સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા સામે FIR દાખલ, ધરણાં સ્થળ ખાલી કરાવ્યું

Share this story

FIR filed against Sakshi Malik

  • Delhi Wrestlers Protest : દિલ્હી પોલીસે જંતર મંતર પર પહેલવાનોના વિરોધ પ્રદર્શનને લઈને કુશ્તીબાજો સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયાની સાથે સાથે આયોજકો અને તેમના સમર્થકો વિરુદ્ધ રમખાણ કરવા તથા સરકાર કર્મચારીઓના કામમાં વિધ્ન નાખવાના આરોપમાં રવિવારે એફઆઈઆર દાખલ કરી.

દિલ્હી પોલીસે જંતર મંતર પર પહેલવાનોના વિરોધ પ્રદર્શનને લઈને કુશ્તીબાજો સાક્ષી મલિક (Wrestlers witness Sakshi Malik), વિનેશ ફોગાટ, બજરંગ પુનિયાની (Bajrang Puniya) સાથે સાથે આયોજકો અને તેમના સમર્થકો વિરુદ્ધ રમખાણ કરવા તથા સરકાર કર્મચારીઓના કામમાં વિધ્ન નાખવાના આરોપમાં રવિવારે એફઆઈઆર દાખલ કરી. આ અગાઉ દિલ્હી પોલીસે (Delhi Police) તેમને રવિવારે સુરક્ષા ઘેરો તોડીને મહિલા ‘મહાપંચાયત’ માટે નવા સંસદ ભવન તરફ આગળ વધવાની કોશિશ કર્યા બાદ કાયદો વ્યવસ્થાના ભંગ બદલ અટકાયતમાં લીધા હતા.

પોલીસે શું કહ્યું?

પોલીસે કહ્યું કે જંતર મંતર પર ૧૦૯ પ્રદર્શનકારીઓ સહિત સમગ્ર દિલ્હીમાં ૭૦૦ લોકોની અટકાયત કરવામાં આવી છે. ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા વિનેશ ફોગાટે કહ્યું કે દિલ્હી પોલીસને ભારતીય કુશ્તી મહાસંઘ (WFI) ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં સાત દિવસ લાગ્યા હતા. પરંતુ જે લોકો શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં સાત કલાક પણ ન લાગ્યા.

અત્રે જણાવવાનું કે દેશના દિગ્ગજ કુશ્તીબાજોએ ૨૩ એપ્રિલના રોજ બ્રિજભૂષણની ધરપકડની માંગણીને લઈને પોતાનું આંદોલન ફરીથી શરૂ કર્યું હતું. પ્રદર્શનકારી પહેલવાનોએ બ્રિજભૂષણ પર એક સગીર સહિત અનેક મહિલા પહેલવાનોના શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે નવી દિલ્હી જિલ્લા હેઠળ આવતા સંસદ માર્ગ પોલીસ મથકમાં પહેલવાન સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટ તથા અન્ય વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાઈ છે જે રવિવારે જંતર મંતર પર પોલીસ સાથે થયેલા ઘર્ષણનો ભાગ હતા.

અધિકારીના જણાવ્યાં મુજબ આઈપીસીની કલમ ૧૮૮ (લોકસેવકના આદેશની અવગણના), ૧૮૬ (લોકસેવકના કર્તવ્ય નિર્વહનમાં વિધ્ન નાખવું) અને ૩૫૩ (સરકારી કર્મચારી પર હુમલો કે અપરાધિક બળનો ઉપયોગ) હેઠળ એફઆઈઆર નોંધાઈ છે. તેમણે જણાવ્યું કે આઈપીસીની કલમ ૩૫૨ (ગંભીર ઉશ્કેરણી ઉપરાંત હુમલો કે અપરાધિક  બળ પ્રયોગ), ૧૪૭ (રમખાણ) અને ૧૪૯ (ગેરકાયદેસર રીતે ભેગા થવું) તથા જાહેર સંપત્તિ નુકસાન નિવારણ અધિનિયમની કલમ ૩ પણ એફઆઈઆરમાં સામેલ છે.

આ પણ વાંચો :-