સવાર સવારમાં પહેલવાનોને મળવા પહોંચ્યા પ્રિયંકા ગાંધી, પૂછ્યું – આરોપીને… ?

Share this story

Priyanka Gandhi  

  • કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે દિલ્હીના જંતર મંતર ખાતે પહોંચ્યા. પ્રિયંકા ગાંધી WFI ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પહેલવાનોના ધરણામાં જોડાયા છે. અત્રે જણાવવાનું કે પહેલવાનો પહેલા જ કહી ચૂક્યા છે કે આ વખતે તેઓ નેતાઓને પોતાના ધરણામાં આવવા નહીં દે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) આજે દિલ્હીના જંતર મંતર ખાતે પહોંચ્યા. પ્રિયંકા ગાંધી WFI ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ (Brijbhushan Sharan Singh) વિરુદ્ધ પહેલવાનોના ધરણામાં જોડાયા છે. અત્રે જણાવવાનું કે પહેલવાનો પહેલા જ કહી ચૂક્યા છે કે આ વખતે તેઓ નેતાઓને પોતાના ધરણામાં આવવા નહીં દે.

જે પણ આ લડતમાં અમારો સાથ આપવા માંગતા હોય તે આપી શકે છે. દિલ્હીના જંતર મંતર ખાતે પહેલવાનોના સાતમા દિવસે પણ ધરણા ચાલુ છે. પ્રિયંકા ગાંધીએ પહેલવાનો સાથે વાત કરી. કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડા પણ ધરણામાં સામેલ થયા. એવું કહેવાય છે કે આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ જંતર મંતર પહોંચશે.

પ્રિયંકા ગાંધીના સવાલ :

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ૦૨ એફઆઈઆર નોંધાઈ છે પરંતુ તેની કોપી હજુ સુધી મળી નથી. એફઆઈઆરમાં શું લખ્યું છે તે પણ જણાવવામાં આવ્યું નથી. આ છોકરીઓ જ્યારે મેડલ જીતીને આવે છે ત્યારે બધા વખાણ કરે છે. પરંતુ આજે જ્યારે તે રસ્તા પર ન્યાય માટે બેઠી છે ત્યારે કોઈ સાંભળનારું નથી. હજુ સુધી WFI ચીફનું રાજીનામું પડ્યું નથી. તપાસ ચાલુ છે પરંતુ તેમને પદ પરથી હટાવવામાં આવ્યા નથી.

બજરંગ પૂનિયાએ લગાવ્યો આ આરોપ :

પહેલવાન બજરંગ પૂનિયાએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસ ધરણા ખતમ કરાવવા માંગે છે. તેમણે ધરણા સ્થળની વીજળી, પાણી કાપવાનો પણ આરોપ લગાવ્યો છે. આ સાથે જ એવો પણ આરોપ લગાવ્યો કે તેમને અંદર ખાવાનું પણ લઈ જવા દેવામાં આવતા નથી. બજરંગ પુનિયાએ કહ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ ધરણા પર બેસશે.

આ પણ વાંચો :-