એક સમયે ખાવા માટે ભટકતો હતો આ ખેલાડી હવે તે IPLની આ ટીમનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી બની ગયો

Share this story

This player  

  • લખનૌ સુપર જાયન્ટસના સ્ટાર ખેલાડી માટે અહિયા સુધી પહોચવું સહેલું નહતું. એક સમયે ચક્રવાતમાં ફસાયો, ઘાયલ થયો. કેરેબિયન પ્રીમિયર લીગમાંથી બહાર થયો અને ડિપ્રેશનમાં ગયો અને આ રીતે પિતાએ ફરી પગભર કર્યો.

KL રાહુલની (KL Rahul) લખનઉ સુપર જાયન્ટસ (Lucknow Super Giants) IPL 2023માં 7માંથી 4 મેચ જીતીને હાલ ચોથા સ્થાને છે અને રાહુલની લખનૌ ટીમ લીગમાં મક્કમ રીતે ઊભી છે. નોંધનીય છે કે તે ટોપ 4માં અકબંધ છે. એવામાં એક ખેલાડી રાહુલની ટીમની જાન બનતી જાય છે. એ ખેલાડીને એક સમયે ખાવા-પીવા માટે ભટકવું પડતું હતું અને એટલું જ નહીં એક સમયે તે ડિપ્રેશનમાં પણ ગયો હતો જે બાદ એ ખેલાડીને તેના પિતાએ ફરી પગભર કર્યો અને હાલ લખનૌ (Lucknow) સુપર જાયન્ટસનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી બની ગયો છે.

લખનૌએ તેને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો :

એ ખેલાડી છે કાયલ મેયર્સ. તે એ જ કેરેબિયન ઓલરાઉન્ડર છે. જેને રાજસ્થાન રોયલ્સ દ્વારા 2021માં રિઝર્વ પ્લેયર તરીકે જોડવામાં આવ્યો હતો પણ કોરોનાને કારણે યુએઈમાં લીગનો બીજો તબક્કો યોજાયો ત્યારે ફ્રેન્ચાઈઝીએ તેને પાછો બોલાવ્યો ન હતો. નોંધનીય છે કે આવનારી સિઝનમાં લખનૌએ તેને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો અને ત્યારથી તે આ ટીમ માટે ઘણું સારું પ્રદર્શન કરી રહ્યો છે.

2 અડધી સદી સાથે કરી હતી સિઝનની શરૂઆત  :

30 વર્ષના મેયર્સ હંમેશા IPLમાં રમવાનું સપનું જોતો હતો જે આ સિઝનમાં સાકાર થયો. IPL 2023માં પણ તે અત્યાર સુધીમાં 7 મેચ રમી ચૂક્યો છે. તેણે આ સિઝનની શરૂઆત સતત 2 અડધી સદી ફટકારીને કરી હતી. અત્યાર સુધીમાં તેણે 3 અડધી સદી ફટકારી છે. મેયર્સે આજે પોતાની અલગ ઓળખ બનાવી છે પણ અહીં સુધી પહોંચવું તેના માટે સહેલું નહોતું.

આ કારણે બન્યો ઓલરાઉન્ડર :

જણાવી દઈએ કે 2017માં તે તાલીમ શિબિર માટે ડોમિનિકા ગયો હતો. આ આઇસલેન્ડ દેશ છે જ્યાં સક્રિય જ્વાળામુખી છે. આઈસલેન્ડમાં આવેલા મારિયા ચક્રવાતમાં મેયર્સ ફસાઈ ગયા હતા. તે જ્યાં રોકાયો હતો તે એપાર્ટમેન્ટની છત પણ ઉડી ગઈ હતી. તેઓ ખાવા-પીવા માટે ભટકતો હતો અને ત્યારબાદ પોલીસે તેની મદદ કરી અને આ પછી 2018 માં તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ.

જેના કારણે તેની રમત પર અસર પડી હતી અને બોલિંગના કામના બોજને ઘટાડવા માટે તેણે પોતાને બેટિંગ ઓલરાઉન્ડર બનાવવો પડ્યો હતો. આ ઈજામાંથી ફિટ થયા બાદ પણ કેરેબિયન પ્રીમિયર લીગનો કોન્ટ્રાક્ટ મળ્યો ન હતો જેને કારણે તે લગભગ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો.

આ પણ વાંચો :-