Home Blog Page 1099

બોલિવૂડની આ હસીનાએ 48 વર્ષની ઉંમરે પાર કરી બોલ્ડનેસની તમામ હદો !

This Hasina of Bollywood

  • બોલિવૂડની કેટલીક એક્ટ્રેસીસની સુંદરતા જોઈને તમે પણ તેમની ઉંમરનો સાચો અંદાજ નહીં લગાવી શકો. આવી એક્ટ્રેસીસની લિસ્ટમાં કાજોલનું નામ પણ સામેલ છે. કાજોલનું લેટેસ્ટ ફોટોશૂટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જુઓ કાજોલની લેટેસ્ટ તસવીરો.

કાજોલને (Kajol) તેની બિન્દાસ પર્સનાલિટીના (Nice personality) કારણે લોકોનો બેશુમાર પ્રેમ મળે છે. એક્ટ્રેસ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના એક કરતા વધુ ફોટા શેર કરતી રહે છે. આ તસવીરોમાં કાજોલે બ્લેક અને સિલ્વર કલરનું પેન્ટ પહેર્યુ છે. ક્યારેક અભિનેત્રી ખુરશી પર બેસીને કેમેરા સામે પોઝ આપી રહી છે તો ક્યારેક કોન્ફિડન્સ (Confidence) સાથે ઊભી રહીને.

કાજોલ સારી રીતે જાણે છે કે કેમેરા સામે હોટ અને બોલ્ડ પોઝ આપીને લોકોના દિલ કેવી રીતે જીતી લેવા. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં એક્ટ્રેસ વધુ સુંદર લાગી રહી છે. કાજોલનો સટલ મેક-અપ અને હેરસ્ટાઈલ તેના લુકને ખૂબ જ સૂટ કરી રહ્યો છે. કાજોલની ફેશન સેન્સ લોકોને ખુબ ઈમ્પ્રેસ કરે છે અને ફેન્સને તેનો આ Bossy લુક ખુબ પસંદ આવી રહ્યો છે.

એક્ટ્રેસની આ સ્માઈલ જોઈને કાજોલના ફેન્સ તો એકદમ ખુશ થઈ ગયા છે. 48 વર્ષની ઉંમરમાં પણ આ બોલિવૂડ એક્ટ્રેસે પોતાના શરીર અને ત્વચાને જાળવી રાખી છે.

આ પણ વાંચો :-

સોનું નહીં હવે ચાંદી પણ કરાવશે ટનાટન કમાણી, જાણો ક્યાં સુધી અને કેટલા ટકા સુધી વધશે ભાવ

0
Not gold
  • Silver Rate Will Increase Rapidly : ચાંદી હાલમાં રૂ. 75,000 પ્રતિ કિલોની આસપાસ કારોબાર કરી રહી છે. નિષ્ણાતોના મતે આગામી 9થી 12 મહિનામાં ચાંદીની કિંમત 85,000 રૂપિયાથી વધીને 90,000 રૂપિયા પ્રતિ કિલો થઈ શકે છે. આવી સ્થિતિમાં ચાંદીમાં લગભગ 20 ટકાનો ઉછાળો આવી શકે છે.

આપણા દેશમાં પ્રાચીન સમયથી લોકો સોનું (Gold) ખરીદવામાં વધુ રસ લેતા જોવા મળે છે. કારણ કે એવું માનવામાં આવે છે કે સોનું રોકાણનું શ્રેષ્ઠ માધ્યમ છે. સમય આવે ત્યારે ઘણો ફાયદો આપે છે. આ કારણોસર લોકો સોનામાં વધુને વધુ રોકાણ કરે છે. જો કે આ વાત ઘણી હદ સુધી સાચી પણ છે. પરંતુ હવે અમે તમને જે જણાવી રહ્યા છીએ તે જાણીને તમને આશ્ચર્ય થશે. વાસ્તવમાં નિષ્ણાતોના મતે ચાંદી (Silver) થોડા સમય માટે વધુ કમાણી કરાવી આપે છે.

ચાંદીની વેપારી માંગમાં વધારો :

આંકડાઓ અનુસાર જાન્યુઆરી 2023 થી અત્યાર સુધીમાં સોના અને ચાંદીએ લગભગ 11 ટકાનો નફો કર્યો છે. નિષ્ણાતોનું માનીએ તો હવે સોના કરતાં ચાંદીનો ભાવ વધુ વધશે. તેનું સૌથી મોટું કારણ ચાંદીની બિઝનેસ ડિમાન્ડમાં વધારો હોવાનું કહેવાય છે. આ સાથે રોકાણ માટે ચાંદીની માંગ યથાવત રહેશે. આવી સ્થિતિમાં જો તમે પણ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે ચાંદી ખરીદીને રાખી શકો છો.

ચાંદી હાલમાં રૂ. 75,000 પ્રતિ કિલોની આસપાસ કારોબાર કરી રહી છે. નિષ્ણાતોના મતે આગામી 9થી 12 મહિનામાં ચાંદીની કિંમત 85,000 રૂપિયાથી વધીને 90,000 રૂપિયા પ્રતિ કિલો થઈ શકે છે. આવી સ્થિતિમાં ચાંદીમાં લગભગ 20 ટકાનો ઉછાળો આવી શકે છે.

આ કારણે ચાંદીના ભાવમાં વધારો થશે :

ચાંદીના ભાવ વધવાનું કારણ સોના અને ચાંદીના ભાવ વચ્ચેના રેશિયોને પણ જણાવવામાં આવી રહ્યો છે. અત્યારે સોનાની કિંમત અને ચાંદીની કિંમતનો ગુણોત્તર લગભગ 80 છે. ઐતિહાસિક રીતે તે 65 થી 75 ની રેન્જમાં રહે છે. આ કારણથી એવું માનવામાં આવે છે કે સોના કરતાં ચાંદીની કિંમત ઝડપથી વધી શકે છે.

દેશમાં સોનાની સાથે ચાંદીનો વપરાશ પણ ઘણો વધારે છે. ભારત તેની ચાંદીની જરૂરિયાતના 90 ટકા જેટલી આયાત કરે છે. આંકડા અનુસાર વર્ષ 2022માં ભારતે લગભગ 9,500 ટન ચાંદીની આયાત કરી હતી.

આ પણ વાંચો :-

જૂની કાર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો ખાસ ધ્યાનમાં રાખજો આ વાતો, નહીં તો થશે ભારે નુકસાન

If you are thinking  

  • જૂની કાર ખરીદ્યા પછી તમને ભવિષ્યમાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તેથી આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું. જેને અનુસરીને તમે કોઈપણ ટેન્શન વિના જૂની કાર ખરીદી શકો છો.

મોટાભાગના લોકો નવી કારમાં વધુ પૈસા ખર્ચવાને બદલે જૂની કાર (Old Car) ખરીદવાનું પસંદ કરે છે. કારણ કે ઉપયોગ કરવા માટે તેમને કાર પણ મળે છે અને તેના માટે વધારે પૈસા ચૂકવવા પડતા નથી. પણ ઘણી વખત એવું બને છે કે ઉતાવળમાં અથવા છેતરપિંડી (Fraud) દ્વારા તમને ખોટી અથવા ખરાબ કાર ખરીદી લો છો જે બાદ તમારે ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. જૂની કાર (Old Car) ખરીદ્યા પછી તમને ભવિષ્યમાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તેથી આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું. જેને અનુસરીને તમે કોઈપણ ટેન્શન વિના જૂની કાર ખરીદી શકો છો.

તમે સારી વપરાયેલી કાર ખરીદી રહ્યા છો તે કેવી રીતે તપાસવું :

– સૌથી પહેલા એક વાતનું ધ્યાન રાખો કે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો.
– આ પછી તમે જે કાર ખરીદવા માંગો છો તેની ઓવર-ઓલ કારની સ્થિતિ તપાસો. જો શક્ય હોય તો તમારી સાથે કોઈ સારા મિકેનિકને લઈ જાઓ.
– આ પછી ટેસ્ટ ડ્રાઈવ માટે એક વખત નહીં પણ ઘણી વખત જાઓ
– ટેસ્ટ ડ્રાઈવ પછી કારના સંપૂર્ણ મેન્ટેનન્સ રેકોર્ડને તપાસો કે ક્યારે અને કેટલા કારના ભાગોનું સમારકામ કરવામાં આવ્યું છે.
– આ પછી સૌથી મહત્વની બાબત એ છે કે તમે કારનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ યોગ્ય રીતે કરો.

અહીં મળે છે જૂની કાર :

જો તમે ઓનલાઈન કાર ખરીદવા માંગો છો તો ઓનલાઈન તમને ઘણા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે જે તમને ઓછી કિંમતે જૂની કાર ઓફર કરે છે. જેમાં કાર દેખો, કાર વાલે અને સ્પિની જેવા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. અહીંથી તમે કાર ડીલર સાથે ચેટ કરી શકો છો અને કારના લોકેશન પર જઈને જાતે કારનું ટેસ્ટિંગ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે તમે જૂની કાર ઓનલાઈન ખરીદી રહ્યા હોવ કે ઓફલાઈન કાર ખરીદી રહ્યા હોવ. આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

આ પણ વાંચો :-

આ ભાઈ હાથ-ગળામાં એટલું સોનું પહેરે છે કે જોઈને તમે ચોંકી જશો, જુઓ વિડીયો

0

This brother 

  • મિત્રો તમે સોશિયલ મીડિયા ઉપર અવારનવાર ઘણા બધા એવા કિસ્સાઓ સાંભળતા હશો આજે આપણે એવા જ એક કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના સાંભળીને તમને પણ નવાઈ લાગશે.

સોશિયલ મીડિયા (Social media) ઉપર તમે ઘણા બધા સોનું (Gold) પહેરવાના લોકોના શોખીન જોયા હશો અને આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ દુનિયામાં આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે લોકો ઘણા અમીર અને પૈસાવાળા હોતા હોય છે.

ઘણા લોકો તેમનું જીવન સાદાઈથી પણ જીવતા હોય છે આજે આપણે એક તેવા જ વ્યક્તિ વિષે વાત કરીશું આ વ્યક્તિ જયારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે એટલું બધું સોનું પહેરીને નીકળે છે કે તે જોઈને દરેક લોકો આશ્રય ચકિત થઇ જતા હોય છે.

દિગ્ગજ ગાયક અને મ્યૂઝિક કમ્પોઝર બપ્પી લહેરી સિંગિંગની સાથે પોતાની અલગ સ્ટાઈલ માટે પણ પ્રખ્યાત હતા એવું હંમેશા સોનાથી લદાયેલા રહેતા હતા આ વાત દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની હતી.આજે તમને એવા જ એક વ્યક્તિને મલાવીએ જે બપ્પી લહેરી ને સોનું પહેરવાની બાબતમાં ટક્કર આપે છે. દુનિયામાં અલગ-અલગ પ્રકારના લોકો રહે છે જે પોતાના વિચિત્ર શોખ માટે ચર્ચામાં રહે છે જેના વિશે આજે વાત થઈ રહી છે.

તે વ્યક્તિ પણ વિચિત્ર શોખને કારણે દુનિયાભરમાં ચર્ચિત છે ભલે દુનિયામાં અન્ય દેશોમાં સોનું સૌથી વધુ મળતું હોય. પરંતુ ભારત માં સોના ની સૌથી વધુ ખરીદી થાય છે ભારત એક એવો દેશ છે.જ્યાં સૌથી વધુ સોનાની ખરીદી થતી હોય છે સોનું એ લગભગ દરેક ભારતીય ના ઘરે હોય છે જ એવરેજ દરેક ભારતીય ઘરમાં 4 થી 5 તોલા સોનું હોય છે જ ભારતમાં રહેતા લોકોમાં સોનાની ખરીદીનો શોખ ઘણાને છે.

ત્યારે ઘણાં લોકો તો અઠળક સોનું પહેરીને નીકળે છે જેના કારણે તેઓ ખુબજ ચર્ચામાં રહેતાં હોય છે આજે આપણે એવાજ એક વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યાં છે જે એટલું સોનુ પેહરે છે કે તસવીરો જોઈ તમે પણ ચોકી જશો.દરેક વ્યક્તિને ખાસ પ્રકારના શોખ હોય છે આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ ભાઈને સોનુ પહેરવાનો જબરો શોખ છે ખરેખર આ ભાઈએ 100 તોલાથી પણ વધારે સોનું પહેર્યું હશે કારણ કે તમે જોઈ શકો છો.

દરેક વ્યક્તિને ખાસ પ્રકારના શોખ હોય છે આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ ભાઈને સોનું પહેરવાનો જબરો શોખ છે ખરેખર આ ભાઈએ 100 તોલાથી પણ વધારે સોનું પહેર્યું હશે કારણ કે તમે જોઈ શકો છો.

હાથની આંગળીથી લઈને કાંડા પર તેમજ ગળામાં સોનાનો ચેન અને વીંટીઓ પહેરી છે આ ભાઈ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ એક રાજકીય નેતા અને ઉદ્યોગપતિ છે આ ભાઈ બીજું કોઈ નહિ પરંતુ તેલગણામાં રાષ્ટ્ર સમિતિ પાર્ટીના નેતા છે.

આ પણ વાંચો :-

 

ખાવા-પીવાની આ વસ્તુઓને ફ્રીજમાં ન કરવી જોઈએ સ્ટોર, તેને ખાવાથી શરીરને થાય છે ગંભીર નુકસાન

These food and drink 

Kitchen Tips : સામાન્ય રીતે દરેક ઘરના ફ્રીજમાં દૂધ, દહીં, છાશ, ફળ, શાકભાજી, ચોકલેટ જેવી અલગ અલગ વસ્તુઓ રાખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને ફ્રીજમાં રાખવી જોઈએ નહીં. ?

દૈનિક જરૂરીયાતની મોટાભાગની વસ્તુઓને ફ્રીજમાં રાખવામાં આવે છે જેથી તેને ખરાબ થતી અટકાવી શકાય. સામાન્ય રીતે દરેક ઘરના ફ્રીજમાં દૂધ, દહીં, છાશ, ફળ, શાકભાજી, ચોકલેટ જેવી અલગ અલગ વસ્તુઓ રાખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને ફ્રીજમાં રાખવી જોઈએ નહીં. ? આ વસ્તુઓને ફ્રીજમાં સ્ટોર કરી તેનો ખાવાપીવામાં ઉપયોગ કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. તો ચાલો જાણીએ કઈ કઈ છે આ વસ્તુઓ.

બ્રેડ – ઘરમાં બ્રેડ આવે અને તેનો ઉપયોગ કર્યા બાદ બ્રેડ વધે તો તેને ફ્રીજમાં રાખવામાં આવે છે. પરંતુ આમ કરવું જોઈએ નહીં. ફ્રીજમાં રાખેલી બ્રેડથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

કેળા – ઘણી વખત લોકો કેળાને વધારે દિવસ સુધી તાજા રાખવા માટે ફ્રીઝમાં મુકે છે. પરંતુ આમ કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે ફ્રીઝમાં રાખવામાં આવેલા કેળામાંથી ઈથિલિન ગેસ નીકળે છે જેના કારણે તે અન્ય વસ્તુને પણ ખરાબ અસર કરે છે.

તરબૂચ તરબૂચને ફ્રીજમાં રાખવાથી પણ નુકસાન થઈ શકે છે. તેને ફ્રીઝમાં રાખવાથી તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટનો નાશ થઈ જાય છે અને તેનો સ્વાદ પણ બદલી જાય છે.

બટેટા બટેટાને પણ ફ્રીજમાં રાખવાથી તેમાં રહેલું સ્ટાર્ચ સડી જાય છે જેના કારણે તેનો સ્વાદ બગડે છે અને તે નુકસાન પણ કરે છે..

ટમેટા – ટમેટાને ફ્રીજમાં રાખવાથી તેની બહારની છાલ તો તાજી દેખાય છે. પરંતુ ટમેટા અંદરથી પોચા પડી જાય છે અને ઝડપથી સડી જાય છે. આ ટામેટા ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

આ પણ વાંચો :-

 

તમારી પાસે છે આ ૦૨ રૂપિયાનો સિક્કો ? જો તમારો જવાબ હા છે તો વાંચો આ લેખ

Do you have this 02 rupees coin

  • Quick Money Idea : દરેક વ્યક્તિ કંઈપણ કર્યા વિના લાખો રૂપિયા મેળવવાનું સપનું જુએ છે. આજે અમે તમને એવા જ એક આઈડિયા વિશે જણાવી રહ્યા છીએ. કારણ કે ઈન્ટરનેશનલ માર્કેટમાં બિઝનેસ કરીને તમે થોડી જ મિનિટોમાં લખપતિ બની શકો છો.

દરેક વ્યક્તિ કંઈપણ કર્યા વિના લાખો રૂપિયા મેળવવાનું સપનું જુએ છે. આજે અમે તમને એવા જ એક આઈડિયા વિશે જણાવી રહ્યા છીએ. કારણ કે ઈન્ટરનેશનલ માર્કેટમાં (International Market) બિઝનેસ કરીને તમે થોડી જ મિનિટોમાં લખપતિ બની શકો છો. ઈન્ટરનેશનલ માર્કેટ સાથે બિઝનેસ કરવા માટે તમારે આ 2 રૂપિયાના દુર્લભ સિક્કા શોધવા પડશે. જેને તમે ઘરે બેઠા ઈન્ટરનેશનલ માર્કેટમાં વેચી શકો છો. આ 2 રૂપિયાના સામાન્ય સિક્કાની (Coins) કિંમત બજારમાં 6 લાખ રૂપિયા છે. ઉપરાંત તેને વેચવાની રીત પણ ખૂબ જ સરળ છે.

બજારમાં એન્ટિક વસ્તુઓની માંગ વધી :

તમને જણાવી દઈએ કે આજકાલ બજારમાં એન્ટિક વસ્તુઓની માંગ ઘણી વધી ગઈ છે. જો તમારી પાસે આ એન્ટિક વસ્તુઓ છે તો તમે થોડી જ મિનિટોમાં લખપતિ બની શકો છો. તમને જણાવી દઈએ કે જો તમારી પિગી બેંક અથવા અલમારીમાં 1993 નો 2 રૂપિયાનો સિક્કો છે. તો તમે ઘરે બેઠા 6 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. મળતી માહિતી મુજબ, આ સિક્કાની પાછળ વર્લ્ડ ફૂડ ડે નિમિત્તે બનેલી ડિઝાઈન છે. Quikr વેબસાઈટ પર આ દુર્લભ સિક્કાઓની કિંમત 6 લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે.

આ સિક્કાઓની કિંમત 9 લાખ રૂપિયા છે :

તેવી જ રીતે જો તમારી પાસે બ્રિટિશ શાસન દરમિયાન બનેલા સિક્કા હોય. જો તેના પર રાણી વિક્ટોરિયાની તસવીર હોય તો આવા 1 રૂપિયાના સિક્કાની કિંમત 2 લાખ રૂપિયા સુધીની છે. તે જ સમય વર્ષ 1917માં બનેલા એક રૂપિયાના બ્રિટિશ સિક્કાની કિંમત 9 લાખ રાખવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ સિક્કાઓની ઈ-કોમર્સ સાઈટ Quikr પર હરાજી થઈ રહી છે. હવે તે વેચનાર અને ખરીદનાર પર નિર્ભર કરે છે કે તેઓ તેને કેટલામાં ખરીદે છે અને વેચે છે.

આ રીતે સિક્કા વેચો :

2 રૂપિયાનો સિક્કો વેચવા માટે તમારે ક્વિકર પર સેલર તરીકે પોતાને રજીસ્ટર કરાવવું પડશે. તે પછી સિક્કાના ફોટો ક્લિક કરો અને તેને અપલોડ કરો. આ માટે તમારે મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી પણ એડ કરવાના રહેશે. વેબસાઈટ તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીની ચકાસણી કરશે. તે પછી સિક્કા વેચવાની આગળની પ્રક્રિયા શરૂ થશે.

 

સવાર સવારમાં પહેલવાનોને મળવા પહોંચ્યા પ્રિયંકા ગાંધી, પૂછ્યું – આરોપીને… ?

0

Priyanka Gandhi  

  • કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે દિલ્હીના જંતર મંતર ખાતે પહોંચ્યા. પ્રિયંકા ગાંધી WFI ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પહેલવાનોના ધરણામાં જોડાયા છે. અત્રે જણાવવાનું કે પહેલવાનો પહેલા જ કહી ચૂક્યા છે કે આ વખતે તેઓ નેતાઓને પોતાના ધરણામાં આવવા નહીં દે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) આજે દિલ્હીના જંતર મંતર ખાતે પહોંચ્યા. પ્રિયંકા ગાંધી WFI ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ (Brijbhushan Sharan Singh) વિરુદ્ધ પહેલવાનોના ધરણામાં જોડાયા છે. અત્રે જણાવવાનું કે પહેલવાનો પહેલા જ કહી ચૂક્યા છે કે આ વખતે તેઓ નેતાઓને પોતાના ધરણામાં આવવા નહીં દે.

જે પણ આ લડતમાં અમારો સાથ આપવા માંગતા હોય તે આપી શકે છે. દિલ્હીના જંતર મંતર ખાતે પહેલવાનોના સાતમા દિવસે પણ ધરણા ચાલુ છે. પ્રિયંકા ગાંધીએ પહેલવાનો સાથે વાત કરી. કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડા પણ ધરણામાં સામેલ થયા. એવું કહેવાય છે કે આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ જંતર મંતર પહોંચશે.

પ્રિયંકા ગાંધીના સવાલ :

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ૦૨ એફઆઈઆર નોંધાઈ છે પરંતુ તેની કોપી હજુ સુધી મળી નથી. એફઆઈઆરમાં શું લખ્યું છે તે પણ જણાવવામાં આવ્યું નથી. આ છોકરીઓ જ્યારે મેડલ જીતીને આવે છે ત્યારે બધા વખાણ કરે છે. પરંતુ આજે જ્યારે તે રસ્તા પર ન્યાય માટે બેઠી છે ત્યારે કોઈ સાંભળનારું નથી. હજુ સુધી WFI ચીફનું રાજીનામું પડ્યું નથી. તપાસ ચાલુ છે પરંતુ તેમને પદ પરથી હટાવવામાં આવ્યા નથી.

બજરંગ પૂનિયાએ લગાવ્યો આ આરોપ :

પહેલવાન બજરંગ પૂનિયાએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસ ધરણા ખતમ કરાવવા માંગે છે. તેમણે ધરણા સ્થળની વીજળી, પાણી કાપવાનો પણ આરોપ લગાવ્યો છે. આ સાથે જ એવો પણ આરોપ લગાવ્યો કે તેમને અંદર ખાવાનું પણ લઈ જવા દેવામાં આવતા નથી. બજરંગ પુનિયાએ કહ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ ધરણા પર બેસશે.

આ પણ વાંચો :-

વોડકા પછી આર્યન ખાને શરુ કર્યો કપડાનો બિઝનેસ, જાણો કઈ છે બ્રાંડ અને કેટલી હશે કપડાની કીંમત

After Vodka

  • શાહરુખ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે આર્યન ખાનની બ્રાન્ડના લેધર જેકેટમાં જોવા મળે છે. બ્રાન્ડ એમ્બેસેડર શાહરુખ ખાન સહિત અન્ય મોડેલ આ કપડામાં જોવા મળે છે. આ બ્રાન્ડ અંતર્ગત જેકેટ, હુડી અને ટીશર્ટ સહિતના કપડા મળશે.

શાહરુખ ખાનના (Shah Rukh Khan) દીકરા આર્યન ખાને 25 વર્ષની ઉંમરમાં બીજો બિઝનેસ શરૂ કર્યો છે. આ પહેલા આર્યન ખાને પોતાની વોડકા બ્રાન્ડ (Vodka brand) લોન્ચ કરી હતી. ત્યારે હવે તેણે ક્લોથીંગ બિઝનેસ શરૂ કર્યો છે. જે અંતર્ગત તાજેતરમાં જ તેણે ડી યાવોલ એક્સ નામથી લક્ઝરી સ્ટ્રીટવેર બ્રાન્ડ (Luxury streetwear brand) લોન્ચ કરી છે. જેના માટેની જાહેરાત આર્યન ખાને (Aryan Khan) ડિરેક્ટ કરી હતી અને બ્રાન્ડ એમ્બેસેડર શાહરુખ ખાન છે.

શાહરુખ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે આર્યન ખાનની બ્રાન્ડના લેધર જેકેટમાં જોવા મળે છે. બ્રાન્ડ એમ્બેસેડર શાહરુખ ખાન સહિત અન્ય મોડેલ આ કપડામાં જોવા મળે છે. આ બ્રાન્ડ અંતર્ગત જેકેટ, હુડી અને ટીશર્ટ સહિતના કપડા મળશે. જોકે આ કપડાની કિંમત અંગે હજુ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ તેને ક્યાંથી ખરીદી શકાશે તે ખુલાસો થયો છે. 30 એપ્રિલ 2023 ના રોજ આ બ્રાન્ડની લિમિટેડ રિલીઝ કરવામાં આવશે.

આર્યન ખાને આ બિઝનેસ પોતાના બે મિત્રો સાથે મળીને શરૂ કર્યો છે. આ કપડાનું વેચાણ 30 એપ્રિલ થી શરૂ થશે. જોકે હાલ આ કપડા ઓનલાઈન જ મળશે. શાહરૂખ ખાને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે 30 તારીખે થોડા જ કપડાં સેલ માટે રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાને આ પહેલા પણ ખુલાસો કર્યો હતો કે તેના દીકરા આર્યન ખાનને અભિનયમાં રસ નથી. તેને રાઈટીંગ અને ડિરેક્શન માં રસ છે તે અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરે છે. આર્યન ખાને એક વેબ સિરીઝ માટે પણ રાઈટીંગ કર્યું છે. જેનું ડાયરેક્શન પણ તે જ કરશે. આ વેબ સિરીઝ રેડ ચિલિઝના બેનર હેઠળ બનશે. ચર્ચા એવી પણ છે કે આ વેબ સિરીઝ amazon prime વિડીયો પર રિલીઝ થશે.

આ પણ વાંચો :-

AC કરતા પણ વધુ  ઠંડક આપે છે આ કૂલર, ધાબળામાં છૂપાઈને બેસી જવું પડે

0

This cooler

  • જ્યારે એક કન્ડીશનર એટલું વપરાશમાં નહતું ત્યારે મોટાભાગના લોકો પંખાના ભરોસે જ ઘરમાં ઠંડક રાખતા હતા. ત્યારબાદ જેમ જેમ સમય વીતતો ગયો માર્કેટમાં કૂલિંગના અનેક પ્રોડક્ટસ આવવા લાગ્યા. જેમાંથી એક એવું કૂલર પણ સામેલ હતું જે એર કંડીશનર જેવી જ ઠંડક ફેંકતું હતું.

જ્યારે એર કન્ડીશનર (Air conditioner) એટલું વપરાશમાં નહતું ત્યારે મોટાભાગના લોકો પંખાના ભરોસે જ ઘરમાં ઠંડક રાખતા હતા. ત્યારબાદ જેમ જેમ સમય વીતતો ગયો માર્કેટમાં કૂલિંગના અનેક પ્રોડક્ટ્સ આવવા લાગ્યા. જેમાંથી એક એવું કૂલર પણ સામેલ હતું જે એર કંડીશનર જેવી જ ઠંડક ફેંકતું હતું. પરંતુ તેની કિંમત એટલી ઓછી હતી જેનો તમે અંદાજો પણ ન લગાવી શકો.

એટલું જ નહીં આજે અમે તમને જે કૂલર વિશે જણાવીશું તે એર કંડશનરની સરખામણીમાં વીજળીનો વપરાશ પણ ઓછો કરે છે. તેનો ઉપયોગ લગભગ 3 દાયકાથી સતત થઈ રહ્યો છે. આવામાં તમે પણ જો ઘરને ઠંડુ રાખવા માંગતા હોવ તો આજે અમે તમને આ કૂલર વિશે જણાવીશું જે તમે 3000 રૂપિયાની શરૂઆતની કિંમતથી ખરીદી શકો છો અને ઘરમાં લગાવીને કૂલિંગ કરી શકો છો.

કયું છે આ કૂલર :

જે કૂલરની આજે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ નાગપુરી કૂલર છે. હકીકતમાં આ જૂના સ્ટાઈલના કૂલર જેવું જ હોય છે પરંતુ તે આ કૂલર્સ કરતા અલગ છે. તેનું કૂલિંગ લાજવાબ હોય છે અને તે તમારા ઘરને એકદમ ઠંડુ કરી નાખવામાં સક્ષમ છે. ગણતરીની મિનિટોમાં આ કૂલર મોટા રૂમને ઠંડો કરી નાખે છે અને જ્યારે ગરમી ચરમસીમાએ હોય છે ત્યારે તે સૌથી સારી રીતે કરે છે. આવામાં આ કૂલર ઘરમાં એવો ભેજ જાળવી રાખે છે જે નેચરલ રીતે ઘરમાં ઠંડક આપે છે.

કઈ રીતે કરે છે કામ :

અત્રે જણાવવાનું કે નાગપુરી કૂલરી ડિઝાઈન થોડી કોમ્પ્લિકેટેડ ચોક્કસ હોય છે પરંતુ તેની ડિઝાઈનના કારણે જ તે સારી રીતે ઠંડક આપે છે. નાગપુરી કૂલરને માઈલ્ડ સ્ટીલથી તૈયાર કરાય છે જે હળવું હોવા સાથે ખુબ મજબૂત પણ રહે છે. અત્રે જણાવવાનું કે કૂલરના મોટાભાગના હિસ્સાને ખુલ્લા રાખવામાં આવે છે. આ હિસ્સાઓમાં ખસની ઘાસ લગાવવામાં આવે છે.

એટલું જ નહીં તેમાં એક મોટો ફેન અને નાનો વોટરપંપ પણ હોય છે. જેના કારણે કૂલર સારી ઠંડક આપે છે. ઘાસ પર પાણી પડે અને તે ઠંડુ થઈ જાય છે અને જ્યારે તેમાંથી ગરમ હવા અંદર આવે તો તે પણ ઠંડી થઈ જાય છે. જેને મોટા ફેનથી સામેની તરફ ફેંકવામાં આવે છે. આ કૂલરને માર્કેટમાં 3000 રૂપિયાથી લઈને 10000 રૂપિયામાં ખરીદી શકાય છે.

આ પણ વાંચો :-

શાહરૂખ ખાનની મુશ્કેલીમાં થયો વધારો ! મહિલાની ફરિયાદને આધારે ભરવો પડશે લાખોનો દંડ 

0

Shah Rukh Khan

  • Complaint Against Shah Rukh Khan : પ્રિયંકા એ જણાવ્યું હતું કે જાહેરાતમાં જે રીતે વાત કહેવામાં આવી હતી તે એકદમ ખોટી હતી. જાહેરાતમાં મિસલીડીંગ ઈન્ફોર્મેશન શેર કરવામાં આવી હતી. જાહેરાતમાં જે રીતે કહેવામાં આવે છે તે રીતે મહિલાને કોચિંગ પણ આપવામાં આવ્યું નહીં..

છેલ્લા કેટલાક સમયથી એક પછી એક વિવાદમાં શાહરુખ ખાનનું (Shah Rukh Khan) નામ ચર્ચામાં રહે છે. વધુ એક વખત શાહરુખ ખાનનું નામ એક વિવાદમાં આવ્યું છે જેમાં કોર્ટે તેમને દંડ પણ ફટકાર્યો છે. જાણવા મળતી માહિતી અનુસાર બાયજુસના લોકલ મેનેજર અને શાહરુખ ખાન વિરુદ્ધ મધ્યપ્રદેશની (Madhya Pradesh) એક મહિલાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. તેવામાં ગ્રાહક કોર્ટે છેતરપિંડીના (Fraud) કેસમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.

કમિશનનું કહેવું છે કે શાહરુખ ખાન અને બાયજુસના લોકલ મેનેજરે મધ્યપ્રદેશની મહિલા પ્રિયંકા દીક્ષિતને 1, 08,000 ની ફી આપવી પડશે આ ઉપરાંત 12 ટકા વ્યાજ પણ આપવું પડશે જે બંને સાથે મળીને આપવાનું છે. આ ઉપરાંત કેસ દાખલ કરવાના 5,000 અને નાણાકીય તેમજ માનસિક રીતે જે પરેશાની થઈ તેના માટે 50000 રૂપિયા ચૂકવવા પડશે. પ્રિયંકા દીક્ષિતને આ રકમ એક સાથે અથવા તો અલગ અલગ પણ આપી શકાય છે.

કમિશન એ એવું પણ જણાવ્યું હતું કે વારંવાર બોલાવવા છતાં બંને હાજર ન રહેવાના કારણે તેમના વિરુદ્ધ એક તરફી એક્શન લેવામાં આવી છે. પ્રિયંકા એ જણાવ્યું હતું કે જાહેરાતમાં જે રીતે વાત કહેવામાં આવી હતી તે એકદમ ખોટી હતી. જાહેરાતમાં મિસલીડીંગ ઈન્ફોર્મેશન શેર કરવામાં આવી હતી. જાહેરાતમાં જે રીતે કહેવામાં આવે છે તે રીતે મહિલાને કોચિંગ પણ આપવામાં આવ્યું નહીં અને તેને કોઈ ટીચર પણ અસાઇન કરવામાં ન આવ્યો. આ ઉપરાંત નિયમ અનુસાર રિફંડ પણ મહિલાને આપવામાં ન આવ્યું.

પ્રિયંકા દીક્ષિત એ આ મામલે શાહરુખ ખાનને મુખ્ય આરોપી કહ્યો હતો. તેણે કહ્યું હતું કે તેને સર્વિસ ની તૈયારી શરૂ કરી અને 13 જાન્યુઆરી 2021 ના રોજ શાહરુખ ખાનની જાહેરાત જોઈને મહિલા બાઈજુસ તરફ આકર્ષિત થઈ હતી. પરંતુ તેને એ વાતની ખબર ન હતી કે તેને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે. સૌથી પહેલા તેણે પોતાના રિફંડ માટે રિક્વેસ્ટ મોકલી પરંતુ કોઈ પ્રતિ ઉત્તર નો મળ્યો ત્યારબાદ તેણે કેસ ફાઈલ કર્યો.