સોનું નહીં હવે ચાંદી પણ કરાવશે ટનાટન કમાણી, જાણો ક્યાં સુધી અને કેટલા ટકા સુધી વધશે ભાવ

Share this story
Not gold
  • Silver Rate Will Increase Rapidly : ચાંદી હાલમાં રૂ. 75,000 પ્રતિ કિલોની આસપાસ કારોબાર કરી રહી છે. નિષ્ણાતોના મતે આગામી 9થી 12 મહિનામાં ચાંદીની કિંમત 85,000 રૂપિયાથી વધીને 90,000 રૂપિયા પ્રતિ કિલો થઈ શકે છે. આવી સ્થિતિમાં ચાંદીમાં લગભગ 20 ટકાનો ઉછાળો આવી શકે છે.

આપણા દેશમાં પ્રાચીન સમયથી લોકો સોનું (Gold) ખરીદવામાં વધુ રસ લેતા જોવા મળે છે. કારણ કે એવું માનવામાં આવે છે કે સોનું રોકાણનું શ્રેષ્ઠ માધ્યમ છે. સમય આવે ત્યારે ઘણો ફાયદો આપે છે. આ કારણોસર લોકો સોનામાં વધુને વધુ રોકાણ કરે છે. જો કે આ વાત ઘણી હદ સુધી સાચી પણ છે. પરંતુ હવે અમે તમને જે જણાવી રહ્યા છીએ તે જાણીને તમને આશ્ચર્ય થશે. વાસ્તવમાં નિષ્ણાતોના મતે ચાંદી (Silver) થોડા સમય માટે વધુ કમાણી કરાવી આપે છે.

ચાંદીની વેપારી માંગમાં વધારો :

આંકડાઓ અનુસાર જાન્યુઆરી 2023 થી અત્યાર સુધીમાં સોના અને ચાંદીએ લગભગ 11 ટકાનો નફો કર્યો છે. નિષ્ણાતોનું માનીએ તો હવે સોના કરતાં ચાંદીનો ભાવ વધુ વધશે. તેનું સૌથી મોટું કારણ ચાંદીની બિઝનેસ ડિમાન્ડમાં વધારો હોવાનું કહેવાય છે. આ સાથે રોકાણ માટે ચાંદીની માંગ યથાવત રહેશે. આવી સ્થિતિમાં જો તમે પણ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે ચાંદી ખરીદીને રાખી શકો છો.

ચાંદી હાલમાં રૂ. 75,000 પ્રતિ કિલોની આસપાસ કારોબાર કરી રહી છે. નિષ્ણાતોના મતે આગામી 9થી 12 મહિનામાં ચાંદીની કિંમત 85,000 રૂપિયાથી વધીને 90,000 રૂપિયા પ્રતિ કિલો થઈ શકે છે. આવી સ્થિતિમાં ચાંદીમાં લગભગ 20 ટકાનો ઉછાળો આવી શકે છે.

આ કારણે ચાંદીના ભાવમાં વધારો થશે :

ચાંદીના ભાવ વધવાનું કારણ સોના અને ચાંદીના ભાવ વચ્ચેના રેશિયોને પણ જણાવવામાં આવી રહ્યો છે. અત્યારે સોનાની કિંમત અને ચાંદીની કિંમતનો ગુણોત્તર લગભગ 80 છે. ઐતિહાસિક રીતે તે 65 થી 75 ની રેન્જમાં રહે છે. આ કારણથી એવું માનવામાં આવે છે કે સોના કરતાં ચાંદીની કિંમત ઝડપથી વધી શકે છે.

દેશમાં સોનાની સાથે ચાંદીનો વપરાશ પણ ઘણો વધારે છે. ભારત તેની ચાંદીની જરૂરિયાતના 90 ટકા જેટલી આયાત કરે છે. આંકડા અનુસાર વર્ષ 2022માં ભારતે લગભગ 9,500 ટન ચાંદીની આયાત કરી હતી.

આ પણ વાંચો :-