૨૯ મે / અંગત કાર્યોમાં ડખા, ટેન્શન હાઈપર, આ રાશિના જાતકોનો સોમવાર મજાને બદલે સજાનો સાબિત થશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Share this story

29 May / In personal affairs

મેષઃ
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર સુધી આવક પણ જળવાય. બપોર પછી આવક ઓછી થતી જણાય અને તબિયતમાં પણ અસ્વસ્થતા જણાય. શરદી-ખાંસી-થાક લાગવાની તકલીફ જણાય. ધંધામાં પ્રગતિ.

વૃષભઃ
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. આર્થિક મોરચે ફાયદો થતો જણાય. પરિવારમાં આનંદ-પ્રમોદનું વાતાવરણ પેદા થાય.માતૃસુખ સારૂ. નોકરી-ધંધામાં પ્રગતિ.

મિથુનઃ
કોઇ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. સરકારી કામકાજ, લખાણ બરોબર વાંચી ને કરવું. નાણાંકીય લાભ મેળવી શકાશે. પરિવારમાં આનંદ. સંતાનની પ્રગતિથી મન હરખાય. વાહન સુખ મળે. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય.

કર્કઃ
દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. માનસિક શાંતિ અનુભવાય. નાણાંની આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારના સભ્યો વચ્ચે એકરાગીતા જળવાશે. નોકરી-ધંધામાં મિશ્રફળ મળે. આરોગ્ય સારૂં રહેશે. જમણી છાતી ની કાળજી રાખવી.

સિંહઃ
મનમાં ચંચળતા રહે. આપનું મન કોઇ કળી શકે નહીં. નવા મિત્રો બનશે. જુના મિત્રોને મળવાનું થાય. પ્રિય ‌પાત્ર સાથે પ્રેમ જળવાશે. જીવનસાથી ની પ્રગતિથી આનંદ. ધંધામાં પ્રગતિ. સત્તા,હોદ્દો, માન માં વધારો થાય.

કન્યાઃ
દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહમાં ‍વધારો થતો જણાય. માનસિક શાંતિ અનુભવાય. નાણાંની આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવાર ના સભ્યોની પ્રગતિ થતી જણાય. નોકરી-ધંધા માં ફાયદો થતો જણાય. માથાનો દુઃખાવો રહે.

તુલાઃ
વિદેશના સંબંધો તરફથી લાભ મળતો જણાય. વિદેશ જવાની વ્યવસ્થા નું આયોજન થતું જણાય. માનસિક સંતોષ રહેતો જણાય. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્ર‌ગતિ શક્ય બને.

વૃશ્ચિકઃ
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. આર્થિક દ્રષ્ટિએ સારો દિવસ. માતા-પિતા સાથે મનમેળ રહે. નવા રોકાણો ફાયદા કારક નીવડે. વાહન સુખ, મિલકત સુખમાં વધારો થાય. સ્વાસ્થ્ય જળવાય.

ધનઃ
માનસિક રીતે અસંતોષની ભાવના પેદા થાય. નાના ભાઇ બહેનો સાથે સારૂ. કાર્યક્ષેત્ર સફળતા મળતી જણાય. પરિવાર પ્રત્યે ઉદાસીનતા વર્તાય. ભાગ્ય બળવાન છે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ અનુભવાય.

મકરઃ
માન-સન્માનમાં વધારો થતો જણાય. નાણાંકીય બાબતો અંગે સંતોષ. પરિવારમાં આનંદ. સ્થાવર જંગમ મિલકતના રોકાણોમાં સાનુકુળતા જણાય. સંતાન ના પ્રશ્નો ઉકેલાય. સંતાન તરફથી પ્રેમ મળતો જણાય.

કુંભઃ
આર્થિક બાબતો અંગે શુભ દિવસ. છતાં આજે કોઇને ઉધાર આપવું નહીં. નાણાં ઉછીના આપવા નહીં. પૈસા ફસાઇ ન જાય તેનું ધ્યાન રાખવું. ખાંસી, તાવનો ઉપદ્રવ રહે. દિવસના પૂર્વાર્ધમાં ધંધા બાબતે સારૂ.

મીનઃ
આનંદ-ઉત્સાહ સભર દિવસ જણાય. આર્થિક પાસુ મજબુત બને. પરિવારના સ્ત્રીવર્ગને સફળતા મળતી જણાય. પત્નિ સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ધંધાકીય બાબતોમાં સાચવવું. વિચારીને નિર્ણયો લેવાની સલાહ છે.

આ પણ વાંચો :-