વાવાઝોડા સાથે આવેલા વરસાદે ગુજરાતમાં વિનાશ નોતર્યો

Share this story

The rains accompanied

  • છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૫૫થી વધુ તાલુકામાં પડયો વરસાદ. સૌથી વધુ બેચરાજીમાં અઢી ઈંચ ખાબક્યો. આજે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી.

ગુજરાતમાં (Gujarat) ગઈકાલે સાંજે અચાનક આવેલા વાતાવરણના પલટા બાદ ધોધમાર વરસાદ (Torrential rain) તૂટી પડયો હતો. હવામાન વિભાગના (Meteorological Department) આંકડા અનુસાર, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૫ થી વધુ તાલુકામાં વરસાદ પડયો છે. જેમાં સૌથી વધુ બેચરાજીમાં (Becharaj) ૨.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો હજી પણ ગુજરાતના માથે વરસાદની ઘાટ ટળી નથી. ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થશે. ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે.

જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમથી ગઈ કાલે બપોર બાદ અમદાવાદમાં વીજળીના કડાકા તેમજ તોફાની પવન સાથે વરસાદના છાંટા પડવાના શરૂ થયા. તેના બાદ અમદાવાદ અને ભાવનગરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. વધુમાં આ સક્રિય સિસ્ટમની અસર નબળી પડતાં 30 મે પછી વાતાવરણ નોર્મલ થશે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો પોરબંદર, પાટણ, મહેસાણાની સાથોસાથ બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા અને આણંદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતી કાલે ગુજરાતમાં સૂસવાટાભેર પવન અને ગાજવીજ સાથે માવઠું થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-