Sunday, Jun 15, 2025

પ્રેમિકાનું ઢીમ ઢાળી દેનાર સુરજ ભુવાજી ઉદ્યોગપતિ જેવી જિંદગી જીવતો, તસ્વીરો જોઈને ઈર્ષ્યા આવશે

3 Min Read

Suraj Bhuwaji

  • પ્રેમિકાથી પીછો છોડાવવા માટે પ્રેમી ભુવાજીએ હત્યાનું કાવતરું રચ્યું અને એક વર્ષ બાદ હત્યાનો ભાંડો ફૂટતા એક મહિલા સહિત ૮ આરોપીઓની ઝોન ૭ LCB ટીમે ધરપકડ કરી.

રિલ લાઈફની (Real life) સ્ટોરીને પણ ટક્કર મારતી રિયલ લાઈફમાં હત્યાની સનસનીખેજ ઘટના અમદાવાદમાં બની છે. ત્યારે સુરજ ભુવાજીની (Suraj Bhuwaji) વૈભવી લાઈફસ્ટાઈલ ભલભલાની ઈર્ષ્યા કરાવે તેવી છે. તેની સોશિયલ મીડિયા તસવીરો આ બાબતના પુરાવા આપે છે કે તે કેવા પ્રકારની જીવનશૈલી જીવતો હતો.

સુરજ ભુવાજીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ કોઈ નબીરા જેવુ છે. કોઈ ઉદ્યોગપતિ પરિવારના નબીરા જેવી તેની જીવનશૈલી છે. અહી તેની અનેક તસવીરો અને વીડિયો મળી આવ્યા છે. સૂરજ સોલંકી માતાજીનો ભૂવો હોવાનો દાવો કરે છે.  તેના સોશિયલ મીડિયામાં હજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર તેની વૈભવી કાર અને હોટલની તસવીરો છે. તે મોંઘીદાટ ગાડીઓનો શોખીન છે.

આ ઉપરાંત તેની એવી તસવીરો પણ શેર કરાઈ છે. જેમાં તે ફુલોના ઢગલા વચ્ચે બેઠો હોય. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવતી ધારા પોતાના પ્રેમી સુરજ ભુવાજીને જ પોતાની દુનિયા માનતી હતી, પણ પ્રેમી એ જ પ્રેમિકાની દુનિયાનો અંત લાવવાનો પ્લાનિંગ કરી નાખ્યો હતો.

તે વાતનો ખ્યાલ મૃતક ધારાને સપને ય નહિ વિચાર્યું હોય. ગત ૨૦ જૂન ૨૦૨૨ના રોજ ધારા કડીવાર જૂનાગઢથી આરોપી મિત શાહ અને સુરજ સોલંકી ઉર્ફે ભુવાજી સાથે નીકળેલી. જોકે તે પહેલા જ તેની હત્યાનો પ્લાનિંગ થઈ ગયો હતો અને ધારાને અમદાવાદ લાવવાને બદલે ચોટીલા પાસેના વાટાવછ લઈ જવાઈ. તે જ સમયે આરોપી મિત શાહે ગળું દબાવી ધારાની હત્યા કરી નાખી.

બાદમાં તુરંત જ ધારાના કપડાં અને મોબાઇલ લઈ અગાઉથી જ પુરાવાનો નાશ કરવા ધારાના મૃતદેહને આરોપી યુવરાજ સોલંકીની વાડીમાં જ સળગાવી દીધી. જોકે ધારાના મૃતદેહનો નિકાલ કરવા લાકડા, પેટ્રોલ અને ઘાસચારો પણ અગાઉથી જ પકડાયેલા આરોપીઓએ પ્લાનિંગ મુજબ મંગાવી રાખેલો હતો. ધારાની હત્યા કેસની આ કહાની માત્ર આટલે જ ન અટકી પરંતુ પોલીસને ગુમરાહ કરવા આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ પૈકી બે આરોપીઓ મિત શાહ અને સૂરજ સોલંકી ઉર્ફે ભુવાજી અમદાવાદ આવ્યા.

બાદમાં આરોપી મિત શાહે માતા મોના શાહને મૃતક ધારાના કપડાં પહેરાવી પાલડી અને સનાથલ વિસ્તારમાં ફેરવામાં આવી. અને તે જ સમયે અન્ય આરોપીઓ યુવરાજ અને ગુંજન ધારાનો મોબાઈલ લઈ મુંબઈ પહોંચ્યા હતા. જ્યાંથી સંજય સોહેલિયા નામના આરોપીના મોબાઈલ પર એક મેસેજ કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનું શરૂ કરાયું.

આ પણ વાંચો :-

Share This Article