ફરીથી આવી રહ્યો છે વરસાદનો મોટો રાઉન્ડ ! જાણો કઈ તારીખે અને ક્યાં ક્યાં પડશે વરસાદ 

Share this story

A big round of rain is coming again

  • ગુજરાતમાં વધુ પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદની અસર થશે. 1 મે ના રોજ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થશે. જેથી કમોસમી વરસાદ પડશે. કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ગુજરાતના (Gujarat) ખેડૂતો માટે એક માઠા સમાચાર છે. રૂપિયા કમાવવાની સિઝન આવે એ પહેલાં જ જો તૈયાર પાક પર માવઠાનો માર પડે તો ખેડૂતની દશા બેસી જાય છે. આગામી 5 દિવસોમાં ગુજરાતમાં કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વધુ પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદની અસર થશે. 1 મે ના રોજ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થશે. જેથી કમોસમી વરસાદ પડશે. કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હજુ 5 દિવસ સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાતા જગતનો તાત મુસ્કેલીમાં મૂકાયો છે. બીજી બાજુ પાટણની રાણકી વાવ જોવા ગયેલા 2 યુવાનો પર વીજળી પડતાં એકનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે બનાસકાંઠાના પાલનપુરમાં વીજળી પડતાં 15 વર્ષના કિશોરનું મોત થયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 5 દિવસ સુધી કમોસમી વરસાદ પડશે. આજે રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, તાપી, રાજકોટ અને અમરેલીમાં માવઠું પડવાની સંભાવના હતી.

જેના ભાગરૂપે અનેક વિસ્તારોમાં વરસાદ પડયો છે. બપોર બાદ હવામાન વિભાગની આગાહીને વચ્ચે મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ પલટાયું છે. જિલ્લામાં બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કરા સાથે વરસાદ પડયો છે. ધાનેરાના બોર્ડર વિસ્તારમાં વહેલી સવારે કરા સાથે વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

29 અને 30 એપ્રિલે પણ વરસાદની આગાહી :

આવતીકાલે એટલે કે 29 એપ્રિલે અમદાવાદ, અરવલ્લી, દાહોદમાં વરસાદની આગાહી છે. તો ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. 30મી એપ્રિલે અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, કચ્છમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે.

આ પણ વાંચો :-