BJP may take back
- રાજકોટ મહાનગરપાલિકાના શાસકો પોતાના આકાઓને રાજી રાખવા માટે વિપક્ષ પદ છીનવી લીધું છે. ભૂતકાળ યાદ કરાવતા તેમણે રાજકોટ ભાજપના પીઢ નેતા ચીમનભાઈ શુકલને પણ યાદ કર્યા હતા.
જૂનાગઢ (Junagadh) બાદ રાજકોટ મનપામાં વિપક્ષ નેતાનું (Leader of the Opposition) કાર્યાલય અને કાર પરત લેવા માટે મ્યુ. કમિશ્નરને પત્ર લખવામાં આવ્યો હતો. જેને લઈને રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે ભાજપ ગાડી ભલે પરત લઈ લે પરંતુ કાર્યાલય ચાલુ રાખવું જોઈએ.
આ માટે મેયરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. છતાં જો કાર્યાલય ખાલી કરાવી કોઈ જગ્યા આપવામાં નહીં આવે તો વિપક્ષ નેતા અને કોંગ્રેસના કોર્પોરેટરો સહિતના નેતાઓ RMCનાં બગીચામાં બેસી લોકોના પ્રશ્નો સાંભળશે.
રાજકોટ મહાનગરપાલિકાના શાસકો પોતાના આકાઓને રાજી રાખવા માટે વિપક્ષ પદ છીનવી લીધું છે. ભૂતકાળ યાદ કરાવતા તેમણે રાજકોટ ભાજપના પીઢ નેતા ચીમનભાઈ શુકલને પણ યાદ કર્યા હતા. અને તેમના સમયમાં વિપક્ષને જરૂરી સુવિધા અપાઈ હોવાનું કહ્યું હતું. અને ભાનુબેન સોરાણીએ અલગ અલગ ભાજપની ફાઈલો કાઢી એટલા માટે વિપક્ષ નેતા પદ લઈ લીધું હોવાનો આરોપ લગાવ્યો હતો.
શિક્ષણ સમિતિ આખે આખી બોરખાસ્ત કરવામાં આવી તે ફાઈલો ભાનુબેને ખોલી હોવાથી તેમનો અવાજ દબાવવા કાર્યાલય ખાલી કરાવવામાં આવ્યું હોવાનું કહી RMCનાં બગીચામાં બેસી લોકોના પ્રશ્નો હલ કરવા માટે તૈયારી દર્શાવી હતી. કોંગ્રેસ હંમેશા લોકોના પ્રશ્નો માટે લડતી જ રહી છે. આવનારા દિવસોમાં પણ કાર્યાલય કે કાર નહીં હોય તો પણ અમારી લડાઈ ચાલુ રહેશે. ભાજપ દ્વારા વિપક્ષનો અવાજ દબાવવાનાં ભાગરૂપે અને વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ બિલ્ડરો દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર અંગે પત્રો લખી કરેલી રજુઆતનાં કારણે કાર્યાલય અને કાર છીનવી લેવામાં આવી છે. પરંતુ અમે મનપાનાં પ્રાંગણમાંથી લોકોના પ્રશ્નો સાંભળી તેનો ઉકેલ લાવીશું.
રાજકોટ કોંગ્રેસના નેતાઓના આક્ષેપ બાદ ભાજપનો જવાબ :
રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા તરીકે કોંગ્રેસનું કાર્યાલય તેમજ વિરોધ પક્ષના નેતાની ગાડી છીનવાઈ જતા રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસ દ્વારા ભાજપ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા જેને લઈને શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવાએ કોંગ્રેસના નેતાઓ ઉપર કર્યા આકરા પ્રહારો કર્યા હતા તેમજ જણાવ્યું હતુ કે એકવપં પ્રકારની ફાઈલો ગાંધીનગર કોંગ્રેસના નેતાઓએ પહોંચાડી નથી ખોટી વાતો કરે છે. અને નિયમ મુજબ જ વિપક્ષ નેતા પદ લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો :-