જૂની કાર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો ખાસ ધ્યાનમાં રાખજો આ વાતો, નહીં તો થશે ભારે નુકસાન

Share this story

If you are thinking  

  • જૂની કાર ખરીદ્યા પછી તમને ભવિષ્યમાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તેથી આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું. જેને અનુસરીને તમે કોઈપણ ટેન્શન વિના જૂની કાર ખરીદી શકો છો.

મોટાભાગના લોકો નવી કારમાં વધુ પૈસા ખર્ચવાને બદલે જૂની કાર (Old Car) ખરીદવાનું પસંદ કરે છે. કારણ કે ઉપયોગ કરવા માટે તેમને કાર પણ મળે છે અને તેના માટે વધારે પૈસા ચૂકવવા પડતા નથી. પણ ઘણી વખત એવું બને છે કે ઉતાવળમાં અથવા છેતરપિંડી (Fraud) દ્વારા તમને ખોટી અથવા ખરાબ કાર ખરીદી લો છો જે બાદ તમારે ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. જૂની કાર (Old Car) ખરીદ્યા પછી તમને ભવિષ્યમાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તેથી આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું. જેને અનુસરીને તમે કોઈપણ ટેન્શન વિના જૂની કાર ખરીદી શકો છો.

તમે સારી વપરાયેલી કાર ખરીદી રહ્યા છો તે કેવી રીતે તપાસવું :

– સૌથી પહેલા એક વાતનું ધ્યાન રાખો કે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો.
– આ પછી તમે જે કાર ખરીદવા માંગો છો તેની ઓવર-ઓલ કારની સ્થિતિ તપાસો. જો શક્ય હોય તો તમારી સાથે કોઈ સારા મિકેનિકને લઈ જાઓ.
– આ પછી ટેસ્ટ ડ્રાઈવ માટે એક વખત નહીં પણ ઘણી વખત જાઓ
– ટેસ્ટ ડ્રાઈવ પછી કારના સંપૂર્ણ મેન્ટેનન્સ રેકોર્ડને તપાસો કે ક્યારે અને કેટલા કારના ભાગોનું સમારકામ કરવામાં આવ્યું છે.
– આ પછી સૌથી મહત્વની બાબત એ છે કે તમે કારનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ યોગ્ય રીતે કરો.

અહીં મળે છે જૂની કાર :

જો તમે ઓનલાઈન કાર ખરીદવા માંગો છો તો ઓનલાઈન તમને ઘણા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે જે તમને ઓછી કિંમતે જૂની કાર ઓફર કરે છે. જેમાં કાર દેખો, કાર વાલે અને સ્પિની જેવા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. અહીંથી તમે કાર ડીલર સાથે ચેટ કરી શકો છો અને કારના લોકેશન પર જઈને જાતે કારનું ટેસ્ટિંગ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે તમે જૂની કાર ઓનલાઈન ખરીદી રહ્યા હોવ કે ઓફલાઈન કાર ખરીદી રહ્યા હોવ. આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

આ પણ વાંચો :-