Home Blog Page 1089

Vijay Deverakonda Birthday : વિજય પાસે નહોતા ભાડું ચુકવવાના પૈસા, જાણો કઈ રીતે બન્યો સિનેમાનો અર્જુન

Vijay Deverakonda Birthday
  • Vijay Deverakonda : આજની તારીખમાં સિનેમા પર રાજ કરનાર વિજય દેવેરાકોંડાએ એક સમયે ઘણો સંઘર્ષ કર્યો હતો. તેને યાદ કરીને તે ઘણીવાર ભાવુક થઈ જાય છે.

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના (South Film Industry) સુપરસ્ટાર કહેવાતા વિજય દેવેરાકોંડાનો (Vijay Deverakonda) આજે જન્મદિવસ છે. વિજય ભલે આજે સફળતાના શિખરે છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે તેની પાસે ભાડું ભરવાના પૈસા પણ નહોતા. બર્થ ડે સ્પેશિયલમાં (Birthday Special) અમે તમને વિજય દેવેરાકોંડાના સંઘર્ષનો પરિચય કરાવી રહ્યા છીએ.

વિજયનો જન્મ હૈદરાબાદમાં થયો હતો :

9 મે 1989ના રોજ હૈદરાબાદમાં જન્મેલા વિજય દેવરાકોંડાએ આજે ​​તે જે સ્થાન પર છે તે હાંસલ કરવા માટે સખત મહેનત કરી હતી. તેલુગુ પરિવારમાં જન્મેલા વિજયના પિતા દેવરકોંડા ગોવર્ધન રાવ દક્ષિણ ભારતીય ટીવી સ્ટાર રહી ચૂક્યા છે. આમ છતાં તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. તમને જાણીને નવાઈ લાગશે કે વિજય દેવરકોંડાનો પરિવાર તેમને તેમના નામથી નહીં. પરંતુ ‘રાઉડી‘ કહીને બોલાવે છે. તેની પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે. વિજય બાળપણથી ખૂબ જ સ્પષ્ટવક્તા છે જેના કારણે તેને ‘રાઉડી’ કહેવામાં આવે છે.

2011માં ડેબ્યૂ કર્યું હતું :

ફિલ્મી કરિયરની વાત કરીએ તો વિજય દેવરાકોંડાએ વર્ષ 2011માં ફિલ્મ ‘નુવવિલા’થી ડેબ્યૂ કર્યું હતું. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કરિયરના પ્રારંભિક તબક્કામાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણી વખત એવું પણ બન્યું કે તેમની પાસે ભાડું ચૂકવવાના પૈસા નહોતા પણ તેમણે હાર માની નહીં.

આ ફિલ્મથી ‘વિજય’ મળ્યો :

‘નુવવિલા’ પછી વિજય દેવરકોંડાએ ‘ડિયર કોમરેડ’, ‘મહેનતી’ અને ‘વર્લ્ડ ફેમસ લવર’ જેવી ઘણી ધાંસુ ફિલ્મોમાં કામ કર્યું. જોકે તેને 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અર્જુન રેડ્ડી‘થી ઓળખ મળી હતી. આ ફિલ્મ હિન્દીમાં પણ રીમેક કરવામાં આવી હતી. જેનું નામ કબીર સિંહ હતું.

જણાવી દઈએ કે વિજય દેવરકોંડાએ ફિલ્મ લિગરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ તેમને સફળતા મળી ન હતી. અભિનય ઉપરાંત વિજય દેવરકોંડા ફિલ્મ નિર્માતા પણ છે. તેમની કંપનીનું નામ ‘હિલ એન્ટરટેઈનમેન્ટ’ છે. આ સિવાય તેની પાસે રાઉડી વેર નામની કપડાંની બ્રાન્ડ પણ છે.

આ પણ વાંચો :-

શું તમારા બાળકના પગ વારંવાર દુખે છે ? તો લઈ આવો આ જાદુઈ ડિવાઈસ

Does your child’s feet often hurt?  

  • Custom Insoles : ઘણા વાલીઓને આ અંગે જાણકારી પણ હોતી નથી કે બાળકોના પગ શા માટે દુખે છે ? ફ્લેટ ફિટ બાળકોને ભવિષ્યમાં નાની ઉંમરમાં કમરનો દુખાવો અને ઘૂંટણનો આકાર બદલાઈ જવો વગેરે જેવી ફરિયાદ પણ થઈ શકે છે.

ઘણીવાર બાળકો સ્કૂલેથી આવતા અથવા તો રમતો રમીને આવ્યા બાદ ઘરે આવીને વારંવાર માતા-પિતાને ફરિયાદ કરે છે કે તેમના પગમાં દુખાવો છે. બાળકના પગનો દુખાવો (Leg pain) એ કોઈ સામાન્ય અથવા તો હળવાશમાં ન લઈ શકાય. જે બાળકના પગના તળિયા (Bottom) સમતળ હોવાના કારણે આ દુખાવો કારણભૂત છે.

100 માંથી 40 એવા બાળકો છે કે જેઓના પગ ફ્લેટ ફીટ હોવાના કારણે ચાલવા અને રમવા બાદ પગમાં દુખાવો થાય છે અને આવી સમસ્યાથી બાળકોને બચાવવા માટે હાલ વાલીઓ કસ્ટમાઈઝ ઈન્સોલ બનડાવી રહ્યા છે.

ખાસ કરીને કેટલીય વાર કેટલાક બાળકો પોતાના પગ દુખતા હોવાની ફરિયાદ માતાપિતાને કરતું હોય છે. આ દરમિયાન માતા પિતાએ આ વાત હળવાશથી ન લેવાના બદલે એક વાર પોતાના બાળકના પગના તળિયાને ચોક્કસથી ધ્યાનથી જોવાની વાલીઓને જરૂરીયાત છે. શક્ય છે કે તેમના બાળકના પગના તળિયા સામાન્ય નહીં, પરંતુ સમતળ હોય.

એક નજરમાં પગના તળિયા તમને જોવામાં ભલે સામાન્ય લાગે. પરંતુ તે તમારા બાળકના પગના દુખાવા માટે જવાબદાર હોઈ શકે છે. એક્સપર્ટ માની રહ્યા છે કે સમતળ તળિયાના કારણે બાળકો જ્યારે વધારે ચાલે અથવા તો રમે તો તેમના પગમાં દુખાવો શરૂ થઈ જાય છે અને વારંવાર તેઓ આ અંગે વાલીઓને ફરિયાદ પણ કરે છે.

ઘણા વાલીઓને આ અંગે જાણકારી પણ હોતી નથી કે બાળકોના પગ શા માટે દુખે છે ? ફ્લેટ ફિટ બાળકોને ભવિષ્યમાં નાની ઉંમરમાં કમરનો દુખાવો અને ઘૂંટણનો આકાર બદલાઈ જવો વગેરે જેવી ફરિયાદ પણ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં ઘણા વાલીઓ ઈન્સોલ બનાવી રહ્યા છે. જેના કારણે બાળકો ભવિષ્યમાં આવી સમસ્યાથી બચી શકે. બાળકોના પગની સાઈઝ પ્રમાણે ઈન્સોલ બનાવવામાં આવે છે અને તે શૂઝની અંદર મૂકવામાં આવે છે. જેથી તેને ચાલવામાં અને રમવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને ભવિષ્યમાં પણ તે અનેક સમસ્યાથી બચી શકે છે.

હાલ શાળાના વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યું છે કે પગના પંજા ફ્લેટ ફિટ એટલે કે સમતળ હોય છે. કેટલાકના પગમાં લો આર્ચ પણ જોવા મળે છે. જેના કારણે બાળકોને ઘણી પરેશાની થાય છે. બાળકો ઘરે આવીને ફરિયાદ કરે છે કે તેમના પગમાં પીડા થાય છે. જ્યારે આવા બાળકો વધારે ચાલે અથવા તો સ્પોર્ટ્સ એક્ટિવિટી કરે ત્યારે તેમને પગમાં દુખાવો થતો હોય છે.

આખા પગમાં અથવા તો કાલ્ફમાં દુખાવો થતો હોય છે અથવા તો રાત્રે કાલ્ફની નસો ચડી જાય છે. આ સમસ્યા બાળકોમાં વંશાનુંગત હોવાના કારણે થાય છે. માતા પિતા કે ઘરમાં કોઈ વૃધ્ધને આવી સમસ્યા થઈ હોય તો બાળકોના પગના તળિયા સપાટ જોવા મળે છે.

આવી સમસ્યા ત્યારે નિદાનમાં આવી શકે જ્યારે બાળકોના મસલ્સના હાડકાનો વિકાસ થાય છે ત્યારે એક પ્રોપર ગાઈડન્સ મળી શકે છે. જેથી ભવિષ્યમાં તેમને સમસ્યા ઓછી થાય. ભવિષ્યમાં આવા બાળકોને નાની ઉંમરમાં કમરનો દુખાવો, ઘૂંટણની સાઈઝ બદલાઈ જાય આવી અનેક સમસ્યાઓ થી બચાવી શકાય છે. ખાસ કરીને આવા ફ્લેટ ફિટ, હાઈ આર્ચ, લો આર્ચ ના બાળકોને કસ્ટમાઈઝ ઈન્સોલ બનાવવામાં આવે છે.

જે સોલ હોય છે તે બાળકોના પગના તળિયાના માપ પ્રમાણે અને જેટલો આર્ચ જરૂરી છે તે પ્રમાણે કસ્ટમાઈઝ બંને પગોના ઇનસોલ તૈયાર કરવામાં આવે છે. જે તેઓ શૂઝમાં પહેરતા હોય છે આ ઈન્સોલ દોઢથી બે વર્ષ સુધી ચાલે છે. જેના કારણે હાડકાનું અલાયમેન્ટ સારું કરી શકાય છે. સાથે મસલ્સ પણ ગ્રો થશે અને એના કારણે બાળકોની વર્ક કેપીબિલિટી સારી થઈ જાય છે.

આ પણ વાંચો :-

KKR Vs PBKS : KKRના કેપ્ટન નીતિશ રાણા મુશ્કેલીમાં ફસાયા, ચૂકવવા પડશે આટલા લાખ રૂપિયા

0

KKR Vs PBKS 

  • ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16ની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને પાંચ વિકેટથી હરાવીને પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે.

સોમવારે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16ની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) પંજાબ કિંગ્સને (Punjab Kings) પાંચ વિકેટથી હરાવીને પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે. પરંતુ આ શાનદાર જીત બાદ તરત જ કોલકત્તાના કેપ્ટન નીતિશ રાણાને (Captain Nitish Rana) મોટો ઝટકો લાગ્યો છે. નીતીશ રાણા સ્લો ઓવર રેટ માટે દોષિત ઠેરવ્યો છે અને તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આઈપીએલ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં આ માહિતી આપવામાં આવી છે. આ પ્રેસ રીલિઝમાં કહેવામાં આવ્યું છે કે, “કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતિશ રાણાને દંડ ફટકારવામાં આવ્યો છે. નીતીશ રાણા અને તેની ટીમ સ્લો ઓવર રેટ માટે દોષિત ઠેરવવામાં આવી છે. કોલકત્તા આ સીઝનમાં પ્રથમ વખત સ્લો ઓવર રેટ બદલ દોષિત ઠેરવામાં આવી છે જેના કારણે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

નોંધનીય છે કે જો નીતિશ રાણા અને કોલકત્તા આ સીઝનમાં ફરીથી સ્લો ઓવર રેટ બદલ દોષિત સાબિત થશે તો તેની મુશ્કેલીઓ વધી શકે છે. જો બીજી વખત દોષિત ઠરશે તો સમગ્ર મેચ ફી કાપવા ઉપરાંત એક મેચનો પ્રતિબંધ પણ લાગી શકે છે.

નીતિશ રાણાનું પ્રદર્શન શાનદાર રહ્યું :

જો કે પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં કેકેઆરના કેપ્ટન નીતિશ રાણાએ સારી ઇનિંગ રમી હતી. ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતરેલા રાણાએ 38 બોલમાં 51 રન બનાવ્યા હતા. રાણાની બેટિંગની મદદથી કેકેઆરએ પંજાબ કિંગ્સ સામે 180 રનનો મુશ્કેલ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

આ જીત સાથે KKRએ પ્લેઓફમાં રમવાની આશા જીવંત રાખી છે. આ સીઝનમાં 11 મેચ રમ્યા બાદ KKRના 10 પોઈન્ટ છે અને તે ટેબલમાં પાંચમા નંબર પર છે. જો કે પ્લેઓફમાં પ્રવેશ મેળવવા માટે KKRને છેલ્લી ત્રણ મેચ જીતવી પડશે.

આ પણ વાંચો :-

હવે અહીં બન્યું મા ઉમિયાનું ભવ્ય ધામ : ગુજરાતના ૫૧ પાટીદાર પરિવાર પાટલા યજમાન બનશે

Now the grand abode 

  • Patidar Ma Umiya Temple In America : અમેરિકામાં મા ઉમિયાના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થશે. રાજ્યમાંથી 51 પાટીદાર પરિવાર પાટલાના યજમાન તરીકે જોડાશે.

મા ઉમિયાના ભક્તો દેશ વિદેશમાં ફેલાયેલા છે. એક તરફ અમદાવાદના (Ahmedabad) જાસપુર ખાતે જ્યારે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું જગત જનની મા ઉમિયાનું મંદિર વિશ્વ ઉમિયાધામ (World Umiyadham) બની રહ્યું છે. ત્યારે બીજી તરફ પાટીદારો હવે મા ઉમિયાની ભક્તિને સાત સમુદ્ર પાર લઈ જઈ રહ્યાં છે.

અમેરિકાના (America) કંટકી સ્ટેટના રિચર્મડ શહેરમાં જગત જનની મા ઉમિયાનું મંદિર નિર્માણ પામ્યું છે. આગામી ૨૧ મે ૨૦૨૩ને રવિવારના દિવસે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેમાં ગુજરાતના ૫૧ પાટીદાર પરિવારો પાટલાના યજમાન તરીકે જોડાયા.

મા ઉમિયા નગરયાત્રાએ નીકળશે :

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૦૧ મે થી શરૂ કરી ૨૧ મે, ૨૦૨૩સુધી યોજાશે. અમેરિકાની ધરતી પર પહેલીવાર મા ઉમિયાનો આવો ભવ્ય ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે. રીચમોન્ડ શહેરમાં મા ઉમિયા વિશાળ નગર યાત્રાએ નીકળશે. સાથે જ નવચંડીનું પણ આયોજન કરાયું છે.

અમેરિકામાં બનેલું આ મંદિર ખાસ છે :

મંદિરમાં ઉમિયા માતાજીની મૂર્તિની સાથે અન્ય ૨૧ દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. તેમજ ગણપતિજી, હનુમાનજી, રાધા-કૃષ્ણ, શ્રીના શિવ પાર્વતી લક્ષ્મી નારાથા, રામ-સીતા અને નવગ્રહ, મા અંબા બહુચરાજી સહિત છ માતાજી બિરાજમાન છે.

જાસપુરમાં બની રહેલા ભવ્ય ઉમિયા ધામ માટે અમેરિકાના ૨૫ શહેરોમાં મીટિંગ કરવામાં આવશે. આ મીટિંગ વિશ્વ ઉમિયા ધામના ટ્રસ્ટીઓ દ્વારા કરવામા આવશે. ૬ ટ્રસ્ટીઓની ટીમ ૨૫ દિવસમાં આ બેઠકો કરશે. જેનો હેતુ મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાનો છે. અમેરિકાના ઉત્સવમાં રાજ્યમાંથી ૫૧ પાટીદાર પરિવાર પાટલાના યજમાન તરીકે જોડાશે.

આ પણ વાંચો :-

ખરગોનથી ઈન્દોર જઈ રહેલી બસ બેકાબૂ બની પુલ પરથી નીચે ખાબકી, ૧૫ મુસાફરોના મોત, ૨૫ ઘાયલ

0
Bus going from Khargone
  • મધ્ય પ્રદેશના ખરગોનથી ઈન્દોર જઈ રહેલી એક મુસાફર બસ પુલથી નીચે ખાબકી. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ આ ગોઝારા અકસ્માતમાં ૧૫ લોકોના મોત થયા છે. જ્યારે ૨૫ જેટલા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ઉન પોલીસ મથક હદના ગ્રામ દસંગા પુલ પર થયો.

મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ખરગોનથી ઈન્દોર જઈ રહેલી એક મુસાફર બસ પુલથી નીચે ખાબકી. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ આ ગોઝારા અકસ્માતમાં ૧૫ લોકોના મોત થયા છે. જ્યારે ૨૫ જેટલા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ઉન પોલીસ મથક હદના ગ્રામ દસંગા પુલ (Dasanga Bridge) પર થયો. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ અકસ્માત સવારે લગભગ ૯.૩૦ વાગે થયો.

આ અકસ્માત સવારે લગભગ ૯.૩૦ વાગે થયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેકાબૂ બનેલી બસ પુલ પરથી નીચે જઈ ખાબકી. બસ પુલ પરથી નીચે પડ્યા બાદ મોટો અવાજ સાંભળીને આજુબાજુના સ્થાનિકો ઘટનાસ્થળે દોડ્યા. સ્થાનિકોએ બસમાં ફસાયેલા મુસાફરોને કાઢવાનું શરૂ કર્યું અને અકસ્માત અંગે પોલીસને જાણ કરી. સૂચના મળતા જ એસપી, કલેક્ટર અને ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

ખરગોનના SP ધર્મવીર સિંહે કહ્યું કે બસ પુલ પરથી નીચે પડતા ૧૫ લોકોના મોત થયા છે. જ્યારે ૨૫ લોકો ઘાયલ થયા છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે.

સરકારે વળતરની કરી જાહરાત :

મધ્ય પ્રદેશ સરકારે ખરગોન બસ દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને ૦૪-૦૪ લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ લોકોને ૫૦-૫૦ હજાર રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને ૨૫-૨૫ હજાર રૂપિયા તત્કાળ સહાય આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો :-

 

લાઈવ પરફોર્મન્સ દરમિયાન ચાહકે Arijit Singh સાથે કરી એવી હરકત, સિંગરે લેવી પડી ડોક્ટરની મદદ

0

લાઈવ પરફોર્મન્સ દરમિયાન ચાહકે Arijit Singh સાથે કરી એવી હરકત, સિંગરે લેવી પડી ડોક્ટરની મદદ

  • સિંગર અરિજીત સિંહે તાજેતરમાં ઔરંગાબાદમાં પરફોર્મ કર્યું હતું. શોની સફળતા છતાં એક ઘટના બની જેમાં એક મહિલાએ અરિજિતનો હાથ ખેંચી લીધો જેનાથી ગાયકને ઈજા પહોંચી.

ચાહકો કેટલીકવાર તેમના મનપસંદ સેલેબ્સ માટે તેમનો પ્રેમ દર્શાવતી વખતે તેમની મર્યાદા ભૂલી જાય છે. હાલમાં જ એક લાઈવ કોન્સર્ટ દરમિયાન અરિજીત સિંહ (Arijit Singh) સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. સિંગર અરિજીત સિંહે (Singer Arijit Singh) તાજેતરમાં ઔરંગાબાદમાં (Aurangabad) પરફોર્મ કર્યું હતું. શોની સફળતા છતાં એક ઘટના બની જેમાં એક મહિલાએ અરિજિતનો હાથ ખેંચી લીધો. જેનાથી ગાયકને ઈજા પહોંચી.

ફેન્સની એક્શનથી અરિજિત ઘાયલ થયો હતો :

જો કે ઈન્ટરનેટ પર જે વસ્તુએ દરેકનું ધ્યાન ખેંચ્યું તે અરિજિતનું શાંત વર્તન હતું. જ્યારે તેણે ચાહકને આ કેમ ન કરવું જોઈએ તે સમજાવવાનો પ્રયાસ કર્યો. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અરિજિતને એમ કહેતા સાંભળી શકાય છે કે તમારે આ સમજવું પડશે. મારી વાત સાંભળો, બોલશો નહીં. તમે મજા કરી રહ્યા હતા, તે સારું છે, પરંતુ જો હું પરફોર્મ ન કરી શકું તો તમે કેવી રીતે મજા કરશો? તમે પુખ્ત અને પરિપક્વ વ્યક્તિ છો ને? તમે મારો હાથ કેમ ખેંચ્યો મારો હાથ હવે ધ્રૂજી રહ્યો છે. મારે જવું જોઈએ?”

ચાહકે માફી માંગી :

જ્યારે અરિજિતે પૂછ્યું “શું મારે જવું જોઈએ?” આકસ્મિક રીતે અરિજિતને ઈજા પહોંચાડનાર મહિલાએ ગાયકની ઘણી વખત માફી માંગી હતી. ઈન્ટરનેટ પર ચાહકોએ અરિજીતની પ્રશંસા કરી કે તેણે પરિસ્થિતિને કેવી રીતે સંભાળી. એક પ્રશંસકે કહ્યું, “તેણે પોતાનું મગજ ગુમાવ્યું નહી, અને હજુ પણ સમજાવી રહ્યો છે.” બીજાએ કહ્યું, “તે ખરેખર દુઃખદ છે પરંતુ અરિજિતે જે રીતે તેને સારી રીતે હેન્ડલ કર્યું તે અદ્ભુત છે.”

આ પણ વાંચો :-

‘ભૂત’એ પકડયા પગ અને પછી છોકરીની જે હાલત કરી…અત્યંત ડરામણો વીડિયો, કાચાપોચા ન જુએ

Ghost’ grabs the girl

  • Ghost viral video : સોશિયલ મીડિયા પર અવારનવાર ભાત ભાતના વીડિયો વાયરલ થતા રહે છે. જેને જોઈને ક્યારેક તો રૂવાડાં ઊભા થઈ જાય. હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરીનો પગ કોઈ અદ્રશ્ય શક્તિએ જાણે પકડી રાખ્યો હોય તેવું લાગે છે. આ શક્તિ કઈ છે તે કેમેરામાં દેખાતી નથી.

વાયરલ વીડિયોમાં (Viral video) તમે જોઈ શકો છો કે છોકરી તેના કામમાં વ્યસ્ત છે. ત્યારે અચાનક જમીન પર પડી જાય છે. ત્યારબાદ કોઈ છોકરીનો પગ પકડીને તેને સામેવાળા રૂમમાં લઈ જાય છે. છોકરીનો પગ કોઈ ખેંચી રહ્યું છે એ તો સારી પેઠે જોવા મળી રહ્યું છે. પરંતુ આ પગ કોણ ખેંચી રહ્યું છે તે દેખાતું નથી. થોડી પળો બાદ છોકરી રૂમમાંથી બૂમો પાડતી નીકળે છે.

ડરામણો વીડિયો થઈ રહ્યો છે વાયરલ :

ડરામણા વીડિયોને ટ્વિટર પર @mysteriesfootag નામના એકાઉન્ટથી શેર કરાયો છે. તેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે Ghost attacks woman at work. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.3 M વ્યૂઝ પણ મળી ચૂક્યા છે અને 10.9K લોકો તેને લાઈક કરી ચૂકયા છે.

આ વીડિયોને જોઈને યૂઝર્સ પણ પરેશાન છે અને મિક્સ રિસ્પોન્સ આપી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે છોકરી કઈ રીતે ડરની મારી રૂમની અંદરથી નીકળીને ભાગી રહી છે.

આ પણ વાંચો :-

Maruti Car Discounts : મારુતિની ગાડીઓ સાવ સસ્તામાં ! ડિસ્કાઉન્ટ સાંભળી કરવા લાગશો ડિસ્કો

Maruti Car Discounts

  • Maruti Car Discounts : દરેકનું સપનું હોય છે પોતાની ગાડી લેવાનું. એમાંય ભારતમાં તો જાણી કે આ કંપનીની ગાડીઓએ રીતસરની ધૂમ મચાવી છે. મીડલ ક્લાસમાં આ કંપનીની ગાડીઓની ખુબ જ ડિમાન્ડ છે.

મારુતિ સુઝુકી (Maruti Suzuki) તેના ગ્રાહકોને અલ્ટો 800 (ઉત્પાદન બંધ), અલ્ટો કે 10, સ્વિફ્ટ, વેગનઆર, ડીઝાયર, ઈકો, એસ-પ્રેસો જેવા મોડલ્સ પર વિવિધ ઓફર્સ ઓફર કરી રહી છે. આ મોડલ્સના CNG વેરિઅન્ટ પર પણ ઓફરનો લાભ લઈ શકાય છે.

મારુતિ સુઝુકી તેના ગ્રાહકોને અલ્ટો 800 (ઉત્પાદન બંધ), અલ્ટો K10, સ્વિફ્ટ, વેગનઆર, ડીઝાયર, ઇકો, એસ-પ્રેસો જેવા મોડલ્સ પર વિવિધ ઓફર્સ ઓફર કરી રહી છે. આ મોડલ્સના CNG વેરિઅન્ટ પર પણ ઓફરનો લાભ લઈ શકાય છે. ઓફરમાં રોકડ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસનો સમાવેશ થાય છે. મારુતિ દ્વારા આ મહિના (મે 2023) માટે ઓફર્સ રજૂ કરવામાં આવી છે. આ મહિને ગ્રાહકો આ ઓફર્સનો લાભ લઈ શકે છે.

મારુતિ કાર પર ડિસ્કાઉન્ટ ઓફર્સ :

મારુતિ અલ્ટો 800 પર 15,000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર

મારુતિ અલ્ટો K10 પર રૂ. 59,000 સુધીની ડિસ્કાઉન્ટ ઓફર

મારુતિ S-Presso પર 49,000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર

Maruti Eeco પર રૂ. 29,000 સુધીની ડિસ્કાઉન્ટ ઓફર

મારુતિ વેગનઆર પર 54,000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર

મારુતિ સેલેરિયો પર 54,000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર

મારુતિ સ્વિફ્ટ પર 54,000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર

મારુતિ ડિઝાયર પર 10,000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર

આ પણ વાંચો :-

ગુજરાતમાંથી ગુમ થયેલી 41 હજાર મહિલાઓનું શું છે સત્ય ? ગુજરાત પોલીસે કર્યો ધડાકો

0

What is the truth about 41 thousand

  • અત્રે ઉલ્લેખનીય છે ગુજરાત પોલીસે ટ્વીટ કરીને વધુમાં જણાવ્યું હતું કે ભારતીય સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર સ્થાનિક પોલીસ ગુમ વ્યક્તિની કેસોની તપાસ કરે છે અને રાષ્ટ્રીય સ્તરે સંકલનના ભાગરૂપે અન્ય રાજ્ય પોલીસ એકમો દ્વારા ટ્રેકિંગ કરવા માટે ડેટાને સમર્પિત વેબસાઈટમાં આપવામાં આવે છે.

આજના જમાનામાં સોશિયલ મીડિયા (Social Media) સૌથી મોટું હથિયાર બની ગયું છે. પરંતુ ફાયદા અને ગેરફાયદા છે. સોશિયલ મીડિયા પર દરરોજ લાખો પ્રકારની માહિતી અને સમાચારો શેર કરવામાં આવે છે. જેમાંથી ઘણા સમાચારો અને માહિતી પાયાવિહોણાની ફોરવર્ડેડ હોય છે. જેની કોઈપણ પ્રકારની ચકાસણી કર્યા વિના ધડાધડ ફોરવર્ડ કરવામાં આવે છે. જ્યારે કોઈ ગંભીર બાબત સરકાર કે તંત્રના ધ્યાને આવે છે તો આ અંગે તે ચોક્ક્સ ખુલાસો આપે છે.

તાજેતરમાં જ આવા એક સમાચાર ગુજરાતમાં વાયરલ થયા હતા જેને લઈને ખળભળાટ મચી ગયો છે. આ વાયરલ સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 40,000થી વધુ મહિલાઓ ગુમ થઈ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડા અનુસાર, વર્ષ 2016માં 7,105 મહિલાઓ, વર્ષ 2017માં 7,712, વર્ષ 2018માં 9,246 અને વર્ષ 2019માં 9,268 મહિલાઓ ગુમ થઈ હતી. જ્યારે વર્ષ 2020માં 8,290 મહિલાઓ ગુમ થઈ હોવાનું નોંધાયું હતું. પાંચ વર્ષમાં તેમની કુલ સંખ્યા 41,621 પર પહોંચી ગઈ છે.

જોકે આ સમાચાર અધુરા હતા. જેને લઈને ગુજરાત પોલીસ દ્વારા ખુલાસો કરતાં ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે વર્ષ 2016-2020 માં ગુજરાતમાંથી 41621 મહિલાઓ ગુમ થઈ હતી. પરંતુ આ પૈકી 39497 મહિલાઓને (94.90%) પરત મળી આવી છે  અને તેમના પરીવાર સાથે છે. આ બંને આંકડાઓ પણ NCRB દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેની ખરાઈ NCRBના પોર્ટર્લ પરથી પણ કરી શકાય છે. આમ જે સમાચાર અમુક માધ્યમોમાં પ્રકાશીત થયેલ છે તે અધૂરા અને ગેરમાર્ગે દોરનારા છે.

અત્રે ઉલ્લેખનીય છે ગુજરાત પોલીસે ટ્વીટ કરીને વધુમાં જણાવ્યું હતું કે ભારતીય સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર સ્થાનિક પોલીસ ગુમ વ્યક્તિની કેસોની તપાસ કરે છે અને રાષ્ટ્રીય સ્તરે સંકલનના ભાગરૂપે અન્ય રાજ્ય પોલીસ એકમો દ્વારા ટ્રેકિંગ કરવા માટે ડેટાને સમર્પિત વેબસાઈટમાં આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

 

બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહ્યું છે ‘મોચા’, આ રાજ્યોમાં પડશે ધોધમાર વરસાદ

0

Mocha

  • એપ્રિલ બાદ હવે મે મહિનાનું પહેલું અઠવાડિયું પણ પસાર થઈ ચૂક્યું છે. આમ છતાં હજુ પણ મે-જૂનવાળી ગરમી જોવા મળી રહી નથી. જેના કારણે બજારમાં પણ એસી અને કૂલરનો ધંધો ઠપ પડયો છે.

એપ્રિલ બાદ હવે મે મહિનાનું પહેલું અઠવાડિયું પણ પસાર થઈ ચૂક્યું છે. આમ છતાં હજુ પણ મે-જૂનવાળી ગરમી જોવા મળી રહી નથી. જેના કારણે બજારમાં પણ એસી અને કૂલરનો (Cooler) ધંધો ઠપ પડયો છે. વારંવાર પડી રહેલા વરસાદના કારણએ હજુ સુધી પારો સામાન્ય જોવા મળી રહ્યો છે. દિલ્હી (Delhi) એનસીઆર સહિત ઉત્તર ભારતમાં સોમવારે પણ વરસાદ પડયો. જેના  કારણે તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નીચે ગગડી ગયો.

15 મે સુધી પડશે વરસાદ :

એપ્રિલ અને હવે મે મહિનામાં આ કમોસમી વરસાદ વૈજ્ઞાનિકો માટે પણ અચંબાનો વિષય બન્યો છે. અનેક વર્ષો બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતની જગ્યાએ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં જોવા મળી રહી છે. જેના પગલે સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે વરસાદની આ સ્થિતિ 15મી મે સુધી જોવા મળી શકે છે. હવામાન વિભાગની તાજા અપડેટ મુજબ વરસાદ છતા દિલ્હી એનસીઆરમાં હવે તાપમાનમાં વધારાનો સિલસિલો જોવા મળશે.

આ જગ્યાઓ પર પડી શકે છે વરસાદ :

જો દેશમાં આગામી 24 કલાકના હવામાનની વાત કરીએ તો આંદમાન નિકોબાર દ્વિપ સમૂહના દક્ષિણી ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ધીરે ધીરે તે સમગ્ર આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહને કવર કરશે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને આંદમાન સાગરમાં સમુદ્રની સ્થિતિ ખુબ ખરાબ થશે અને સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠશે.

આ પણ વાંચો :-