપી છે. જે તમારે જાણવી જોઈએ.

ખતરનાક તરંગો 

નિષ્ણાતોના મતે વાઈફાઈ રાઉટરમાંથી અનેક પ્રકારના રેડિયેશન વેવ્સ નીકળે છે. આ તરંગોને ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગો કહેવામાં આવે છે. આ તરંગો સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. જેના કારણે લોકોમાં બ્લડપ્રેશર, અનિદ્રા અને ડિપ્રેશનની સમસ્યા વધી રહી છે. ઈન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ અને તેના રાઉટરમાંથી નીકળતી ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગો ઊંઘ પર પ્રતિકૂળ અસર કરે છે.

વ્યક્તિને બીમાર બનાવે છે :

તબીબોનું કહેવું છે કે રાત્રે વાઈફાઈના ગેરફાયદામાંથી નીકળતી રેડિયેશન તરંગો લોકોને માનસિક રીતે પણ બીમાર બનાવે છે. જેના કારણે તેમનામાં અલ્ઝાઈમરની સમસ્યા પણ વધવા લાગે છે. એટલું જ નહીં ઈન્ટરનેટના વધુ પડતા ઉપયોગને કારણે લોકોની યાદ રાખવાની ક્ષમતા પર પણ ખરાબ અસર પડે છે.

રાત્રે વાઇફાઇ બંધ કરો :

આઈટી નિષ્ણાતો કહે છે કે રેડિયેશનથી બચવા માટે રાત્રે વાઈફાઈ બંધ કરી દેવા જોઈએ. આમ કરવાથી તમે ઈલેક્ટ્રોમેગ્નેટિક વેવ્ઝની આડઅસરથી તમારી જાતને બચાવી શકો છો સાથે વીજળી પણ બચાવી શકો છો. આ ઉપાયથી રાત્રે સારી ઉંઘ આવે છે અને ઘણી બીમારીઓથી પણ બચી શકાય છે.

આ પણ વાંચો :-

ફરીથી આવી રહ્યો છે વરસાદનો મોટો રાઉન્ડ ! જાણો કઈ તારીખે અને ક્યાં ક્યાં પડશે વરસાદ 

0

A big round of rain is coming again

  • ગુજરાતમાં વધુ પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદની અસર થશે. 1 મે ના રોજ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થશે. જેથી કમોસમી વરસાદ પડશે. કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ગુજરાતના (Gujarat) ખેડૂતો માટે એક માઠા સમાચાર છે. રૂપિયા કમાવવાની સિઝન આવે એ પહેલાં જ જો તૈયાર પાક પર માવઠાનો માર પડે તો ખેડૂતની દશા બેસી જાય છે. આગામી 5 દિવસોમાં ગુજરાતમાં કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વધુ પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદની અસર થશે. 1 મે ના રોજ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થશે. જેથી કમોસમી વરસાદ પડશે. કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હજુ 5 દિવસ સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાતા જગતનો તાત મુસ્કેલીમાં મૂકાયો છે. બીજી બાજુ પાટણની રાણકી વાવ જોવા ગયેલા 2 યુવાનો પર વીજળી પડતાં એકનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે બનાસકાંઠાના પાલનપુરમાં વીજળી પડતાં 15 વર્ષના કિશોરનું મોત થયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 5 દિવસ સુધી કમોસમી વરસાદ પડશે. આજે રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, તાપી, રાજકોટ અને અમરેલીમાં માવઠું પડવાની સંભાવના હતી.

જેના ભાગરૂપે અનેક વિસ્તારોમાં વરસાદ પડયો છે. બપોર બાદ હવામાન વિભાગની આગાહીને વચ્ચે મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ પલટાયું છે. જિલ્લામાં બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કરા સાથે વરસાદ પડયો છે. ધાનેરાના બોર્ડર વિસ્તારમાં વહેલી સવારે કરા સાથે વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

29 અને 30 એપ્રિલે પણ વરસાદની આગાહી :

આવતીકાલે એટલે કે 29 એપ્રિલે અમદાવાદ, અરવલ્લી, દાહોદમાં વરસાદની આગાહી છે. તો ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. 30મી એપ્રિલે અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, કચ્છમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે.

આ પણ વાંચો :-

WhatsApp યુઝર્સ માટે નવું અપડેટ ! ચેટ લોક ફીચર, હવે આખી એપને લોક કરવાની જરૂર નહીં પડે.

New update for WhatsApp users

  • latest update on whatsapp 2023 : વોટ્સએપે તેના યુઝર્સ માટે એક નવું ફીચર રજૂ કર્યું છે. જે તમારી પ્રાઇવસીને વધુ સિક્યોરિટી આપશે.

વોટ્સએપે (Whatsapp) તેના વપરાશકર્તાઓ માટે એક નવી સુવિધા રજૂ કરી છે. કંપનીનું આ નવું ફીચર પ્રાઈવસીને વધુ સુરક્ષા આપશે. વોટ્સએપ (Whatsapp) છેલ્લા કેટલાક દિવસોથી તેના પ્લેટફોર્મમાં સિક્યોરિટી (Security) અને પ્રાઈવસી પર વધુ ધ્યાન આપી રહ્યું છે અને તેને લગતા અપડેટ્સ સતત લાવી રહ્યું છે. હવે પ્રાઇવસીને વધુ સિક્યોર બનાવવા માટે WhatsApp દ્વારા ચેટ લોક ફીચર બહાર પાડવામાં આવ્યું છે.

ચેટ લોકનું નવું ફીચર :

થોડા દિવસો પહેલા જ વોટ્સએપે યુઝર્સને એક નંબરથી 4 ડિવાઈસ પર લોગઈન કરવાનો ઓપશન આપ્યો હતો અને હવે યુઝર્સને ચેટ લોક ફીચર પણ મળી ગયું છે. જો કે તે હજી સુધી બધા વપરાશકર્તાઓ માટે આ ઉપલબ્ધ નથી. કંપની હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે અને તેને કેટલાક પસંદગીના બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી છે.

બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું ફીચર :

વોટ્સએપના અપડેટ્સ અને આવનારા ફિચર્સ પર નજર કરીએ તો કેટલાક બીટા યુઝર્સને WhatsAppનું ચેટ લોક ફીચર આપવામાં આવ્યું છે. યુઝર્સને આ ફીચરનો સૌથી વધુ ફાયદો એ મળશે કે હવે સમગ્ર વોટ્સએપને લોક કરવાની જરૂર નહીં પડે. પરંતુ હવે કેટલીક વ્યક્તિગત ચેટ્સ લોક કરી શકશે.

ડાઉનલોડ કરેલા ફોટા પણ દેખાશે નહીં :

આટલું જ નહીં જો તમે કોઈની ચેટ લોક કરો છો. તો તે ચેટમાં આવતા ફોટા અને વીડિયો ડાઉનલોડ થયા પછી પણ ગેલેરીમાં દેખાશે નહીં. યુઝર્સને ચેટ ઈન્ફો સેક્શનમાં નવું ચેટ લોક ફીચર મળશે.

આ પણ વાંચો :-

 

Today’s Horoscope : 29 એપ્રિલ 2023નું રાશિફળ : આ રાશિવાળાઓનો આજનો દિવસ ધન માનનો વ્યય, માનસિક તણાવ અનુભવશો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Today’s Horoscope

મેષ
સ્વભાવમાં ચિડિયાપણું  વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભ
દિવસની શરૂઆતમાં થોડી ‌ચિંતા રહે, ત્યારબાદ મોજ,શોખ-આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાર્યો સાવધાનીપૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફળ મળતુ જણાય.

મિથુન
હાજરજવાબી, ટીબળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ કહે. કંઇક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. પડવા-વાગવાથી તથા વાહન અકસ્માતથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ.

કર્ક
આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળમાં વધારો થાય. આવક જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

સિંહ
માનસિક ટેન્શન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય.

કન્યા
આવકનું પ્રમાણ ઘટે. વાણીમાં ઉગ્રતા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ-વિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલા
દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં સંતોષ.

વૃશ્ચિક
નાના-ભાઇ બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શક્ય બને. સાસરા પક્ષ તરફથી લાભ મળતો જણાય. જ્ઞાનતંતુઓ સંબંધિત રોગથી સાચવવું.

ધન
આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અશાંતિ રહે. મેડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકર
માનસિક શાંતિ, આનંદ-ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેતું જણાય.

કુંભ
આત્મવિશ્વાસ જળવાય. આવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદી-ખાંસી રહે. આઈસક્રીમ ઠંડા પીણાથી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.

મીન
નાના ભાઈ, બહેનોના વ્યવહારથી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.

આ પણ વાંચો :-

The Kerala Story ને ટ્રેલર જોઈ તમારા રૂવાડા ઉભા થઈ જશે, 32000 યુવતીઓ લવ જેહાદનો શિકાર

The Kerala Story
  • The Kerala Story Trailer ધ કેરલ સ્ટોરીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની કહાની કેરલની હિન્દુ યુવતીઓને કઈ રીતે બ્રેન વોશ કરીને આઈએસઆઈના પક્ષમાં લડવા માટે તૈયાર કરવામાં આવી તેની છે. ફિલ્મમાં અદા શર્માએ મહત્વની ભૂમિકા નિભાવી છે.

ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહની (Vipul Amritlal Shah) ફિલ્મ ધ કેરલ સ્ટોરીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તેમાં દેખાડવામાં આવ્યું છે કે કઈ રીતે આઈએસઆઈએસ આતંકવાદી સંગઠને 32000 કેરલની હિન્દુ યુવતિઓનું (Hindu girl) અપહરણ કરી ન માત્ર લવ જેહાદની શિકાર બનાવી પરંતુ તેને આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા કામ પણ કરાવ્યા.

ધ કેરલ સ્ટોરીનું ટ્રેલર બુધવારે રિલીઝ થયું  :

બુધવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવી રહ્યું છે. તેને લઈને ખુબ સનસની મચી છે. અદા શર્માએ ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું છે- જે સત્ય હોય છે. તે તમને સ્વતંત્ર કરે છે. હજારો નિર્દોષ મહિલાઓ સિસ્ટમેટિકલી કન્વર્ટ કરવામાં આવી. રેડિકલાઈઝ કરવામાં આવી અને તેનું જીવન ખતમ કરવામાં આવ્યું. આ તેની કહાની છે. ધ કેરલ સ્ટોરીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 5 મેએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ સમય આપણી દીકરીઓને બચાવવાનો છે.

ધ કેરલ સ્ટોરીના ટ્રેલર પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે :

ઘણા લોકોએ ટ્રેલર પર પ્રતિક્રિયા આપી છે. એક વ્યક્તિએ લખ્યું- આ સમયનો સૌથી મોટો મુદ્દો છે, જેને હાઈલાઈટ કરવો જોઈએ. અન્ય એકે લખ્યું- સત્ય કહાની છે. હું એક યુવતીને જાણું છું. જે તેમાંથી પસાર થઈ ચુકી છે, જેનું બ્રેનવોશ કરવામાં આવ્યું હતું. 1 દિવસ તેનું અપહરણ કરવામાં આવ્યું અને મલ્લાપુરમ મોકલવામાં આવી. ત્યારબાદ તેને સીરિયાઈ ભાષા શીખવાડવામાં આવી હતી.

નાની ઉંમરને કારણે તેને ઘરે પરત મોકલી દેવામાં આવી. બ્રેનવોશ હોવાને કારણે તે હિન્દુ ધર્મ અને કલ્ચરને લઈને સતત ગમે તેમ બોલતી રહી. એક દિવસ તેને આઈએસઆઈવાળા ઉઠાવીને લઈ ગયા અને ત્યારબાદ તે નથી મળી. કેરલની સરકાર પણ તેના પક્ષમાં છે. ગરીબ વ્યક્તિ કાયદાકીય લડાઈ ન લડી શકે. આ પ્રકારના ઘણા કેસ છે.

ધ કેરલ સ્ટોરીનું નિર્માણ અને દિગ્દર્શન વિપુલ શાહે કર્યુ છે :

કેરળ સ્ટોરીનું નિર્માણ અને નિર્દેશન વિપુલ અમૃતલાલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અદા શર્મા લીડ રોલમાં છે. અદા શર્મા ફિલ્મમાં ફાતિમા બાની ભૂમિકા ભજવે છે. એક હિંદુ મલયાલી નર્સ અને કેરળની 32000 ગુમ થયેલી મહિલાઓમાંની એક કે જેઓ ISIS દ્વારા ભરતી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

Pics : જ્હાન્વીને ઓફ શોલ્ડર ડ્રેસમાં જોઈને ફેન્સ થયા ક્લીન બોલ્ડ ! તસવીરોમાં જુઓ દિલકશ અંદાજ

Pics 

  • Janhvi Kapoor : જાહ્નવી કપૂરની ફેશન સેન્સ ખુબ જ સારી છે. તાજેતરમાં, ઑફ-શોલ્ડર આઉટફિટ પહેરીને, એક્ટ્રેસે કિલર ફોટોશૂટ કરાવ્યું છે.

જ્હાન્વી કપૂર (Jhanvi Kapoor) તેની ફિલ્મો કરતાં તેના કપડાને કારણે વધુ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસના ફોટોશૂટ સોશિયલ મીડિયા (Social Media) પર આગની જેમ લોકોનું ધ્યાન ખેંચે છે.

એક્ટ્રેસને પર્પલ ઓફ શોલ્ડર આઉટફિટમાં કેમેરા સામે પોઝ આપતી જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ફોટોમાં તમે જ્હાન્વી કપૂરનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.

બોલિવૂડની આ બ્યુટીની સુંદરતાએ સોશિયલ મીડિયા પર યુઝર્સનું દિલ જીતી લીધું છે. ફેન્સને જ્હાનવીનો આ બોલ્ડ પર્પલ લુક ખુબ જ પસંદ આવી રહ્યો છે.

જ્હાન્વી કપૂર ક્લોઝ-અપમાં એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહ્યો છે જાહ્નવીનો સેટ મેકઅપ અને વેવી હેરસ્ટાઈલ, બંને તેના લુકમાં ચાર્મ ઉમેરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તબાહી મચાવવા જાહ્નવીનો માત્ર એક ફોટો જ કાફી છે. એક્ટ્રેસની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 21.5 મિલિયન લોકો ફોલો કરે છે.

આ પણ વાંચો :-

શહીદની ચિતા પર સૂઈ ગઈ પત્ની, કહ્યું મને પણ સાથે લેતા જાઓ… દ્રશ્ય જોઈ ગામ આખું હિબકે ચડ્યું

0

The wife slept  

  • દંતેવાડા જિલ્લાના જુદા જુદા ભાગોમાં બુધવારના નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. તેમાંથી એકના અંતિમ સંસ્કારની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી – માઓવાદીએ (Maoist) 27 એપ્રિલના રોજ એક નિવેદન જારી કરીને કહ્યું કે છત્તીસગઢના અરનપુરમાં નક્સલી હુમલા પાછળ તેનો હાથ હતો. સીપીઆઈ-માઓવાદીના દરભા વિભાગે તેના પત્રમાં આ હુમલાને ‘વીરતાપૂર્ણ’ કૃત્ય ગણાવ્યું છે. આ સાથે તેને છત્તીસગઢના (Chhattisgarh) આદિવાસી નાગરિકો પર સરકાર અને સુરક્ષા દળોના અત્યાચારનો બદલો ગણાવ્યો હતો.

પરંતુ જ્યારે સીપીઆઈ-માઓવાદી આ નિવેદન લખી રહ્યા હતા ત્યારે દંતેવાડા જિલ્લાના જુદા જુદા ભાગોમાં બુધવારના નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. તેમાંથી એકના અંતિમ સંસ્કારની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

શહીદ પતિની ચિતા પર સુઈ ગઈ પત્ની :

આ તસવીરમાં એક મહિલા ચિતાના લાકડા પર સુતેલી જોવા મળે છે. એક પત્રકાર અવિનાશ પ્રસાદે ટવિટર પર આ તસવીર શેર કરી અને જણાવ્યું કે આ મહિલા હુમલામાં શહીદ થયેલા DRG જવાન લખમુ રામ મરકામની પત્ની છે. અવિનાશે લખ્યું કે લખમુ મરકામની પત્નીમાં તેના પતિના મૃતદેહને સળગતી જોવાની હિંમત ન હતી. તેથી તે પોતે તેની સામે ચિતા પર સૂઈ ગઈ જેથી તેના પતિના મૃતદેહને તેના પર ન મૂકાય.

આ કરુણ તસ્વીર દંતેવાડા જીલ્લાના કસોલી ગામની છે. નક્સલી હુમલામાં શહીદ થયેલા લખમુ મરકામની પત્ની ચિતાના લાકડા પર સુઈ ગઈ છે.તેનામાં પતિની લાશને સળગતી જોવાની હિંમત નથી. અંતિમ યાત્રામાં જોડાયેલા લોકો અમર જવાનના નારા લગાવે છે.

બાદમાં અવિનાશે તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો :

શહીદ લખમુ રામ મડકમી છત્તીસગઢના બીજાપુરના રહેવાસી હતા. તેમનું ઘર થાણા તહસીલ ભૈરમગઢ સ્થિત નિરમ ગામમાં છે. 5 જૂન, 1984ના રોજ જન્મેલા લખમુ રામ 29 જાન્યુઆરી, 2016ના રોજ ડીઆરજીમાં જોડાયા હતા. છેલ્લા સાડા છ વર્ષથી તે નક્સલ વિરોધી અભિયાનમાં પોતાની ભૂમિકા ભજવી રહ્યા હતા. 26 એપ્રિલ, 2023 ના રોજ નક્સલી હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું. લખમુ રામ 39 વર્ષના હતા.

તેના અંતિમ સંસ્કાર કયા ગામમાં થયા તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી. વાયરલ ટવીટમાં જણાવવામાં આવ્યું છે કે અંતિમ સંસ્કાર દંતેવાડાના કસોલી ગામમાં થયા હતા. જો કે જે શબપેટીમાં તેમનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો. તેમાં લખમુના નિરમ ગામનો ઉલ્લેખ છે. સેંકડો લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા અને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. જેમણે પરંપરા અનુસાર જવાનના અંતિમ સંસ્કાર કર્યા હતા.

આ પણ વાંચો :-

ભાજપ નેતા હાર્દિક પટેલને મળી મોટી રાહત, આ કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

0

BJP leader Hardik Patel  

  • પાટીદાર સમુદાયે તે સમયે અનામતની માંગણી ઉઠાવતા પાટીદાર આંદોલન થયું હતું. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં તત્કાલિન કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ (તે સમયે કોંગ્રેસના નેતા હતા)ને તે સમયે ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું હતું. 2015ના કેસમાં આગોતરા જામીનની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દેતા હાર્દિક પટેલ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.

દેશની સર્વોચ્ચ કોર્ટે આજ ભાજપના નેતા હાર્દિક પટેલને 2015ના પાટીદાર આંદોલન [Hardik Bharatbhai Patel vs State of Gujarat] સમયના રમખાણો, હિંસા અને આગજનીના કેસમાં જામીન આપ્યા છે. અગાઉ સુપ્રીમ કોર્ટની એએસ બોપન્ના અને હીમા કોહલીની બેન્ચે આ કેસમાં હાર્દિક પટેલને વચગાળાની રાહત આપી હતી.

અત્રે જણાવવાનું કે પાટીદાર સમુદાયે તે સમયે અનામતની માંગણી ઉઠાવતા પાટીદાર આંદોલન થયું હતું. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં તત્કાલિન કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ (તે સમયે કોંગ્રેસના નેતા હતા)ને તે સમયે ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું હતું. 2015ના કેસમાં આગોતરા જામીનની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દેતા હાર્દિક પટેલ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. તે અગાઉ મહેસાણાની નીચલી કોર્ટે તેમને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની સજા કરી હતી.

ત્યારબાદ હાર્દિક પટેલે પોતાને થયેલી સજાને રદ્દ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેથી કરીને તેઓ 2019ની લોકસભા ચૂંટણી લડી શકે. જો કે તે વખતે હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેઓ આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને ગત વર્ષે એપ્રિલમાં તેમની સજા પર સ્ટે આપ્યો હતો.

આ પણ વાંચો :-

એક સમયે ખાવા માટે ભટકતો હતો આ ખેલાડી હવે તે IPLની આ ટીમનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી બની ગયો

0

This player  

  • લખનૌ સુપર જાયન્ટસના સ્ટાર ખેલાડી માટે અહિયા સુધી પહોચવું સહેલું નહતું. એક સમયે ચક્રવાતમાં ફસાયો, ઘાયલ થયો. કેરેબિયન પ્રીમિયર લીગમાંથી બહાર થયો અને ડિપ્રેશનમાં ગયો અને આ રીતે પિતાએ ફરી પગભર કર્યો.

KL રાહુલની (KL Rahul) લખનઉ સુપર જાયન્ટસ (Lucknow Super Giants) IPL 2023માં 7માંથી 4 મેચ જીતીને હાલ ચોથા સ્થાને છે અને રાહુલની લખનૌ ટીમ લીગમાં મક્કમ રીતે ઊભી છે. નોંધનીય છે કે તે ટોપ 4માં અકબંધ છે. એવામાં એક ખેલાડી રાહુલની ટીમની જાન બનતી જાય છે. એ ખેલાડીને એક સમયે ખાવા-પીવા માટે ભટકવું પડતું હતું અને એટલું જ નહીં એક સમયે તે ડિપ્રેશનમાં પણ ગયો હતો જે બાદ એ ખેલાડીને તેના પિતાએ ફરી પગભર કર્યો અને હાલ લખનૌ (Lucknow) સુપર જાયન્ટસનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી બની ગયો છે.

લખનૌએ તેને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો :

એ ખેલાડી છે કાયલ મેયર્સ. તે એ જ કેરેબિયન ઓલરાઉન્ડર છે. જેને રાજસ્થાન રોયલ્સ દ્વારા 2021માં રિઝર્વ પ્લેયર તરીકે જોડવામાં આવ્યો હતો પણ કોરોનાને કારણે યુએઈમાં લીગનો બીજો તબક્કો યોજાયો ત્યારે ફ્રેન્ચાઈઝીએ તેને પાછો બોલાવ્યો ન હતો. નોંધનીય છે કે આવનારી સિઝનમાં લખનૌએ તેને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો અને ત્યારથી તે આ ટીમ માટે ઘણું સારું પ્રદર્શન કરી રહ્યો છે.

2 અડધી સદી સાથે કરી હતી સિઝનની શરૂઆત  :

30 વર્ષના મેયર્સ હંમેશા IPLમાં રમવાનું સપનું જોતો હતો જે આ સિઝનમાં સાકાર થયો. IPL 2023માં પણ તે અત્યાર સુધીમાં 7 મેચ રમી ચૂક્યો છે. તેણે આ સિઝનની શરૂઆત સતત 2 અડધી સદી ફટકારીને કરી હતી. અત્યાર સુધીમાં તેણે 3 અડધી સદી ફટકારી છે. મેયર્સે આજે પોતાની અલગ ઓળખ બનાવી છે પણ અહીં સુધી પહોંચવું તેના માટે સહેલું નહોતું.

આ કારણે બન્યો ઓલરાઉન્ડર :

જણાવી દઈએ કે 2017માં તે તાલીમ શિબિર માટે ડોમિનિકા ગયો હતો. આ આઇસલેન્ડ દેશ છે જ્યાં સક્રિય જ્વાળામુખી છે. આઈસલેન્ડમાં આવેલા મારિયા ચક્રવાતમાં મેયર્સ ફસાઈ ગયા હતા. તે જ્યાં રોકાયો હતો તે એપાર્ટમેન્ટની છત પણ ઉડી ગઈ હતી. તેઓ ખાવા-પીવા માટે ભટકતો હતો અને ત્યારબાદ પોલીસે તેની મદદ કરી અને આ પછી 2018 માં તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ.

જેના કારણે તેની રમત પર અસર પડી હતી અને બોલિંગના કામના બોજને ઘટાડવા માટે તેણે પોતાને બેટિંગ ઓલરાઉન્ડર બનાવવો પડ્યો હતો. આ ઈજામાંથી ફિટ થયા બાદ પણ કેરેબિયન પ્રીમિયર લીગનો કોન્ટ્રાક્ટ મળ્યો ન હતો જેને કારણે તે લગભગ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો.

આ પણ વાંચો :-