Home Blog Page 1073

ચાહકોની આતુરતાનો અંત ! માહીએ ફાઈનલ બાદ નિવૃત્તિ અંગે આપ્યું મોટું નિવેદન

0

End of fans’ eagerness

  • IPL 2023 Final : ગુજરાત ટાઈટન્સને હરાવીને ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમીવાર આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો. આ મેચ બાદ એમએસ ધોનીએ પોતાની નિવૃત્તિ પર મોટું નિવેદન આપ્યું છે.

ઈન્ડિયન પ્રીમીયર લિગ 2023 (IPL 2023)ની ફાઈનલ મેચ સોમવારે રમાઈ. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને (Gujarat Titans) હરાવીને પાંચમીવાર આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો. આ સીઝનની શરૂઆત પહેલા  એવી અટકળો થઈ રહી હતી કે ચેન્નાઈ સુપર કિંગ્સના (Chennai Super Kings) કેપ્ટન એમ એસ ધોનીની (MS Dhoni) આ છેલ્લી સીઝન છે. આવામાં હવે એમએસ ધોનીએ પોતે નિવૃત્તિ પર મોટું નિવેદન આપ્યું છે.

ફાઈનલ મેચ બાદ આપ્યું નિવેદન :

ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમીવાર ટાઈટલ મેળવ્યા બાદ આઈપીએલમાંથી સન્યાસ લેવાની અટકળોને ફગાવતા મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે દર્શકોનો પ્રેમ જોતા તેમને ભેટ આપવા માટે તેઓ આગામી સીઝનમાં જરૂરથી રમશે. અત્રે જણાવવાનું કે દરેક મેદાન પર દર્શકોએ જે રીતે પ્રેમ છલકાવ્યો તેને જોતા સન્યાસની સંભાવના વધુ પ્રબળ બની રહી હતી.

નિવૃત્તિ પર કહી આ વાત :

ગુજરાત ટાઈટન્સને ફાઈનલમાં ૫ વિકેટે હરાવ્યા બાદ જીત પછી જ્યારે ધોનીને પૂછવામાં આવ્યું કે શું આ તેમની છેલ્લી સીઝન છે? ત્યારે ધોનીએ કહ્યું કે જો પરિસ્થિતિઓને જોઈએ તો મારા માટે નિવૃત્તિ લેવાનો આ સર્વશ્રેષ્ઠ સમય છે. મારા માટે એ કહેવું ખુબ સરળ છે કે હવે હું વિદાય લઈ રહ્યો છું પરંતુ આગામી નવ મહિના સુધી આકરી મહેનત કરીને પાછા ફરવું અને એક સીઝન વધુ રમવું કપરું છે.

શરીરે સાથ આપવો પડશે. ચેન્નાઈના પ્રશંસકોએ જે રીતે મને પ્રેમ આપ્યો, આ  તેમના માટે મારી ભેટ હશે કે વધુ એક સીઝન રમું. તેમણે જે પ્રેમ અને લાગણી દર્શાવી છે, મારે પણ તેમના માટે કઈંક કરવું જોઈએ.

આ પણ વાંચો :-

શું તમારે પણ બાળકોનું Aadhaar Card કઢાવવું છે ? આજે જ ઘરે બેઠા કરો અરજી

0

શું તમારે પણ બાળકોનું Aadhaar Card કઢાવવું છે ? આજે જ ઘરે બેઠા કરો અરજી

  • Baal Aadhaar Card Registration : બાળ આધાર કાર્ડ બનાવવું ફરજિયાત બની ગયું છે. બાળ આધાર કાર્ડ મુખ્યત્વે માતા-પિતાના આધાર પર આધારિત છે. તેથી આ માટે તમારે ફિંગર પ્રિન્ટસ અને અન્ય દસ્તાવેજોની જરૂર નથી.

બાળ આધાર કાર્ડ (Baal Aadhaar Card) દરેક બાળક માટે જરૂરી બની ગયું છે. જો તમે ઈચ્છો તો તમે તમારા નવા જન્મેલા બાળકના જન્મ વખતે જ બાળ આધાર કાર્ડ (Baal Aadhaar Card) મેળવી શકો છો. આ માટે તમારે બાળકના આધાર કાર્ડ માટે સામાન્ય આધાર કાર્ડની સરખામણીમાં ઓછા દસ્તાવેજ આપવા પડશે. બાળ આધાર કાર્ડ મુખ્યત્વે માતા-પિતાના આધાર પર આધારિત છે. તેથી આ માટે તમારે ફિંગર પ્રિન્ટસ અને અન્ય દસ્તાવેજોની જરૂર નથી.

આ દસ્તાવેજની ચોક્કસપણે જરૂર પડશે :

બાળકના આધાર કાર્ડ માટે તમારે બાળકની હોસ્પિટલ ડિસ્ચાર્જ સ્લિપ અથવા જન્મ પ્રમાણપત્રની જરૂર છે. આ સિવાય જો બાળક શાળાએ જવાનું શરૂ કરી દે તો તેનું શાળાનું આઈડી કાર્ડ પણ આપવાનું રહેશે. બાળ આધાર કાર્ડ માટે આ દસ્તાવેજો તમારા માટે જરૂરી છે.

આ રીતે અરજી કરો :

બાળકનું આધાર કાર્ડ મેળવવા માટે તમારા બાળકનું જન્મનું પ્રમાણપત્ર હોવું ખુબ જ જરૂરી છે. ઉપરાંત, તમારે માતા-પિતાના આધાર કાર્ડની વિગતો આપવી પડશે, કારણ કે બાળકના આધાર કાર્ડને ‘બ્લુ આધાર કાર્ડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાળ આધાર કાર્ડ માટે તમારે આ દસ્તાવેજોની જરૂર પડશે.

1. UIDAI ની સત્તાવાર વેબસાઈટ uidai.gov.in પર જાઓ.
2. નોંધણી માટે “Aadhaar Card registration” પર ક્લિક કરો.
3. માતા-પિતાએ બાળકની માહિતી, જેમ કે નામ, માતા-પિતાનો ફોન નંબર અને બાયોમેટ્રિક ડેટા આપવો પડશે.
4. ફોર્મમાં ઘરનું સરનામું, સમુદાય, રાજ્ય વગેરે જેવી અન્ય માહિતી સબમિટ કરો.
5. આગળની પ્રક્રિયા માટે, તમારે UIDAI કેન્દ્રની મુલાકાત લેવી પડશે.
6. UIDAI કેન્દ્ર પર, બાળક અને તેમની સંપૂર્ણ વિગતો ચકાસવાની રહેશે. આ પછી બાળકનું આધાર કાર્ડ બનાવવામાં આવશે.

આ પણ વાંચો :-

૩૦ મે / ધનપ્રાપ્તિના સારા અવસરો, નોકરી ધંધામાં પ્રગતિ, આ રાશિના જાતકોનો મંગળવાર શુભ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

30 May / Good opportunities

મેષ
બપોર સુધી પ્રસન્‍નતા જળવાય. પરિવારમાં આનંદ રહે. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જૂના રોકાણોમાંથી ફાયદો થતો જણાય. પત્ની સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિતિ ઉલટી થતાં સાવધાની રાખવી જરૂરી.

વૃષભ
બપોર સુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી-ખાંસીની કાળજી રાખવ‌ી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. આવક વધે. જીવનસાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મિથુન
આવકનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઇ-બહેનની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર-જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં મિશ્ર ફળ મળતું જણાય.

કર્ક
આજનો દિવસ શુભત્વનો સંદેશ લાવ્યું છે. નાણાંની વૃદ્ધિ થથી જણાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભ ફળ પ્રાપ્‍ત થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યા પ્રાપ્‍તી માટે સારો દિવસ. પત્ની સાથે આનંદ, આરોગ્ય જળવાય.

સિંહ
થોડી માનસિક અશાંતી રહે, શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. નાણાંકીય ક્ષેત્રે ફાયદાકારક બનશે. નવા રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બનશે. નવા વાહનની ખરીદી શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

કન્યા
નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં સુખ-શાંતી અને સ્નેહ વધે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતાની તબિયતની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

તુલા
મોજશોખમાં ખર્ચ વધારે થાય. નવા કપડામાં ખર્ચ કરવાનું થાય. બપોર સુધી આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોરબાદ સાવધાનીથી કાર્ય કરવું. માતૃસુખમાં વૃદ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.

વૃશ્ચિક
આદ્યાત્મિકતા વધે. હોંશિયારી અને કાબેલીયતથી સફળતા મળે. કરિયાણા, શાકભાજીના વેપારી, ધાતુનો ધંધો કરવા વાળા માટે લાભ. વિજાતીય પાત્રનું આકર્ષણ વધે. આરોગ્ય જળવાય.

ધન
માનસિક અશાંતી રહે. વિચારવાયુંનું પ્રમાણ વધે. પાણીથી દૂર રહેવાની સલાહ છે. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધશે. કાર્યમાં સ ફલતા મળતી જણાય. નોકરી-ધંધા માટે બપોર સુધી સારૂ. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકર
મિત્રો તરફથી લાભ મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવાની સલાહ છે. કોસ્મેટીક્સ, સ્ત્રી શણગારના ધંધાર્થીઓને લાભ.

કુંભ
નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઇચ્છુકને સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસમાં વધારો થાય. યોગ્ય નિર્ણય લઇ શકાય. આવક જળવાય. કાર્યમાં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતીથી કામ લેવું.

મીન
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે. પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી. માનહાનીના યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે.

આ પણ વાંચો :-

આ વર્ષે માર્કેટમાં લોન્ચ થશે, આ 8 નવી SUV, જુઓ લિસ્ટ

These 8 new SUVs 

  • Upcoming SUV : ભારતીય કાર બજાર હવે પાછું લાઈન પર આવી ગયું છે. વેચાણ સારી રીતે ચાલી રહ્યું છે અને ઘણા નવા મોડલ બજારમાં લોન્ચ થઈ રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ઘણી નવી કાર લોન્ચ કરવામાં આવી છે.

ભારતીય કાર માર્કેટ હવે પાછું પાટા પર આવી ગયું છે. વેચાણ સારી રીતે ચાલી રહ્યું છે અને ઘણા નવા મોડલ બજારમાં પહોંચી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ઘણી નવી કાર્સ લોન્ચ કરવામાં આવી છે અને ઘણી વધુ લોન્ચ થવાની બાકી છે. ચાલો તમને જણાવીએ કે દિવાળી પહેલા લોન્ચ થનારી 8 SUV વિશે.

1. Maruti Suzuki Jimny :

મારુતિ સુઝુકી 7 જૂને ભારતમાં પાંચ દરવાજાવાળી જિમ્ની લોન્ચ કરશે. તે Zeta અને Alpha trimsમાં વેચવામાં આવશે. તે 1.5L K15B પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત હશે.

2. Hyundai Exter :

Hyundai Exter જુલાઈમાં લોન્ચ થશે. માઈક્રો એસયુવીTata Punch અને Citroen C3ને ટક્કર આપશે. તે 1.2L NA પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત હશે. જે 5-સ્પીડ MT અને AMT સાથે જોડાયેલું હશે. તેમાં CNG ઓપ્શન પણ મળશે.

3. Honda Elevate :

હોન્ડાની આગામી એલિવેટ મિડસાઈઝ એસયુવી થોડા દિવસોમાં લોન્ચ કરવામાં આવશે .તેમાં 1.5L પેટ્રોલ એન્જિન સાથે હાઇબ્રિડ સિસ્ટમ મળવાની પણ શક્યતા છે. માર્કેટમાં તેની સ્પર્ધા Creta અને Grand Vitara જેવી SUV સાથે થશે.

4. Tata Nexon Facelift :

ટાટા તેના નવા નેક્સોન ફેસલિફ્ટ પર કામ કરી રહ્યું છે,. તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. તેને ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. તેમાં નવું 1.2L DI ટર્બો પેટ્રોલ એન્જિન મળી શકે છે. જે વર્તમાન રેવોટ્રોન યુનિટ કરતાં વધુ શક્તિશાળી અને ટોર્કી હશે.

5. Kia Seltos Facelift :

ફેસલિફ્ટેડ કિયા સેલ્ટોસને જુલાઈમાં આવી શકે છે. જે ADAS, રોટરી ડાયલ, નવા એસી વેન્ટસ અને પેનોરેમિક સનરૂફ જેવી નવી સુવિધાઓ મળશે. 1.5-લિટર પેટ્રોલ અને ડીઝલ એન્જિન ઉપરાંત, નવું 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન પણ હોઈ શકે છે.

6. Toyota SUV Coupe :

Toyota SUV Coupe આવનારા થોડા મહિનામાં લોન્ચ થવાની ધારણા છે. તે Maruti Suzuki Franks પર આધારિત છે. તે 1.2L NA પેટ્રોલ અને 1.0L 3-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન સાથે પાંચ-સ્પીડ MT અને છ-સ્પીડ AT વિકલ્પો સાથે આવશે.

7/8. ટાટા હેરિયર/સફારી ફેસલિફ્ટ :

અપડેટેડ ટાટા હેરિયર અને સફારી સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરની આસપાસ લોન્ચ થવાની ધારણા છે. તે નવા 1.5L DI ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવી શકે છે.

આ પણ વાંચો :-

અંબાલાલે કહ્યું આજે પણ વરસાદમાં ધોવાઈ જશે IPL Final !

0

Ambalal said that the IPL Final  

  • સામાન્ય રીતે ગુજરાતમાં ઉનાળાની સિઝનમાં વરસાદ પડતો નથી. જો કે રવિવારે અમદાવાદમાં રમાનારી આઈપીએલ ફાઈનલમાં તોફાની વરસાદે વિધ્ન નાખ્યું. જો આજે પણ વરસાદને કારણે મેચ રદ થાય તો કઈ ટીમ જીતે? શું તમને ખબર છે નિયમો..

૨૮મી મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) વચ્ચે આઈપીએલની 16મી સીઝનની ફાઈનલ મેચ રમાઈ શકી નહીં. હવે રિઝર્વ ડે એટલે કે આજે સોમવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં (Narendra Modi Cricket Stadium) આ ખિતાબી મુકાબલો રમાશે. જો કે રિઝર્વ ડે ઉપર પણ વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે આજે પણ વરસાદમાં ધોવાઈ જશે આઈપીએલની ફાઈનલ મેચ.

સુરતમાં મંદીના ભણકારા : નાના કારખાના બંધ થયા, રત્ન કલાકારોને વેકેશન આપી દેવાયું

0

Bhankara of recession in Surat 

  • Recession In India : સુરતના હીરા ઉદ્યોગમાં મંદી. અમેરિકાએ રશિયાના ડાયમંડથી તૈયાર થયેલી જ્વેલરી ખરીદવાની ના પાડી. આ કારણે બેકાર બન્યા સુરતના નાના કારખાનાના વેપારીઓ. રત્નકલાકારોને વેકેશન આપી દેવાયુ.

અમેરિકા (America) અને યુરોપના (Europe) દેશોમાં મંદી તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને લીધે સ્થાનિક હીરા ઉદ્યોગ પર પહેલાથી જ ગંભીર અસર પડી રહી છે અને નિકાસમાં પણ ઘટાડો થયો છે. આવામાં બ્રિટન સરકારે રશિયાના હીરા પર પ્રતિબંધ મુકતા ત્યાં નિકાસમાં સમસ્યા સર્જાઈ શકે છે.

અમેરિકાની કેટલીક કંપનીઓ અને બ્રિટન બાદ હવે દુબઈ પણ સુરતના હીરા વેપારીઓને પૂછી રહ્યાં છે કે જે હીરા અને જ્વેલરી તેઓ મોકલી રહ્યા છે તે રશિયાના માઇન્સ આવેલા રફ ડાયમંડથી તૈયાર થયેલા તો નથી? આ સ્થિતિની મોટી અસર થઈ છે. આ કારણે સુરતમાં નાના કારખાનાના માલિકોએ રત્ન કલાકારોને રજા આપી દીધી, જેને કારણે રત્ન કલાકારો પર આફત આવી પડી છે.

કારખાનાવાળાઓએ વેકેશન જાહેર કર્યું  :

રશિયા અને યુકેન વચ્ચે યુદ્ધની સ્થિતિ ટાળવા માટે દુનિયાના કેટલાક દેશો દ્વારા સતત પ્રયાસો જારી છે. પરંતુ રશિયા વાટાઘાટ માટે સ્વીકાર નહીં થતા યુદ્ધને સવા વર્ષ વીતી ગયા છે. તેની અસર હેઠળ દુનિયાના અર્થતંત્ર માટે સમસ્યા ઉભી થઈ છે. યુરોપના અનેક દેશો પર વિપરીત અસર પડી રહી છે.

તે સિવાય હાલ અમેરિકામાં પણ મંદીનો માહોલ છે. સુરતમાં તૈયાર થતા હીરા માટે અમેરિકા, યુરોપ અને ચીન સહિતના દેશો મોટા ખરીદાર છે. વૈશ્વિક મંદીને લીધે સુરતના હીરા ઉદ્યોગકારો માટે સમસ્યા ઉભી થઈ છે. ડિમાન્ડના અભાવે કારખાનાઓમાં વેકેશન રાખવાની નોબત આવી છે. અનેક કારખાનામાં કામના કલાકો ઘટાડવામાં આવ્યા છે.

એક્સપોર્ટમાં ઘટાડો થયો  :

એપ્રિલ મહિનામાં ૩૧% એક્સપોર્ટમાં ઘટાડો નોંધાયો છે જ્યારે બીજી બાજુ રફ ડાયમંડની ખરીદી ૧૦% વધારે થઈ છે જે આવનાર દિવસોમાં મુશ્કેલી સર્જી શકે છે. ૬૦% વેપાર અમેરિકા સાથે થાય છે અને અમેરિકાની કેટલીક કંપનીઓએ જણાવ્યું છે ક, તેઓ રશિયાના ડાયમંડ થી તૈયાર જ્વેલરી ખરીદશે નહીં અને હવે બ્રિટેન અને દુબઈ પણ આવી જ રીતે ડીલ કરી રહ્યા છે.

૫ જૂન સુધી કારખાના બંધ  :

હીરા માર્કેટમાં ઉદભવેલી આ સ્થિતિને કારણે નાના કારખાના હાલ બંધ થયા છે. નાના હીરાના કારખાના ૫ જૂન સુધીમાં પણ નહીં ઉઘડે. જેને કારણે રત્નકલાકારો પર આફત આવી પડી છે. કારીગર વર્ગ માટે રાહત પેકેજ સરકાર જાહેર કરે એવી રજુઆત વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. કેટલીક હીરાની કંપનીઓએ માર્કેટ સુધરે નહીં ત્યાં સુધી કારખાનાં બંધ રાખવાની કારીગરોને જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

મુંબઈની હોટલમાં રોકાયેલા આહીર સમાજના અગ્રણીની વેઈટરે કરી હત્યા..

0

A leader of the Ahir  

  • Aahir Samaj Leader Death In Mumbai : ઉપલેટાના આહીર સમાજના અગ્રણી કાળાભાઈ સુવાની મુંબઈના હોટલમાં વેઈટરે જ હત્યા કરી. મુંબઈ પોલીસ ભાગેડુ વેઈટરને શોધી રહી છે.

રાજકોટ (Rajkot) જિલ્લાના ઉપલેટાના ઉદ્યોગપતિ અને આહીર સમાજના આગેવાનનું મુંબઈની (Mumbai) હોટલમાં હત્યા થતા ચકચાર મચી ગઈ છે. ઉપલેટાના ઉદ્યોગપતિ (Businessman) અને આહીર સમાજના આગેવાન કાળાભાઈ રામભાઈ સુવાનું મુંબઈની હોટલમાં ખૂન થયું હતું. તેમના ચહેરા અને ગરદન પર અસંખ્ય ઘા જોવા મળ્યા હતા.

તો હોટલમાંથી તેમની રૂપિયાની બેગ અને પહેરલ સોનાના દાગીના ગુમ થયા હોવાનુ કહેવાય છે. ઉપલેટાના આહીર અગ્રણીની લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની આશંકા મુંબઈ પોલીસે સેવી છે. જોકે આ હત્યામાં હોટલના વેઈટર જ કાળાભાઈની હત્યા કરી હોવાનું ખૂલ્યું છે.

મુંબઈ નજીક થાણેના જંબલીનાકા વિસ્તારની પ્રિન્સ હોટલમાં લૂંટના ઈરાદે વેઈટર દ્વારા બરફ કાપવાના સુયાથી હત્યા કરી હતી. મૂળ ઉપલેટાના ખાખી જાળીયા ગામના અને વર્ષોથી ઉપલેટા ખાતે રહેતા અગ્રણી કાળાભાઈ રામભાઈ સુવા કોઈ કારણોસર મુંબઈ ગયાહ તા. તેઓ થાણેની પ્રિન્સ હોટલમાં રોકાયા હતા. રાતે 12 થી 12.30 વાગ્યાની આસપાસ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાદ મુંબઈ પોલીસ દોડતી થઈ હતી.

મુંબઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા જાણવા મળ્યું કે હોટલના વેઈટરે જ બરફ કાપવાના છૂરાથી કાળાભાઈની હત્યા કરી હતી. વેઈટરે બરફ કાપવાના છૂરાથી કાળાભાઈના ચહેરા તેમજ ગરદન પર 10 થી વધુ ઘા ઝીંક્યા હતા. આ બાદ વેઈટર તેમની પાસેની રોકડની બેગ, કિંમતી ઘડિયાળ અને સોનાની વીંટી લઈને ગાયબ થઈ ગયો હતો.

મુંબઇ પોલીસે વેઈટરનું પગેરું દબાવવા તેનું લોકેશન જાણવા સહિતની તપાસ આરંભી છે. તો બીજી તરફ કાળાભાઈ સુવાના કુટુંબીજનો તેમનો પાર્થિવ દેહ લેવા રવિવારે સવારે મુંબઈ પહોંચ્યા હતા. કાળાભાઈ રામભાઈ સુવા ઉપલેટાના આહીર સમાજના નામાંકિત ઉદ્યોગપતિ છે.

ત્યારે આ આહીર અગ્રણીની અંતિમ યાત્રા રાત્રે ઉપલેટાના નિવાસ સ્થાનેથી આજે તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. અગ્રણી ઉદ્યોગપતિ હોવાથી કાળાભાઈની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં આહીર સમાજના શહેર તેમજ ગામ લોકો ઉમટી પડ્યા હતી.

આ પણ વાંચો :-

WTC Final પહેલા જીત માટે BCCIએ લીધો મોટો નિર્ણય, અચાનક આ યુવા પ્લેયરની ટીમમાં એન્ટ્રી

0

BCCI took a big decision  

  • WTC Final IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ ૦૭ જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાશે.

ભારત (India) અને ઓસ્ટ્રેલિયાની (Australia) વચ્ચે ૦૭ જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન (Oval Ground) પર મેચ રમાશે. બન્ને ટીમોના સ્ક્વોડની જાહેરાત પહેલા જ થઈ ચુકી છે. ટીમ ઈન્ડિયાની આ બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ છે. WTC Final ૨૦૧૯-૨૧ના ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને ૦૮ વિકેટથી હરાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના સામે થવા જઈ રહેલી ફાઈનલ પહેલા જ ટીમ ઈન્ડિયાના અમુક ખેલાડી ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે. જેમાં વિરાટ કોહલી. ચેતેશ્વર પુજારા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાઝ, અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિન શામેલ છે. ત્યાં જ ટીમ ઈન્ડિયામાં એક સ્ટાર ખેલાડીની એન્ટ્રી થઈ છે.

આ પ્લેયરને મળી તક :

એક રિપોર્ટ અનુસાર યુવા બેટસમેન યશસ્વી જાયસવાલને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે સ્ટેડ બાય ખેલાડીના રૂપમાં ઋતુરાજ ગાયકવાડની જગ્યા પર ભારતીય ટીમમાં તક મળી છે. ગાયકવાડે ક્રિકેટ બોર્ડને સુચિત કરી દીધુ છે કે તેમના લગ્ન ૩-૪ જૂને થશે.

જાસવાલે કર્યુ ધમાકેદાર પ્રદર્શન :

યશસ્વી જાયસવાલે છેલ્લા થોડા સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે તેમણે રાજસ્થાન રોયલ્સ માટે રમતા ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તેમણે રાજસ્થાન માટે IPL ૨૦૨૩ના ૧૪ મેચમાં ૬૨૫ રન બનાવ્યા છે. જેમાં એક સેન્ચુરી શામેલ છે. તેના ઉપરાંત તેમણે ઘરેલુ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કર્યું છે. તેમણે રણજી ટ્રોફીના પાંચ મેચોમાં ૪૦૪ રન બનાવ્યા છે.

આ પણ વાંચો :-

વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો અમદાવાદનો દિવ્ય દરબાર

0

Baba Bageshwar 

  • baba bageshwar : ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદનો આજનો દિવ્ય દરબાર રદ કરાયો. ઓગણજના મેદાનમાં ભરાઈ ગયું છે વરસાદી પાણી. અગાઉ ચાણક્યપુરીમાં થવાનો હતો દિવ્ય દરબાર.

Direndra Shashtri  : બાબા બાગેશ્વરના અમદાવાદ પ્રવાસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજનો અમદાવાદનો દિવ્ય દરબાર રદ કરવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે બાબાના દિવ્ય દરબાર આજે નહીં ભરાઈ શકે.

અગાઉ ચાણક્યપુરી શક્તિ મેદાનમાં બાબાનો દિવ્ય દરબાર ભરાવાનો હતો. પરંતુ લોકોની ભીડ વધારે થવાના કારણે સ્થળ બદલાયું હતું અને ઓગણજ એસપી રીંગ રોડ ખાતે દરબાર ભરાવાનો હતો. પરંતુ વરસાદના કારણે બંને જગ્યાએ પાણી ભરાઈ ગયા હોવાના કારણે બાબાનો દિવ્ય દરબાર આજે નહીં ભરાય.

અમદાવાદમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર રદ કરાયો છે. વરસાદના પગલે સમિતિએ આ નિર્ણય લીધો છે. ગઇકાલે ખાબકેલા અતિ ભારે વરસાદના પગલે ઓગણજ ખાતે દરબાર માટે ડોમ અને સ્ટેજ બનાવવું મુશ્કેલ બન્યું છે. ઓગણજ મેદાનમાં ચારેતરફ પાણી ભરાયા છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દરબાર ભલે રદ થયો હોય. પરંતું બાબા શ્રધ્ધાળુઓને દર્શન આપે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. હાલ ધિરેન્દ્ર શાસ્ત્રીએ પ્રવીણ કોટકના નિવાસ સ્થાને રાત્રિ રોકાણ કર્યુ હતું. ત્યારે બપોર સુધીમાં નવા કાર્યક્રમ અને સ્થળની જાહેરાત થઈ શકે છે.

આ પણ વાંચો :-