Home Blog Page 1101

રાત્રે તો એવું શું થાય છે કે કુતરાઓ રડવા લાગે છે ? કારણ જાણીને દંગ રહી જશો

What happens  

  • Why Dogs Cry At Night : રાતે ઘણીવાર કૂતરા રડતા હોય છે. તેમના રડવાના કારણે આજુબાજુ રહેતા લોકોની ઊંઘમાં  ખલેલ પડતી હોય છે અને તેમને અપશકુનની આશંકા રહે છે. કેટલાક લોકો  કહે છે કે કૂતરા જ્યારે રાતે ભૂત પ્રેત જુએ તો તેમને જોઈને ગભરાઈ જાય છે અને ડરના કારણે રડવા લાગે છે.

કુતરાનાં (Dogs) રડવાના કારણે આજુબાજુ રહેતા લોકોની ઊંઘમાં ખલેલ પડતી હોય છે અને તેમને અપશકુનની આશંકા રહે છે. કેટલાક લોકો  કહે છે કે કૂતરા જ્યારે રાતે ભૂત પ્રેત (Ghost Ghost) જુએ તો તેમને જોઈને ગભરાઈ જાય છે અને ડરના કારણે રડવા લાગે છે. પરંતુ આ વાતમાં ખરેખર કોઈ સચ્ચાઈ છે કે પછી ફક્ત વાતોના વડા છે. આજે અમે તમને વિસ્તારથી આ અંગે જણાવીશું.

કૂતરા રડવાનું કારણ :

વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ કૂતરા રાતે રડે તેની પાછળ અનેક કારણ હોઈ શકે છે. તેમાંથી એક મુખ્ય કારણ ઉંમર વધવાનું છે. ઢળતી ઉંમરની સાથે સાથે કૂતરા શારીરિક રીતે નબળાઈ મહેસૂસ કરવા લાગે છે અને તેઓ પહેલાની સરખામણીએ વધુ એકલાપણું અને ઉદાસીનતા મહેસૂસ કરવા લાગે છે. તેના કારણે તેઓ રાતે રડીને પોતાનું દુખ અને નિરાશા વ્યક્ત કરે છે. અનેકવાર તેઓ પોતાના ગુજરી ગયેલા સાથીઓને પણ યાદ કરીને રડે છે.

ઈજા થવાથી પણ રડે છે :

એક્સપર્ટ કહે છે કે જ્યારે બીજા વિસ્તારના કૂતરા તેમના વિસ્તારમાં આવી જાય તો ત્યાંના કૂતરા રડવાનું શરૂ કરી દે છે. આમ કરીને તેઓ પોતાના વિસ્તારના કૂતરાઓને સાવચેત કરી રહ્યા હોય છે કે કોઈ અજાણ્યો કૂતરો તેમના વિસ્તારમાં ઘૂસી ગયો છે. આ સાથે જ તબિયત ખરાબ હોય કે ઈજા થઈ હોય તો પણ કૂતરા રાતે રડે છે.

રસ્તો ભટકી જાય તો રડે છે :

અનેકવાર સંશોધ કર્યા બાદ દાવો કરાયો છે કે જ્યારે કૂતરા રાતે રસ્તો ભટકી જાય કે પોતાના પરિવારથી અળગા થઈ જાય તો રાત થાય ત્યારે નિરાશ થઈને જોર જોરથી રડવા લાગે છે. આ બરાબર એવી જ ભાવના હોય છે જ્યારે કોઈ મનુષ્યનું બાળક પોતાના પરિવારથી અલગ થવા પર જોર જોરથી રડવા લાગે છે.

આ પણ વાંચો :-

‘ભાજપ ભલે ગાડી પરત લઈ લે પરંતુ…..’, આ શહેરમાં કોંગ્રેસે બગીચામાં શરૂ કર્યું કાર્યાલય

0

BJP may take back  

  • રાજકોટ મહાનગરપાલિકાના શાસકો પોતાના આકાઓને રાજી રાખવા માટે વિપક્ષ પદ છીનવી લીધું છે. ભૂતકાળ યાદ કરાવતા તેમણે રાજકોટ ભાજપના પીઢ નેતા ચીમનભાઈ શુકલને પણ યાદ કર્યા હતા.

જૂનાગઢ (Junagadh) બાદ રાજકોટ મનપામાં વિપક્ષ નેતાનું (Leader of the Opposition) કાર્યાલય અને કાર પરત લેવા માટે મ્યુ. કમિશ્નરને પત્ર લખવામાં આવ્યો હતો. જેને લઈને રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે ભાજપ ગાડી ભલે પરત લઈ લે પરંતુ કાર્યાલય ચાલુ રાખવું જોઈએ.

આ માટે મેયરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. છતાં જો કાર્યાલય ખાલી કરાવી કોઈ જગ્યા આપવામાં નહીં આવે તો વિપક્ષ નેતા અને કોંગ્રેસના કોર્પોરેટરો સહિતના નેતાઓ RMCનાં બગીચામાં બેસી લોકોના પ્રશ્નો સાંભળશે.

રાજકોટ મહાનગરપાલિકાના શાસકો પોતાના આકાઓને રાજી રાખવા માટે વિપક્ષ પદ છીનવી લીધું છે. ભૂતકાળ યાદ કરાવતા તેમણે રાજકોટ ભાજપના પીઢ નેતા ચીમનભાઈ શુકલને પણ યાદ કર્યા હતા. અને તેમના સમયમાં વિપક્ષને જરૂરી સુવિધા અપાઈ હોવાનું કહ્યું હતું. અને ભાનુબેન સોરાણીએ અલગ અલગ ભાજપની ફાઈલો કાઢી એટલા માટે વિપક્ષ નેતા પદ લઈ લીધું હોવાનો આરોપ લગાવ્યો હતો.

શિક્ષણ સમિતિ આખે આખી બોરખાસ્ત કરવામાં આવી તે ફાઈલો ભાનુબેને ખોલી હોવાથી તેમનો અવાજ દબાવવા કાર્યાલય ખાલી કરાવવામાં આવ્યું હોવાનું કહી RMCનાં બગીચામાં બેસી લોકોના પ્રશ્નો હલ કરવા માટે તૈયારી દર્શાવી હતી. કોંગ્રેસ હંમેશા લોકોના પ્રશ્નો માટે લડતી જ રહી છે. આવનારા દિવસોમાં પણ કાર્યાલય કે કાર નહીં હોય તો પણ અમારી લડાઈ ચાલુ રહેશે. ભાજપ દ્વારા વિપક્ષનો અવાજ દબાવવાનાં ભાગરૂપે અને વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ બિલ્ડરો દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર અંગે પત્રો લખી કરેલી રજુઆતનાં કારણે કાર્યાલય અને કાર છીનવી લેવામાં આવી છે. પરંતુ અમે મનપાનાં પ્રાંગણમાંથી લોકોના પ્રશ્નો સાંભળી તેનો ઉકેલ લાવીશું.

રાજકોટ કોંગ્રેસના નેતાઓના આક્ષેપ બાદ ભાજપનો જવાબ :

રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા તરીકે કોંગ્રેસનું કાર્યાલય તેમજ વિરોધ પક્ષના નેતાની ગાડી છીનવાઈ જતા રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસ દ્વારા ભાજપ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા જેને લઈને શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવાએ કોંગ્રેસના નેતાઓ ઉપર કર્યા આકરા પ્રહારો કર્યા હતા તેમજ જણાવ્યું હતુ કે એકવપં પ્રકારની ફાઈલો ગાંધીનગર કોંગ્રેસના નેતાઓએ પહોંચાડી નથી ખોટી વાતો કરે છે. અને નિયમ મુજબ જ વિપક્ષ નેતા પદ લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

Netflixનો પાસવર્ડ હવે શેર કરશો તો વધુ પૈસા કપાશે ! કંપનીએ બહાર પાડ્યું નવું ફીચર

Netflix 

  • Netflix સ્પેનમાં 1 મિલિયન કરતાં વધુ વપરાશકર્તાઓ ગુમાવી ચૂક્યું છે કારણ કે તેણે પાસવર્ડ શેરિંગ પર ક્રેક ડાઉન કરવાનું શરૂ કર્યું છે. આને પાસવર્ડ-શેરિંગ પર કંપનીના પ્રતિબંધોનો બેકફાયર પણ ગણી શકાય.

નેટફ્લિક્સે (Netflix) અગાઉ પાસવર્ડ શેરિંગ પર ક્રેક ડાઉન કર્યું છે કારણ કે તે તેના સબ્સ્ક્રાઈબર બેઝને (subscriber base) અસર કરી રહ્યું હતું. તાજેતરના અહેવાલો અનુસાર Netflix સ્પેનમાં 1 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ ગુમાવી ચૂક્યું છે કારણ કે તેણે પાસવર્ડ શેરિંગ (Password Sharing) પર ક્રેક ડાઉન કરવાનું શરૂ કર્યું છે. આને પાસવર્ડ-શેરિંગ પર કંપનીના પ્રતિબંધોનો બેકફાયર પણ ગણી શકાય.

આટલા પૈસા ચૂકવવા પડશે :

નેટફ્લિક્સે માસિક ફી રજૂ કરી છે. જે સ્પેનિશ વપરાશકર્તાઓએ 5.99 યુરો (આશરે રૂ. 500) ચૂકવવી પડશે. આ શુલ્કનો હેતુ વપરાશકર્તાઓને તેમની લોગિન વિગતો અન્ય લોકો સાથે શેર કરતા અટકાવવાનો છે. નેટફ્લિક્સે તકનીકી પગલાંનો ઉપયોગ કરીને શેરિંગને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે. પરંતુ એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે નેટફ્લિક્સ દ્વારા ગુમાવેલા બે તૃતીયાંશ વપરાશકર્તાઓ અન્ય લોકો સાથે પાસવર્ડ શેર કરી રહ્યા હતા.

નેટફ્લિક્સને નુકસાન :

તેના પાસવર્ડ-શેરિંગ ક્રેકડાઉનના નકારાત્મક પરિણામો હોવા છતાં, Netflix આવકના નુકસાનને રોકવા માટે આવા પગલાં લેવાનું ચાલુ રાખી શકે છે.  લેટિન અમેરિકન દેશોમાં સફળ રોલ-આઉટ બાદ Netflix એ પોર્ટુગલ, કેનેડા અને ન્યુઝીલેન્ડમાં પાસવર્ડ શેરિંગ માટે સમાન ફી લાગુ કરી છે. આ ફીની જાહેરાતને શરૂઆતમાં દરેક માર્કેટમાં નકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. પરંતુ Netflix અપેક્ષા રાખે છે કે આ ટેમ્પરરી રહેશે..

આ પણ વાંચો :-

 

શું મકાન વેચવાથી થતી આવક પર ઈનકમ ટેક્સ લાગે ? જાણો શું છે નિયમ

0

Is the income from sale

  • રહેણાંક મકાન વેચવાથી થતી આવક પર તમારી પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે. રહેણાક મકાન વેચવામાં ખર્ચ કાઢ્યા બાદ જે ચોખ્ખી આવક વધે છે તેના પર ટેક્સ ભરવો પડે છે.

સામાન્ય રીતે નિયમ મુજબ મિલકત (Property) વેચવાથી થતી આવક પર ટેક્સ ભરવો પડતો હોય છે. તેવી જ રીતે રહેણાંક મકાનના વેચાણમાં પણ ચોખ્ખી આવક (Income) પર ટેક્સ વસૂલવામાં આવે છે. જેના માટે કેટલાક નિયમ હોય છે. આ નિયમ મુજબ મકાન વેચાવામાં થતી આવક પર ટેક્સ વસૂલવામાં આવે છે. ત્યારે કેવી રીતે આ ટેક્સ  નક્કી થાય છે અને તેમાં કેવી રીતે તમને ફાયદો થઈ શકે તે જાણવું ખૂબ જરૂરી છે.

જાણો શું છે નિયમ?

જો મકાન ખરીદ્યાના 24 મહીના એટલે કે બે વર્ષ બાદ વેચવામાં આવે તો લાંબા સમયના રોકાણના હિસાબે અધિગ્રહણ ચાર્જ લેવાની સહમતી છે. જો બે વર્ષની અંદર મકાન વેચવામાં આવે છે તો તેના માટે અલગ સ્લેબ બનેલા છે જેના હિસાબથી ટેક્સની વસૂલાત કરવામાં આવે છે.

લાંબા સમયના રોકાણથી બચાવી શકાશે ટેક્સ :

જો તમે તત્કાલ રહેણાંક મકાન નથી ખરીદવા માગતા તો લાંબા સમય માટેના રોકાણ પર ટેક્સનો લાભ મેળવી શકાય છે. IRFC, PFC, NHAI અને RIC લીમીટેડ જેવી રોકાણકાર સંસ્થામાં લાભ લઈ શકાય છે. જેમાં લાભ બોન્ડ મુજબ 46.95 લાખના વેચાણાની તારીખથી 6 મહિનાની અંદર એક નાણાંકિય વર્ષ માટે સંપતિના વધુમાં વધુ 50 ટકાનું રોકાણ કરી શકાય છે. આ શરતોમાં 5 વર્ષ લોક પીરિયડ હોય છે. આ બોન્ડ પૂર્ણ થયા બાદ જે રૂપિયા મળે છે તે ટેક્સ ફ્રી હોય છે.

જાણો નોકરિયાત વર્ગ માટે શું છે નિયમો?

નોકરિયાત વર્ગના વ્યક્તિઓ માટે આ રૂપિયાનો ઉપયોગ મિલકતના વેચાણની તારીખથી 2 વર્ષની અંદર મકાન ખરીદવા કે ત્રણ વર્ષની અંતર પોતાનું ઘર બનાવવા અથવા નિર્માણાધિન આવાસનું બુકિગ કરવા માટે કરવામાં આવે છે. મિલકત પરના આ લાભ પર કોઈ ટેક્સ નથી લાગતો. જો રૂપિયાનો ઉપર જણાવેલા નિયમ મુજબ ઉપયોગ કરવામાં આવે છે તો ત્રણ વર્ષ બાદ આ રકમ ટેક્સને પાત્ર ગણવામાં આવે છે.

આ પણ વાંચો :-

આમ તો જુઓ ખબર પણ ન પડી અને..ગોંડલમાં સાડીની ચોરી કરતી મહિલા ગેંગનો આતંક

0

So look, I didn’t even know

  • ગોંડલમાં સાડીની ચોરી કરતી મહિલાના CCTV સામે આવ્યા છે. જેમાં 3 જેટલી મહિલા મોંઘામૂલી 5 સાડી ચોરી નાસી છૂટી હોવાનું દ્રશ્યમાન થાય છે.

ગોંડલમાં (Gondal) સાડીની ચોરી કરતી મહિલા ગેંગના (Women’s Gangs) આતંકની ઘટના સામે આવી છે.જેમાં શહેરના ગુંદાળા શેરીમાં આવેલી દુકાનમાંથી 3 મહિલાઓએ 5 જેટલી સાડીની ચોરી કરી હોવાનું  ચોરી કરતી મહિલાઓની આ સમગ્ર કરતુંત CCTVમાં કેદ પણ થઈ છે.

સાડીની ચોરી કરતી મહિલાઓ CCTVમાં કેદ :

CCTVમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર દુકાનદારની નજર ચૂકવી મહિલાઓ સાડીના છેડામાં સંતાડી સાડી ચોરીને જતી રહેતી હોવાનું નજરે પડી રહયુ છે. ગોંડલના ગુંદાળા શેરી તરીકે ઓળખાતા વિસ્તારમા આવેલા લાખાણી સાડી નામની દુકાનમાં મહિલાઓએ ચાલાકી વાપરી હતી. વધુમાં 3 થી ચાર જેટલી મહિલાઓ દુકાનમાં ઘુસી આવી હતી.

આ દરમિયાન પહેલા 2 મહિલાઓ દુકાનમાં ભેગી આવી હતી જે સાડીની વેરાયટી જોવાનો ઢોંગ કરતી હતી. જ્યારે અન્ય મોઢું બાંધીને આવેલી મહિલા દુકાનદારની નજર ચૂકવી સાડીના છેડામાં સાડી છુપાવતું હોવાનું નજરે પડતી હતી. અંદાજ મુજન 5 ચોરાઉ સાડીની લગભગ 4000 થતી હતી.

આ પણ વાંચો :-

આખા મંત્રી મંડળ સહિત સીએમ જ્યાં હાજર રહેવાના છે, ધડાકાભેર તૂટી પડયું એ સ્ટેજનું સ્ટ્રક્ચર

0

The structure

  • જામનગરમાં પહેલી મે ના રોજ ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થવાની હોય અને જુદા જુદા કાર્યક્રમોમાં ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને સમગ્ર મંત્રીમંડળ સહિત હજારોની જનમેદની ઉપસ્થિત રહેવાના છે. એ કાર્યક્રમ સ્થળે જ બની મોટી દુર્ઘટના.

જામનગરમાં (Jamnagar) આગામી પહેલી મે ના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થવાની હોય જેના પગલે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી એવા સમયે ગતરાત્રિના પ્રદર્શન ગ્રાઉન્ડમાં (Exhibition Ground) સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજ પરનું લાઈટિંગ સ્ટ્રક્ચર અચાનકત તુટી પડતા અફરાતરીનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનામાં એક બાળકી સહિત કુલ પાંચ જેટલા લોકોને ઈજા થતાં તેમને તાત્કાલિક જીજી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પહેલી મે ના રોજ ગુજરાત સ્થાપના દિવસની રાજયકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોય અને આવા સમયે આવી દુર્ઘટના સર્જાતા અનેક સવાલો ઊભા થયા છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે જામનગરના ગ્રાઉન્ડમાં એક મોટી દુર્ઘટના ટળી છે. જેમાં ગુજરાતના ગૌરવ દિવસની ઉજવણી કરવા સાંસ્કૃતિક કાર્યક્રમ માટે બનાવવામાં આવેલા નિર્માણધીન સ્ટેજ પરનું લાઈટિંગ સ્ટ્રક્ચર તૂટી પડતા પાંચ લોકોને ઇજા પહોંચી હતી. જો કે સદનસીબે મોટી જાનહાની થઈ નથી. હાલ તો ઈજાગ્રસ્તને શહેરની સરકારી હોસ્પિટલ જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં ઈજાગ્રસ્તમાં ચિંતન રાઠોડ, અંકિત વોરા, પિયુષ પંડયા અને અનસુમી પંડયા સહિત પાંચને ઈજા પહોચી હતી. હાલ તમામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

No description available.

આ ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયો હતો. જ્યાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ મોટી દુર્ઘટના ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ તંત્રની બેદરકારી કહી શકાય તેમ કામગીરીમાં ચૂક રહી જતા દુર્ઘટથી હાલ તો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે કાર્યક્રમના સમયે જો આ દુર્ઘટના સર્જાઈ હોત તો ? માત્રને માત્ર આ વિચારથી જ એક બિહામણું દ્રશ્ય સામે આવી રહ્યુ છે.

આ પણ વાંચો :-

 

આગામી 4 દિવસ ગુજરાત પર ભારે ! આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે થશે વરસાદ

0

Next 4 days heavy on Gujarat

  • Gujarat Weather Updates : ખેડૂતો માટે માઠા સમાચાર. આગામી દિવસોમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આ આગાહીના કારણે હાલ ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.

આગામી 4 દિવસોમાં ગુજરાતમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) થશે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા એવી પણ આગાહી કરાઈ છે કે આગામી 4 દિવસોમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કેટલાંક સ્થળે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગની આ પ્રકારની આગાહીના કારણે હાલ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. કારણકે, આખા વર્ષની મહેનત પર મુસીબત રૂપી પાણી ફરવાનો ડર જગતના તાતને સતાવી રહ્યો છે.  ગુજરાતમાં હજુ પાંચ દિવસ હજુ વરસાદની આગાહી કરાઈ છે. મોટા ભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ તૈયાર થયો છે. આ માહોલ આગામી પાંચ દિવસ સુધી રહેશે. ખાસ કરીને અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે.  એવી પણ આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણ દિવસમાં 3 ડિગ્રી ઓછું તાપમાન થશે. રાજસ્થાનમાં વેસ્ટર્ન સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવશે.

મહત્વનું છે કે હાલ ભરઉનાળે રાજ્યભરમાં માવઠા થઈ રહ્યા છે. ત્યારે ઉનાળામાં માવઠા થવા માટે સૂર્યની ગરમી જવાબદાર છે. કારણ કે મહાસાગરમાં ચાલતા ગરમ પ્રવાહને સૂર્યની ગરમી ઉત્તેજિત કરે છે. જેને લીધે મહાસાગરોમાં પાણીની વરાળ થઈ જાય છે અને મહાસાગરોની વરાળ બનતા છેવડે વરસાદ વરસે છે. તો બીજુ કારણ જોઈએ તો પૃથ્વીની પ્રાંત અને ગતિના લીધે રાશિ ચક્ર પશ્ચિમ તરફ ખસે છે. જેથી ઉનાળામાં શિયાળો અને માવઠું થાય છે.

આ પણ વાંચો :-

Maharashtra Politics : મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી નવાજૂનીના એંધાણ ? અજીત પવારના બળવાના સંકેત !

0

Maharashtra Politics

  • મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી બળવાના એંધાણ છે. શિવસેનામાં હાલમાં થયેલા ભંગાણ પર ઉદ્ધવ ઠાકરેને શિખામણ આપનારા શરદ પવારનું પોતાનું ઘર વેરવિખેર થવાની અણી પર છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં નંબર બેની હેસિયત ધરાવતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી અજીત પવારે બળવાના પાક્કા અને સીધા સંકેત આપ્યા છે.

મહારાષ્ટ્રના (Maharashtra) રાજકારણમાં ફરીથી બળવાના એંધાણ છે. શિવસેનામાં હાલમાં થયેલા ભંગાણ પર ઉદ્ધવ ઠાકરેને શિખામણ આપનારા શરદ પવારનું (Sharad Pawar) પોતાનું ઘર વેરવિખેર થવાની અણી પર છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં નંબર બેની હેસિયત ધરાવતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી અજીત પવારે બળવાના પાક્કા અને સીધા સંકેત આપ્યા છે.

તેમણે ગુરુવારે એક સવાલના જવાબમાં કહ્યું કે જે રીતે રાજ ઠાકરેએ પોતાના કાકા બાળાસાહેબ ઠાકરેનું ધ્યાન રાખ્યું, એ જ રીતે તેઓ પોતાના કાકા એટલે કે શરદ પવારનું ધ્યાન રાખશે. અત્રે જણાવવાનું કે રાજ ઠાકરેએ પોતાના કાકા અને શિવસેનાથી બળવો કરીને એક નવી પાર્ટી બનાવી હતી.

પવાર પરિવાર અને ઠાકરે પરિવારનું રાજકીય કહાની લગભગ સરખી છે. બંને પરિવારના મુખ્યાઓએ પોત પોતાના ભત્રીજાના દમ પર રાજકારણ ખેલ્યુ છે. પરંતુ જ્યારે બાગડોર સોંપવાનો કે વારસદાર પસંદ કરવાનો વારો આવ્યો તો પોતાના પુત્રને પસંદ કર્યા. તેવરમાં બાળા સાહેબ ઠાકરેની  કોપી કરનારા રાજ ઠાકરે પણ શિવસેના પર કંટ્રોલ ઈચ્છતા હતા પરંતુ કમાન ઉદ્ધવ ઠાકરેને મળી. એનસીપીમાં પણ આ હાલ જોતા જોવા મળી રહ્યા છે.

ભત્રીજાના દમ પર રાજકારણ :

મહારાષ્ટ્રના રાજકારણના ગલિયારોમાં ચર્ચા છે કે શરદ પવારે પણ રાજકારણ પોતાના ભત્રીજા અજીત પવારના દમ પર રમ્યા પરંતુ પોતાના રાજકીય વારસો તેઓ પોતાની પુત્રી સુપ્રીયા સુલેને સોંપવા માંગે છે. આ વાત અજીત પવારને ખટકી રહી છે. સુપ્રીયા સુલે સાંસદ છે પરંતુ એનસીપી કે પછી મહારાષ્ટ્રના રાજકારણમાં તેમનું કદ અજીત પવાર જેવું નથી.

ઉદ્ધવની સલાહ પર અજીતનો પલટવાર :

અજીત પવારને જ્યારે ગુરુવારે ઉદ્ધવ ઠાકરેએ સલાહ આપતા કહ્યું હતું કે તેમણે તેમના કાકા પર તે જ રીતે ધ્યાન આપવું જોઈએ જે રીતે બહારના લોકો પર આપો છે. જેના પર પલટવાર કરતા અજીત પવારે કહ્યું કે જે પ્રકારે રાજ ઠાકરેએ પોતાના કાકા પર ધ્યાન આપ્યું તે જ રીતે હું પણ મારા કાકા પર ધ્યાન આપીશ. અત્રે જણાવવાનું કે એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ શિવસેનામાં યોગ્ય ભાગીદારી નહીં મળતા કાકાથી અલગ રસ્તો પસંદ કર્યો અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ની રચના કરી. અજીત પવારના નિવેદન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં કઈક નવાજૂનીના એંધાણ મળી રહ્યા છે.

આ પણ વાંચો :-

 

ગુજરાતમાં આવનારું વર્ષ કેવું રહેશે ? વર્ષો જૂની પ્રણાલી મુજબ ટિટોડીના ઈંડા પરથી કરાયો વરસાદનો વરતારો

0

How will the next year be in Gujarat?

  • લોક વાયકા મુજબ મુખ્યત્વે ટીટોડીના ઈંડા આકાશ તરફી હોઈ છે. ત્યારે ઉમરપાડાના વાડી ગામે ટીટોડીએ જમીન તરફી ટોચ રાખતા ઈંડા મુકતા ચારેબાજુ કતુહલ સર્જાયું છે.

દેશના દરેક ખૂણે પ્રાચીનકાળથી વરસાદના (Rain) વરતારા કરવાની અનેક પરંપરાઓ પ્રચલિત છે. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો ટીટોડીના (TTOD) ઈંડા મૂકવાની રીતથી આવનારું વર્ષ કેવું રહેશે તેની આગાહી કરવાની રીત ખૂબ જ જાણીતી છે. હાલ ટીટોડીના ઈંડાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ઈંડાની ટોચ જમીન તરફની હોવાનું સામે આવ્યું છે. લોક વાયકા મુજબ મુખ્યત્વે ટીટોડીના ઈંડા આકાશ તરફી હોઈ છે. ત્યારે ઉમરપાડાના વાડી ગામે ટીટોડીએ જમીન તરફી ટોચ રાખતા ઈંડા મુકતા ચારેબાજુ કતુહલ સર્જાયું છે.

No description available.

ટીટોડી કેટલા ઈંડા મૂકે. જમીનથી કેટલી ઉંચાઈ પર મૂકે. ઉભા કે આડા આ તમામ પદ્ધતિથી આવનારું વર્ષ અને વરસાદનું અનુમાન કરાય છે. ત્યારે વાડી ગામે રહેતા 50 વર્ષીય ખેડૂતના પ્રકાશ વસાવના મુજબ પ્રથમ વાર આ પ્રકારે ટીટોડીના ઈંડા જોયા છે. જે સૌ કોઈને અસમંજસ કતુહલમાં મૂકી દે તે પ્રકારે છે. સામાન્ય રીતે ટીટોડી આકાશ તરફી ટોચના ઈંડા મૂકે છે. પરંતુ જમીન તરફી ઈંડાની ટોચ એ સારા ચોમાસાની નિશાની લાગી રહી નથી. ટીટોડી પ્રકૃતિ સાથે તાલમેલ સાંધતું ખુબ જ હોશિયાર પક્ષી મનાય છે.

નોંધનીય છે કે હવામાન વિભાગે તો જુન મહિનામાં વિધિવત ચોમાસું આવી જવાની આગાહી કરી છે. આજે સેટેલાઈટથી લઈને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વરસાદ અને હવામાનની માહિતી મેળવી શકાય છે. પરતું ગુજરાતમાં પ્રાચીનકાળથી થતી વરસાદના વર્તારાની પણ એક પરંપરા છે. આવી પરંપરા એટેલે ખેતરમાં ટીટોડીએ ઈંડાની પણ છે.

6 ઈંડા મૂકવાનુ તારણ :

જાણકારો કહે છે કે ટીટોડીના એક ઈંડાના આધારે એક મહિનો વરસાદ સારો જાય એવુ માનવામાં આવે છે. ચાર ઈંડા મૂકે તો ચાર મહિના સારુ ચોમાસું રહે. ચાર ઈંડા એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું સારુ જાય. પરંતુ 6 ઈંડા મૂકે તો 6 મહિના સુધી ચોમાસું લંબાય તેવુ મનાય છે. એટલે કે ટીટોડીના 6 ઈંડા સારા સંકેત છે.

આ પણ વાંચો :-

Jio Cinema એ છીનવી મોટી ડીલ, બંધ થઈ જશે HotStarની દુકાન ! લોકોએ કહ્યું – ડિલીટ કરો એપ

Jio Cinema

  • Jio Cinema Big deal : જિયો સિનેમાએ ઓટીટી માર્કેટમાં પોતાનો દબદબો બનાવવા માટે મોટો દાંવ રમ્યો છે. જેનાથી હોટસ્ટાર અને નેટફ્લિક્સને ફટકો પડી શકે છે.

Jio Cinema Multi Year Deal : જિયો સિનેમાએ (Jio Cinema) એક મોટો દાંવ રમ્યો છે, જેનાથી હોટસ્ટારનો ધંધો બંધ થઈ શકે છે. હકીકતમાં જિયો સિનેમાએ Warner Bros અને HBOની સાથે મલ્યી યર ડીલ કરી છે. આ ડીલમાં Warner Bros અને HBOના કન્ટેન્ટને ભારતમાં જિયો સિનેમા પર દેખાડવામાં આવશે.

તેવામાં જિયો યૂઝર્સ જિયો સિનેમા પર ગેમ્સ ઓફ થ્રોન્સ અને હેરી પોટર સિરીઝ, ડિસ્કવરી જેવી શાનદાર મૂવી અને શોની મજા માણી શકશે. આ દરેક મૂવી અને શો પહેલાં હોટસ્ટાર પર હાજર હતા. તેવામાં જાણકાર માને છે કે હોટસ્ટાર પાસેથી આટલી મોટી ડીલ છીનવાઈ ગયા બાદ ભારતમાં hotstarનું કોઈ મહત્વ રહી જશે નહીં. સાથે જિયો સિનેમા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

જિયો સિનેમાએ આપ્યો ઝટકો :

નોંધનીય છે કે આ પહેલાં હોટ સ્ટાર પર આઈપીએલનું પ્રસારણ થતું હતું, જેને જિયો સિનેમાએ છીનવી લીધુ હતું, તેનાથી હોટ સ્ટારને મોટું નુકસાન થયું છે. પરંતુ HBO, Warner Bros ની ડીલ છીનવાયા બાદ હોટસ્ટારે તેનું મહત્વ ગુમાવી દીધુ છે. આ કારણ છે કે ટ્વિટર પર યૂઝર્સ હોટસ્ટાર એપને અનઈન્સ્ટોલ કરવાની વાત કહી રહ્યાં છે. આ ડીલ બાદ હોટસ્ટાર ટ્વિટરના ટોપ ટ્રેન્ડિંગ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે.

જિયો સિનેમા પેડ સબ્સક્રિપ્શન :

જિયો સિનેમા હાલ સંપૂર્ણ રીતે ફ્રી છે. કોઈપણ યૂઝર્સ પોતાના મોબાઈલમાંમાં જિયો સિનેમાને ફ્રીમાં ઈન્સ્ટોલ કરી મજા માણી શકે છે. પરંતુ આઈપીએલ બાદ કંપની જિયો સિનેમાને પેડ સબ્સક્રિપ્શનને લોન્ચ કરી શકે છે.

નેટફ્લિક્સ અને હોટસ્ટારના કારોબારને ઝટકો :

જો જિયો સિનેમા આવા મોટા કન્ટેન્ટ ક્રિએટર્સ પ્લેયફોર્મથી કરે છે. તો આવનારા દિવસોમાં ભારતમાં હાજર સ્ટ્રીમિંગ પ્લેયફોર્મ જેવા Netflilx, Hotstarના કારોબારને જોરદાર ઝટકો લાગી શકે છે.

આ પણ વાંચો :-