Home Blog Page 1082

જોરદાર લુક અને ધાંસૂ માઈલેજ, ફક્ત આટલાં હજારમાં લઈ જાવ TVS Sports બાઈક, જોજો મોકો ચૂકતા નહી

Strong look and great mileage

  • Best Mileage Bike in India : આ રિપોર્ટમાં અમે તમને એવી બાઇક વિશે જણાવીશું જે હાઈ માઇલેજની સાથે આકર્ષક સ્પોર્ટી લુક આપે છે. આ બાઈક ટીવીએસ સ્પોર્ટ (TVS Sport) છે. જે વર્ષોથી ગ્રાહકોના દિલ પર રાજ કરી રહી છે.

ભારતના ટુ-વ્હીલર સેગમેન્ટમાં (Two-wheeler segment) માઈલેજવાળી બાઈકની ખૂબ માંગ છે. આ રિપોર્ટમાં અમે તમને એવી બાઇક વિશે જણાવીશું જે હાઈ માઈલેજની સાથે આકર્ષક સ્પોર્ટી લુક આપે છે. આ બાઈક ટીવીએસ સ્પોર્ટ (TVS Sport) છે. જે વર્ષોથી ગ્રાહકોના દિલ પર રાજ કરી રહી છે. પાવરફુલ એન્જિનની સાથે તેમાં ઘણી આધુનિક સુવિધાઓ પણ છે. આ બાઈક માત્ર સારી માઈલેજ આપે છે એટલું જ નહીં. તેની ડિઝાઈન પણ ખાસ કરીને સ્પોર્ટી અને આકર્ષક છે.

ભારતમાં TVS Sport બાઈકની કિંમત રૂ. 63,950 થી શરૂ થાય છે અને ટોપ-એન્ડ વેરિઅન્ટ માટે રૂ. 67,443 સુધી જાય છે. જોકે, તેના જૂના મોડલની કિંમત ઘણી ઓનલાઈન વેબસાઈટ પર ઘણી ઓછી છે. TVS સ્પોર્ટ બાઇકના જૂના મોડલ ખરીદવા અને વેચવા માટે ઘણી વેબસાઈટ ઉપલબ્ધ છે. આ રિપોર્ટમાં તમે આ ડીલ્સ વિશે જાણી શકો છો, જ્યાં તમને 25 હજારમાં આ બાઇક ખરીદવાનો મોકો મળશે. અમે આ બાઈક ઓનલાઈન વેબસાઈટ Droom પર જોઈ છે.

TVS Sport 100cc 2013 :

આ બાઈક માટે 27,500 રૂપિયા માંગવામાં આવ્યા છે. આ 2013 મોડલ TVS સ્પોર્ટ 28503 કિલોમીટર ચાલી ચૂકી છે. કાળા રંગની આ બાઇકનો રજીસ્ટ્રેશન નંબર DL 4S છે.

TVS Sport 100cc 2013 :

TVS સ્પોર્ટ 2013 ની છે અને અત્યાર સુધીમાં 25000 Km કરી ચૂકી છે. આ બાઇક માટે રૂ.25,500ની માંગણી કરવામાં આવી છે. બાઇકનો રંગ કાળો છે અને તેનો રજીસ્ટ્રેશન નંબર DL 7S છે.

આ પણ વાંચો :-

બોડીગાર્ડ સાથે બાઈકમાં બેસી ચાલી પડી અનુષ્કા શર્મા, VIDEO ઊતરતાં જોઈ જબરી ગુસ્સે ભરાઈ

Anushka Sharma sat

  • Anushka Sharma Bike Video: બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા બોડીગાર્ડની સાથે બાઈક સવારી કરતી નજરે પડી હતી. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અનુષ્કા શર્મા (Anushka Sharma) ફિલ્મ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત એક્ટ્રેસમાંની એક છે. ઘણાં લાંબા સમયથી અનુષ્કાની કોઈ નવી ફિલ્મ આવી નથી પરંતુ તે હંમેશા ચર્ચાનો વિષય રહે છે. સોશીયલ મીડિયા (Social media) પર અનુષ્કા ઘણી એક્ટિવ છે અને સતત ફેન્સને પોતાના લાઈફ અપડેટ્સ આપતી રહે છે. હાલમાં તેમનો બોડીગાર્ડ સાથેનો બાઈકવાળો વીડિયો વાયરલ થયો છે. વીડિયો કેપ્ચર કરતાં શખ્સ પર અનુષ્કા રોષે ભરાઈ હોય તેવું લાગી રહ્યું છે. જુઓ.

ઈંસ્ટાગ્રામ પર અનુષ્કા શર્માનો એક વીડિયો પોસ્ટ થયો છે જે હાલમાં ચર્ચાનો વિષય છે. આ વીડિયોમાં અનુષ્કા પોતાના બોડીગાર્ડની સાથે દેખાઈ રહી છે. બોડીગાર્ડની સાથે અનુષ્કા શર્મા બાઈક પર બેસે છે અને પછી તેઓ ક્યાંક જતાં નજરે પડે છે.

અનુષ્કા શર્માએ શા માટે બાઈકની સવારી લીધી?

વીડિયો સામે આવ્યાં બાદ જાણકારી મળી કે જૂહુમાં ઝાડ પડી જવાને લીધે રસ્તો બ્લોક થયો હતો અને ત્યાંથી કાર જઈ શકે તેમ નહોતી. અનુષ્કાને ક્યાંક જવું હતું તેથી તેમણે બાઈકની સવારી લીધઈ અને મુંબઈનાં રસ્તા પર બાઈકમાં ફરતી નજરે પડી હતી.

યૂઝરે કહ્યું કે હેલ્મેટ નથી પહેર્યો..

આ વીડિયો જોયા બાદ લોકો કમેન્ટ્સ કરવા લાગ્યાં હતાં. ધ હંગરી સ્વેપી નામના એક ઈંસ્ટાગ્રામ યૂઝરે લખ્યું કે” ના મેડમે હેલ્મેટ પહેર્યું છે અને ન તેના બોડીગાર્ડે.” અન્ય એક યૂઝરે લખ્યું કે “અને હેલ્મેટ?” આ વીડિયોમાં ઘણાં લોકો હેલ્મેટને લઈને સવાલો કરી રહ્યાં છે.

અનુષ્કા શર્મા આવી રહી છે નવી ફિલ્મ લઈને :

જો તેમની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો છેલ્લાં ઘણાં સમયથી તેમની કોઈ ફિલ્મ આવી નથી. પરંતુ હાલમાં જ તેઓ કમબેક કરવાનાં પ્લાનાં છે. તે ટૂંક જ સમયમાં ક્રિકેટર ઝૂલન ગોસ્વામીની લાઈફ પર બેસ્ડ ચક્ડા એક્સપ્રેસ ફિલ્મ લઈને આવી રહી છે.

આ પણ વાંચો :-

૧૬ મે ૨૦૨૩નું રાશિફળ : આ રાશિનાં જાતકોને ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે, તો આ જાતકોને પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Horoscope for 16th May 2023

મેષઃ

માનસિક ઉગ્રતા રહે. પરંતુ બપોર પછી સુધારો થતો જણાય. ઉચ્છિત આવકની પ્રાપ્તિ અટકે છે. સ્વાસ્થય સાચવવું. નવા નાંણાકીય રોકાણો ટાળવા. માતૃપક્ષ તરફથી ચિંતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી રહે.

વૃષભઃ

આદ્યાત્મિક ક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાન સુખ સારૂ. મિત્રોથી લાભ મળે. દામ્પત્ય જીવનમાં એકરાગિતા રહે. ભાગ્ય સારૂ રહે. નોકરી ધંધામાં રાહત.

મિથુનઃ

માનસિક ચિંતા વધે. આકસ્મિક ખર્ચની સંભવના છે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ રહે. નાણાંનો વ્યવહાર સાચવીને કરવો અન્યથા નાણાં ફસાઇ જવાનો યોગ છે. સાંજે પરિસ્થિતિમાં સુધારો જણાય.

કર્કઃ

દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો જણાય. આર્થિક બાબતો અંગે સાવધાની રાખવી જરૂરી છે. પરિવારમાં લાગણી શીલતા, સ્નેહનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. દામ્પત્યજીવનમાં પ્રેમ જળવાય.

સિંહઃ

આવકનું પ્રમાણ વધવા છતાં માનસિક ઉચાટ રહે. પરિવારમાં મનમેળ રહે. શરદી, ખાંસી, કફથઈ સાચવવું. સંતાન અંગે ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. વિચારો ઉપર કાબુ રાખવો. હકારાત્મક વિચારો કરવા.

કન્યાઃ

દિવસ દરમ્યાન આનંદ. ઉત્સાહમાં વધારો થતો જણાય. આવકનું પાસુ મજબુત બનતું જણાય. પરિવારના સભ્યો સાથે પરસ્પર પ્રેમ જળવાય. જીવનસાથીના પ્રગતિથી આનંદ. સ્વાસ્થય સારૂં રહેશે. આંખ તથા હાડકાના દુઃખાવાની કાળજી રાખવી.

તુલાઃ

નાણાંકીય રોકાણમાં સાવચેતી જરૂરી. સંતાન સાથે વાદવિવાદ ટાળવો. નોકરી-ધંધામાં ચિંતાનું વાતાવરણ સર્જાય. વાહન સાચવીને ચલાવવું. માતાની તબિયતની ચિંતા રહે. બપોર પછી પરિસ્થિતિ થાળે પડતી જણાય.

વૃષિકઃ

આત્મબળ વધતાં અગત્યના નિર્ણયો મક્કમતાથી લઇ શકાશે. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. જ્ઞાનતંતુ સંબંધી સમસ્યાઓથી સાચવવું.

ધનઃ

નાણાંકીય આવક વધતી જણાય. નાના ભાઇ-બહેનની ચિંતા હળવી થતી જણાય. માતૃસુખ સારૂ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. માન-સન્માનમાં વધારો થાય. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.

મકરઃ

સેવા ક્ષેત્રે મન પરોવાય પરિણામે યશ-પ્રતિષ્ઠા વધે. પરિવારમાં આનંદ અને કરેલા કાર્યના સારા ફળ મળતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સાડી, ડ્રેસ મટીરીયલ તથા સૌંદર્ય પ્રસાધનના ધંધામાં વિશેેષ લાભ.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થતો અનુભવાય. આવકનું પાસુ મજબુત બને. પરિવારમાં સ્નેહ વધે. સંતાનની ચિંતા સતાવે. ભાગ્યના બળે ધંધામાં સફળતા મળવાના યોગ છે. પાણીથી દૂર રહેવું.

મીનઃ

મનમાં ચંચળતા વધે. વિચારવાયુનું પ્રમાણ વધે. ધનપ્રાપ્તિના યોગ બને છે. નવા પ્રેમ સંબંધોનું નિર્માણ થાય. ઝવેરાત, સોના, ચાંદીના ખરીદી શક્ય બને. ભાગીદારી તથા દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય.

આ પણ વાંચો :-

ઈમરાન ખાન લાહોર હાઇકોર્ટમાં હાજર, જેલ જવાના ડરને લઇ ભડક્યા સમર્થકો, ફરી બબાલ થઈ શરુ

Imran Khan  

  • Imran Khan Pakistan News : ઈમરાનની ફરી ધરપકડ થઈ શકે તેવી સંભાવનાને આધારે ઈમરાનના સમર્થકો મોટી સંખ્યામાં તેમની સાથે રવાના થયા.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડા ઈમરાન ખાનને (Imran Khan) લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, સોમવારે એટલે કે 15 મેના રોજ ફરી એકવાર ઈમરાન ખાન કોર્ટમાં પહોંચ્યા છે. આ વખતે ઈમરાન લાહોર હાઈકોર્ટમાં (Lahore High Court) હાજર થયા છે. તેમની સામે એક કેસમાં સુનાવણી ચાલી રહી છે. આ તરફ તેમના સમર્થકો કોર્ટની બહાર એકઠા થયા છે. ટીવી ચેનલો પર બતાવવામાં આવી રહ્યું છે કે ઈમરાનના સમર્થકો હોબાળો મચાવી રહ્યા છે.

પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઈમરાન અને તેના સમર્થકો સાથે જોડાયેલા કેસમાં આજે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. 9મી મેના રોજ થયેલી હિંસા અને આગચંપી માટે તેમની સામે અનેક કેસ નોંધવામાં આવ્યા હતા. ઈમરાન ખાનની ધરપકડના વિરોધમાં ઈમરાનના સમર્થકોએ કોર્પ્સ કમાન્ડરના ઘરને આગ લગાવી હતી અને દેશના અન્ય સંરક્ષણ સંસ્થાઓમાં તોડફોડ કરી હતી. જે બાદ ઈમરાનના સમર્થકોની ધરપકડ શરૂ કરવામાં આવી હતી.

ઈમરાન ખાનની આજે કોર્ટમાં હાજરી વચ્ચે તેમની પાર્ટી પીટીઆઈએ તેના કાર્યકરોને શક્તિ પ્રદર્શન માટે લાહોરના જમાન પાર્કમાં ભેગા થવા કહ્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર પક્ષના કાર્યકરોને ટીયર ગેસને શ્વાસમાં લેવાથી બચવા માટે ચહેરા પર માસ્ક, પાણીની બોટલ અને થોડી માત્રામાં મીઠું સાથે રાખવાનું કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

Side Effect Of Mint : આ સમસ્યાઓ હોય તેમણે ન કરવો ફુદીનાનો ઉપયોગ

Side Effect Of Mint

  • Side Effect Of Mint : આયુર્વેદમાં પણ કેટલીક સમસ્યાઓમાં ફુદીનાનો દવા તરીકે ઉપયોગ કરવાનો ઉલ્લેખ મળે છે. રસોઈમાં પણ ફુદીનો અલગ અલગ રીતે ઉપયોગમાં આવે છે. જોકે ઘણા બધા ગુણ ધરાવતો ફુદીનો પણ કેટલાક લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

ફુદીનો (Mint) ખૂબ જ ગુણકારી વસ્તુ છે. તેમાં રહેલા ગુણના કારણે લોકો ઘરમાં ફુદીનો વાવે પણ છે જેથી તેનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય. સ્વાસ્થ્યની (Health) દ્રષ્ટિએ ફુદીનો ખૂબ જ ફાયદાકારક છે. બધા જ છોડમાં ફુદીનો એવો છોડ છે જે ઔષધીય ગુણ (Medicinal properties) ધરાવે છે. ફુદીનાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ કેટલીક સમસ્યાઓમાં ફુદીનાનો દવા તરીકે ઉપયોગ કરવાનો ઉલ્લેખ મળે છે.

રસોઈમાં પણ ફુદીનો અલગ અલગ રીતે ઉપયોગમાં આવે છે. જોકે ઘણા બધા ગુણ ધરાવતો ફુદીનો પણ કેટલાક લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ એવી પણ છે જેમાં વધારે પ્રમાણમાં ફુદીનાનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. જે લોકોને આ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તેમણે ફુદીનાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

ફુદીનાથી થતા નુકસાન  :

1. જે લોકોને ગેસ્ટ્રોઓસોફેગલ રિફ્લેક્સની તકલીફ હોય તેમણે ફુદીનાનું સેવન ટાળવું જોઈએ કારણકે તેનાથી પેટની સમસ્યા વધી શકે છે.

2. ગર્ભાવસ્થા દરમિયાન ફુદીનાની ચા પીવાથી ગર્ભપાતનું જોખમ અનેક ગણું વધે છે તેથી મહિલાઓએ પ્રેગનેન્સી દરમિયાન ફુદીનાનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

3. જો તમને લીવર સંબંધિત કોઈ પણ સમસ્યા છે તો ફુદીનાની ગોળી કે ફુદીનાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો :-

અંબાલાલ પટેલની મોટી આગાહી, વાવાઝોડા-ગરમી બાદ હવે નવા સંકટ માટે તૈયાર રહેજો

0

Ambalal Patel 

  • Gujarat Weather Forecast : કાળઝાળ ગરમીથી ત્રસ્ત રાજ્યના લોકો માટે રાહતના સમાચાર. આજથી 18 મે સુધી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળવાની અંબાલાલ પટેલનું અનુમાન. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાવાઝોડા જેવી સર્જાશે સ્થિતિ.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગુજરાત (Gujarat) બરાબરનું શેકાયું છે. ત્યારે હવે આ ગરમીથી ક્યારે મુક્તિ મળશે તેની આસ લગાવીને લોકો બેસી રહ્યાં છે. ત્યારે કાળઝાળ ગરમીથી ત્રસ્ત રાજ્યના લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. આજથી 18 મે સુધી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળવાની આગાહીકાર અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbance) કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાશે.

હાલ મોચા વાવાઝોડની અસરને પગલે આખુ ગુજરાત શેકાયુ હતું. કાળઝાળ ગરમી પડી હતી. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. ગરમીથી રાહત મેળવવા માંગતા લોકો માટે તેમની આ આગાહી રાહતના સમાચાર બની છે. તેઓએ કહ્યું કે આજથી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળશે. આજથી લઈને 18 મે સુધીના ત્રણ દિવસ ગરમીમાં રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ગરમી ઓછી થશે.

આ વિશે તેમણે વધુમાં જણાવ્યું કે કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ આવતા હોવાથી ગુજરાતમાં પણ આંધી વંટોળની સ્થિતિ સર્જાશે. અરબ દેશોથી આવતું ધૂળતટ છેક રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહીત ગુજરાતના કચ્છ, પશ્ચિમી સૌરાષ્ટ્ર, ઉત્તર મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સર્જશે. જે હવામાં ભેજ લઈને આવશે. મોકા ચક્રવાતની અસર સમાપ્ત થતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા તેને સાનુકૂળ હવામાન મળતા ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.

22- 24 મે માં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થવાની શક્યતા છે. 28 મે થી 10 મી જૂન વચ્ચે અરબસાગરમાં ચક્રવાત આવવાની શક્યતા છે. અરબસાગરના ચક્રવાત અબરસાગર વિસ્તરેલો હોવાથી તેનો માર્ગ ચારથી પાંચ પ્રકારનો હોઈ શકે છે. તેથી પશ્ચિમ કિનારે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોને પણ અસર થઈ શકે છે. જો ચક્રવાત ઓમાન તરફ ફંટાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, અને કચ્છના ભાગોમાં અસર થઈ શકે છે.

આ પણ વાંચો :-

 

‘ધ કેરલા સ્ટોરી’ એ તોડ્યો KGF 2નો રેકોર્ડ, 10મા દિવસે બોક્સ ઓફિસ પર કરી સૌથી વધુ કમાણી

The Kerala Story 

  • મોટી ફિલ્મો બીજા સપ્તાહમાં પ્રથમ સપ્તાહની સરખામણીમાં અડધી કમાણી શરૂ કરે છે. ત્યાં બીજો રવિવાર ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ માટે સૌથી વધુ કમાણી કરનાર દિવસ બન્યો હતો.

લોકડાઉનથી બોક્સ ઓફિસ પર ઓછા બજેટની ફિલ્મોની સતત ઓછી કમાણી બોલિવૂડ માટે ટેન્શનનું કારણ બની ગઈ છે પણ ગયા વર્ષની ‘ધ કાશ્મીર ફાઈલ્સ‘એ (The Kashmir Files) આ ટ્રેન્ડને બદલ્યો હતો અને હવે ત્યારે હવે ‘ધ કેરલા સ્ટોરી‘ (The Kerala Story) ફિલ્મની કમાણીએ આ ટ્રેન્ડ બદલ્યો છે.

‘ધ કેરલા સ્ટોરી’ એ રેકોર્ડ બ્રેકિંગ ઝડપે કમાણી કરી  :

જણાવી દઈએ કે 5 મેના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થયેલી ‘ધ કેરલા સ્ટોરી‘માંથી કોઈને મોટા ધમાકાની અપેક્ષા નહતી પણ વિવાદોને કારણે આ ફિલ્મને ઘણી લાઈમલાઈટ મળી હતી. જો કે તેમ છતાં કોઈએ વિચાર્યું ન હતું કે તે રેકોર્ડ બ્રેકિંગ ઝડપે કમાણી કરશે. પરંતુ ‘ધ કેરલા સ્ટોરી‘ તમામ અપેક્ષાઓને પાછળ છોડીને તોફાની ગતિએ કમાણી કરી રહી છે. અદા શર્માની ફિલ્મને બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનાર દિવસ મળ્યો છે.

‘ધ કેરલા સ્ટોરી’ નું રવિવારનું કલેક્શન :

ફિલ્મનો થિયેટરોમાં રવિવાર 10મો દિવસ હતો. જ્યાં મોટી ફિલ્મો બીજા સપ્તાહમાં પ્રથમ સપ્તાહની સરખામણીમાં અડધી કમાણી શરૂ કરે છે. ત્યાં બીજો રવિવાર આ ફિલ્મ માટે સૌથી વધુ કમાણી કરનાર દિવસ હતો. જણાવી દઈએ કે બીજા વીકએન્ડની શરૂઆતથી ‘ધ કેરલા સ્ટોરી‘એ મજબૂત ગતિ પકડી અને શુક્રવારે રૂ. 12.35 કરોડનું કલેક્શન કર્યું. જે પહેલા શુક્રવાર કરતાં ઘણું વધારે હતું.

શનિવારે ફિલ્મે 55% થી વધુનો ઉછાળો આપ્યો અને 19.5 કરોડ રૂપિયાની કમાણી કરી. બોક્સ ઓફિસનો અહેવાલ અંદાજ જણાવે છે કે ફિલ્મે રવિવારે બોક્સ ઓફિસ પર 23.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એટલે કે બીજા વિકેન્ડમાં ફિલ્મનું કલેક્શન 55 કરોડ રૂપિયાથી વધુ છે. ‘ધ કેરલા સ્ટોરી‘ના પહેલા વીકએન્ડે 35.43 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 136 કરોડને પાર કરી ગયું છે.

આ પણ વાંચો :-

બાબા બાગેશ્વરનો લાગ્યો દરબાર, લાલુની દીકરીએ જાહેરમાં પર્ચી લગાવી, જાણો શું માગ્યું રોહિણી આચાર્યેએ.

0
Baba Bageshwar
  • લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય ખાસ સિંગાપોરથી આવી બાગેશ્વર દરબારમાં ખુલ્લી પર્ચી મૂકી હતી.

પટનામાં હનુમંત કથાનું (Hanumant Katha) જાજરમાન આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કથા શ્રવણ કરાવી રહ્યા છે. કથાના બીજા દિવસે નૌબતપુરના તારેત પાલી મઠ ખાતે સુંદરકાંડની કથા કરી રહ્યા છે. આવતીકાલે બાગેશ્વર બાબાનો (Bageshwar Baba) દરબાર યોજાશે.

આ અગાઉ RJDના લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય (Rohini Acharya) ખાસ સિંગાપોરથી (Singapore) આવી બાગેશ્વર દરબારમાં ખુલ્લી પર્ચી મૂકી હતી. જેમાં બિહારની ભલાઈ અને નીતિશ કુમાર માટે કંઈક માંગ્યું છે.’

બિહાર માટે તેઓએ માંગ્યું કે..

રોહિણી આચાર્યએ બાગેશ્વર સરકાર પાસે મહત્વની માંગણી કરતા હાલ ચર્ચામાં આવી છે. મોટી વાત એ છે કે સ્લિપમાં રોહિણીએ પોતાના માટે કે લાલુ યાદવના પરિવાર માટે કંઈ માંગ્યું નથી. રોહિણી પોતા કે પોતાના પરિવાર માટે નહીં. પરંતુ આચાર્યએ બાબા પાસે નીતિશ કુમાર માટે વધુમાં પુરા બિહાર માટે તેમણે બાબા સમક્ષ ખોળો પાથર્યો હતો સાથે સાથે બિહારની ભલાઈ માટે તેમણે બાબાને વિનંતી કરી હતી.

આ પણ વાંચો :-

કોમેડિયન કપિલ શર્માએ પહેલીવાર દીકરી સાથે કર્યું રેમ્પ વોક, જુઓ સુપર ક્યૂટ વિડીયો

Comedian Kapil Sharma
  • Anayra Sharma : કોમેડિયન કપિલ શર્માની પુત્રી અનાયરા શર્મા ત્રણ વર્ષની અને ખૂબ જ ક્યૂટ છે. હાલમાં જ એક ફેશન શોમાં તે પિતા સાથે રેમ્પ વોક કરતી જોવા મળી. જેનો ક્યૂટ વિડીયો ફેન્સના દિલોદિમાગમાં છવાઈ ગયો છે. શું તમે આ વિડિયો જોયો ?

દેશના ટોચના કોમેડિયન અને ‘ધ કપિલ શર્મા શો‘ના (The Kapil Sharma Show) હોસ્ટ કપિલ શર્મા (Kapil Sharma) ખૂબ જ લોકપ્રિય છે અને વિશ્વભરમાં તેની ફેન ફોલોઈંગ છે. કપિલ શર્મા પરિણીત છે અને તેના બે બાળકો છે જે ખૂબ જ સુંદર છે. કપિલ શર્માની દીકરી અનાયરા શર્મા (Daughter Anaira Sharma) ત્રણ વર્ષની છે અને ફેન્સ હંમેશા તેના ફોટા અને વીડિયોની રાહ જોતા હોય છે.

કપિલ શર્માનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અનાયરા સાથે રેમ્પ વોક કરતો જોવા મળી રહ્યો છે. કપિલ શર્માની દીકરીની ક્યૂટ રેમ્પ વોકએ સૌના દિલ જીતી લીધા છે અને તેનો વીડિયો થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

કપિલ શર્માની પુત્રી અનાયરા શર્મા રેમ્પ વોક કરતી જોવા મળી અને તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. જણાવી દઈએ કે આ અનુ રંજનની ‘બેટી ફાઉન્ડેશન’ની ઈવેન્ટ હતી જેમાં ઘણા સ્ટાર્સે ફેશન શોમાં રેમ્પ વોક કર્યું હતું. તેમાં કપિલ શર્મા અને તેની દીકરી પણ સામેલ છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કપિલ અને અનાયરા બંનેએ કાળા કપડા પહેર્યા હતા અને ક્યૂટ રિતે પિતાનો હાથ પકડીને રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન અનાયરાએ દર્શકોને ફ્લાઈંગ કિસ પણ કરી અને ઉભા થઈને પોઝ પણ આપ્યા હતા. અનાયરાની ક્યૂટનેસએ બધાનું દિલ જીતી લીધું અને કપિલ શર્માએ તેની દીકરીને ‘મિસ યુનિવર્સ‘ કહી.

આ પણ વાંચો :-

5 મહિનાના દીકરાના મૃતદેહને થેલામાં ભરી પિતાએ કરી 200 કિમીની મુસાફરી

0

A father traveled 200 km  

  • Man travels 200 km With Dead Body : છ દિવસ સુધી સીલીગુડીની મેડિકલ હોસ્પિટલમાં તેના પાંચ મહિનાના બાળકની સારવાર ચાલી હતી. આ સારવારમાં પણ સોળ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. છ દિવસની સારવાર પછી પાંચ મહિનાના દીકરાનું મોત થઈ ગયું.

પશ્ચિમ બંગાળમાંથી (West Bengal) એવી ઘટના સામે આવી છે જેના વિશે જાણીને તમારું કાળજું પણ કંપી જશે. અહીં એક પિતા પાસે એમ્બ્યુલન્સ (Ambulance) માટે ભાડું ન હોવાથી તેને બસમાં પોતાના પાંચ મહિનાના બાળકને ડેડબોડી લઈને મુસાફરી કરવી પડી. એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ડેડ બોડીને ઘર સુધી પહોંચાડવા માટે 8000 રૂપિયાની માંગણી કરી. ગરીબ પિતા પાસે એમ્બ્યુલન્સ માટે 8000 રૂપિયા ન હોવાથી તેણે દીકરાની બોડીને થેલામાં ભરી અને બસમાં મુસાફરી કરવી પડી.

સીલીગુડીથી કાઝિયાગંજ સુધી બાળકના મૃતદેહને લઈ જવા માટે પિતાએ જ્યારે એમ્બ્યુલન્સના ડ્રાઇવરને કહ્યું તો તેણે 8000 રૂપિયાની માંગ કરી. આ રૂપિયા પિતા પાસે ન હતા તેથી તેણે હોસ્પિટલમાંથી પોતાના દીકરાની બોડીને થેલામાં ભરી અને 200 kmનું અંતર બસમાં કાપ્યું. હવે આ ઘટનાને લઈને રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.

મૃતક બાળકના પિતાનું જણાવવું છે કે છ દિવસ સુધી સીલીગુડીની મેડિકલ હોસ્પિટલમાં તેના પાંચ મહિનાના બાળકની સારવાર ચાલી હતી. આ સારવારમાં પણ સોળ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. છ દિવસની સારવાર પછી પાંચ મહિનાના દીકરાનું મોત થઈ ગયું. જ્યારે તેણે કાજીયાગંજ સુધી બાળકના મૃતદેહને લઈ જવા માટે એમ્બ્યુલન્સ ડ્રાઇવર નો સંપર્ક કર્યો તો તેણે 8000 રૂપિયા માંગ્યા છે તેની પાસે ન હતા.

એમ્બ્યુલન્સ ન મળતા તેણે એક થેલામાં પોતાના પાંચ મહિનાના દીકરાની બોડી ભરી અને સીલીગુડી થી 200 કિલોમીટર દૂર આવેલા કાજીયાગંજ સુધી બસમાં મુસાફરી કરી. તેણે બસમાં સવાર કોઈને શંકા પણ ન જવા દીધી કે થેલામાં બોડી છે. આવું તેણે એટલા માટે કર્યું કે તેને ડર હતો કે જો કોઈને ખબર પડશે કે થેલામાં બોડી છે તો તેને બસમાંથી પણ ઉતારી દેવામાં આવશે.

મૃત બાળકના પિતાએ જણાવ્યું કે એમ્બ્યુલન્સ ડ્રાઈવરે તેને કહ્યું હતું કે ફ્રી એમ્બ્યુલન્સની સુવિધા દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે છે મૃતદેહને લઈ જવા માટે નહીં. મૃતદેહ ને લઈ જવો હોય તો તેને 8000 રૂપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચો :-