ચાહકોની આતુરતાનો અંત ! માહીએ ફાઈનલ બાદ નિવૃત્તિ અંગે આપ્યું મોટું નિવેદન

Share this story

End of fans’ eagerness

  • IPL 2023 Final : ગુજરાત ટાઈટન્સને હરાવીને ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમીવાર આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો. આ મેચ બાદ એમએસ ધોનીએ પોતાની નિવૃત્તિ પર મોટું નિવેદન આપ્યું છે.

ઈન્ડિયન પ્રીમીયર લિગ 2023 (IPL 2023)ની ફાઈનલ મેચ સોમવારે રમાઈ. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને (Gujarat Titans) હરાવીને પાંચમીવાર આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો. આ સીઝનની શરૂઆત પહેલા  એવી અટકળો થઈ રહી હતી કે ચેન્નાઈ સુપર કિંગ્સના (Chennai Super Kings) કેપ્ટન એમ એસ ધોનીની (MS Dhoni) આ છેલ્લી સીઝન છે. આવામાં હવે એમએસ ધોનીએ પોતે નિવૃત્તિ પર મોટું નિવેદન આપ્યું છે.

ફાઈનલ મેચ બાદ આપ્યું નિવેદન :

ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમીવાર ટાઈટલ મેળવ્યા બાદ આઈપીએલમાંથી સન્યાસ લેવાની અટકળોને ફગાવતા મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે દર્શકોનો પ્રેમ જોતા તેમને ભેટ આપવા માટે તેઓ આગામી સીઝનમાં જરૂરથી રમશે. અત્રે જણાવવાનું કે દરેક મેદાન પર દર્શકોએ જે રીતે પ્રેમ છલકાવ્યો તેને જોતા સન્યાસની સંભાવના વધુ પ્રબળ બની રહી હતી.

નિવૃત્તિ પર કહી આ વાત :

ગુજરાત ટાઈટન્સને ફાઈનલમાં ૫ વિકેટે હરાવ્યા બાદ જીત પછી જ્યારે ધોનીને પૂછવામાં આવ્યું કે શું આ તેમની છેલ્લી સીઝન છે? ત્યારે ધોનીએ કહ્યું કે જો પરિસ્થિતિઓને જોઈએ તો મારા માટે નિવૃત્તિ લેવાનો આ સર્વશ્રેષ્ઠ સમય છે. મારા માટે એ કહેવું ખુબ સરળ છે કે હવે હું વિદાય લઈ રહ્યો છું પરંતુ આગામી નવ મહિના સુધી આકરી મહેનત કરીને પાછા ફરવું અને એક સીઝન વધુ રમવું કપરું છે.

શરીરે સાથ આપવો પડશે. ચેન્નાઈના પ્રશંસકોએ જે રીતે મને પ્રેમ આપ્યો, આ  તેમના માટે મારી ભેટ હશે કે વધુ એક સીઝન રમું. તેમણે જે પ્રેમ અને લાગણી દર્શાવી છે, મારે પણ તેમના માટે કઈંક કરવું જોઈએ.

આ પણ વાંચો :-