HomeNationalશાહરૂખ ખાનની મુશ્કેલીમાં થયો વધારો ! મહિલાની ફરિયાદને આધારે ભરવો પડશે લાખોનો...

શાહરૂખ ખાનની મુશ્કેલીમાં થયો વધારો ! મહિલાની ફરિયાદને આધારે ભરવો પડશે લાખોનો દંડ 

Date:

Related stories

ટ્રોફી ન સ્વીકાર્યા બાદ શું હતું મોહસિન નકવીનું રિએક્શન? BCCI અધિકારીએ કર્યો મોટો ખુલાસો

ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો,...

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...
spot_img

Shah Rukh Khan

  • Complaint Against Shah Rukh Khan : પ્રિયંકા એ જણાવ્યું હતું કે જાહેરાતમાં જે રીતે વાત કહેવામાં આવી હતી તે એકદમ ખોટી હતી. જાહેરાતમાં મિસલીડીંગ ઈન્ફોર્મેશન શેર કરવામાં આવી હતી. જાહેરાતમાં જે રીતે કહેવામાં આવે છે તે રીતે મહિલાને કોચિંગ પણ આપવામાં આવ્યું નહીં..

છેલ્લા કેટલાક સમયથી એક પછી એક વિવાદમાં શાહરુખ ખાનનું (Shah Rukh Khan) નામ ચર્ચામાં રહે છે. વધુ એક વખત શાહરુખ ખાનનું નામ એક વિવાદમાં આવ્યું છે જેમાં કોર્ટે તેમને દંડ પણ ફટકાર્યો છે. જાણવા મળતી માહિતી અનુસાર બાયજુસના લોકલ મેનેજર અને શાહરુખ ખાન વિરુદ્ધ મધ્યપ્રદેશની (Madhya Pradesh) એક મહિલાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. તેવામાં ગ્રાહક કોર્ટે છેતરપિંડીના (Fraud) કેસમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.

કમિશનનું કહેવું છે કે શાહરુખ ખાન અને બાયજુસના લોકલ મેનેજરે મધ્યપ્રદેશની મહિલા પ્રિયંકા દીક્ષિતને 1, 08,000 ની ફી આપવી પડશે આ ઉપરાંત 12 ટકા વ્યાજ પણ આપવું પડશે જે બંને સાથે મળીને આપવાનું છે. આ ઉપરાંત કેસ દાખલ કરવાના 5,000 અને નાણાકીય તેમજ માનસિક રીતે જે પરેશાની થઈ તેના માટે 50000 રૂપિયા ચૂકવવા પડશે. પ્રિયંકા દીક્ષિતને આ રકમ એક સાથે અથવા તો અલગ અલગ પણ આપી શકાય છે.

કમિશન એ એવું પણ જણાવ્યું હતું કે વારંવાર બોલાવવા છતાં બંને હાજર ન રહેવાના કારણે તેમના વિરુદ્ધ એક તરફી એક્શન લેવામાં આવી છે. પ્રિયંકા એ જણાવ્યું હતું કે જાહેરાતમાં જે રીતે વાત કહેવામાં આવી હતી તે એકદમ ખોટી હતી. જાહેરાતમાં મિસલીડીંગ ઈન્ફોર્મેશન શેર કરવામાં આવી હતી. જાહેરાતમાં જે રીતે કહેવામાં આવે છે તે રીતે મહિલાને કોચિંગ પણ આપવામાં આવ્યું નહીં અને તેને કોઈ ટીચર પણ અસાઇન કરવામાં ન આવ્યો. આ ઉપરાંત નિયમ અનુસાર રિફંડ પણ મહિલાને આપવામાં ન આવ્યું.

પ્રિયંકા દીક્ષિત એ આ મામલે શાહરુખ ખાનને મુખ્ય આરોપી કહ્યો હતો. તેણે કહ્યું હતું કે તેને સર્વિસ ની તૈયારી શરૂ કરી અને 13 જાન્યુઆરી 2021 ના રોજ શાહરુખ ખાનની જાહેરાત જોઈને મહિલા બાઈજુસ તરફ આકર્ષિત થઈ હતી. પરંતુ તેને એ વાતની ખબર ન હતી કે તેને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે. સૌથી પહેલા તેણે પોતાના રિફંડ માટે રિક્વેસ્ટ મોકલી પરંતુ કોઈ પ્રતિ ઉત્તર નો મળ્યો ત્યારબાદ તેણે કેસ ફાઈલ કર્યો.

Subscribe

Latest stories

spot_img