Home Blog Page 1063

નીતા અંબાણીના પર્સની કિંમતમાં ખરીદી શકો છો આલીશાન બંગલો

You can buy a luxurious bungalow

  • નીતા અંબાણીએ આ ઈવેન્ટમાં ફલોરલ વાઈટ પેન્ટ અને પ્રખ્યાત ડિઝાઈનર અનામિકા ખન્નાનું જેકેટ પહેર્યું હતું. નીતા અંબાણીએ પોતાના લોકોને મીનિમલ મેકઅપ સાથે પૂરો કર્યો હતો.

નીતા અંબાણી (Nita Ambani) જ્યાં પણ જાય છે ત્યાં આકર્ષણનું કેન્દ્ર બને છે. તેની સ્ટાઈલ અને ફેશન હંમેશા આકર્ષણનું કેન્દ્ર હોય છે. તે પોતાની ફેશન આઉટિંગથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. કોઈપણ ઈવેન્ટ હોય તે સૌથી અલગ તરી આવે છે. તેના કપડા હોય, ફુટવેર હોય કે પછી પર્સ બધું જ સૌથી અલગ અને સૌથી ખાસ હોય છે. ખાસ કરીને જ્યારથી નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (Nita Mukesh Ambani Cultural Centre) લોન્ચ થયું છે.

ત્યારથી નીતા અંબાણીનો લુક મીડિયામાં હંમેશા છવાયેલો રહે છે. આ કલ્ચરલ સેન્ટરમાં એક કોફી ટેબલ બુક લોન્ચ થઈ હતી. આ ઈવેન્ટ માટે નીતા અંબાણી પણ અહીં પહોંચ્યા હતા.

નીતા અંબાણીએ આ ઈવેન્ટમાં ફલોરલ વાઈટ પેન્ટ અને પ્રખ્યાત ડિઝાઈનર અનામિકા ખન્નાનું (Anamika Khanna) જેકેટ પહેર્યું હતું. નીતા અંબાણીએ પોતાના લોકોને મીનિમલ મેકઅપ સાથે પૂરો કર્યો હતો. જોકે આ ઇવેન્ટમાં લોકોનું ધ્યાન તેના હાથમાં રહેલા પર્સ પર પડ્યું. આ પર્સ દેખાવમાં એકદમ સુંદર અને નાનકડું છે પરંતુ તેની કિંમત એટલી છે કે તમે તમારા શહેરમાં આલિશાન બંગલો ખરીદી શકો.

નીતા અંબાણીનો 3.2 કરોડનું પર્સ :

નીતા અંબાણીએ પોતાના લુકને કમ્પ્લીટ કરતું વાઈટ મેટ એલિગેટર હેન્ડબેગ સાથે રાખ્યું હતું. આ હેન્ડબેલ Hermes Birkin બ્રાન્ડનું હતું. તેની ડિઝાઈન ખૂબ જ ખાસ છે. આ પર એક ઇમારતની આકૃતિ છે અને તેમાં ઓરેન્જ કલરની હેંગિંગ વિન્ડો પર્સના હેન્ડલ પર દેખાય છે. પર્સના બહારના ભાગને અલગ અલગ લેટર્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પર્સની કિંમત 3.2 કરોડ ભારતીય રૂપિયા છે.

શા માટે છે આ પર્સ છે મોંઘું ?

આ બ્રાંડની બેગ ખરીદવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તેનું કારણ તેની કિંમત જ નહીં પરંતુ આ બ્રાન્ડ ખૂબ સિલેક્ટિવ લોકો માટે જ બેગ ડિઝાઈન કરે છે. એક બેગ તૈયાર કરવા માટે ઓર્ડર મળે ત્યારબાદ તેનો વેઈટિંગ પીરિયડ 1 વર્ષ સુધીનો હોય છે. જણાવી દઈએ કે નીતા અંબાણીને હેલ્ડ બેગ્સનો શોખ છે અને તેના કલેકશનમાં દુનિયાની મોંઘી મોંઘી બ્રાંડની બેગ્સ છે.

આ પણ વાંચો :-

૨૦ જૂન / લેવડ-દેવડમાં સાચવવું, પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નો ઉકેલાશે, તો આ રાશિના જાતકોએ આજે સંઘર્ષથી દૂર રહેવું, જુઓ આજનું રાશિ ભવિષ્ય

20 June / Saving in transactions

મેષઃ
આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવાર ના સભ્યો સાથે આનંદ નું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસ ભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ
આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત શાંતિથી કહેવાની સલાહ છે. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ. આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દુર રહેવું.

કર્કઃ
બપોરબાદ આવકનું પ્રમાણ વધેે આથી પ્રસન્નતા નો અનુભવ થાય. પરિવાર માં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવેે. દામ્પત્ય જીવનમાં આનંદ ની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગ્ય નો સાથ મળતો જણાય.

સિંહઃ
નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યાઃ
આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી શકો. માથા ના દુઃખાવા ની સમસ્યા સતાવે.

તુલાઃ
કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીય ક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંંતિથી કામ લેવું. લાંચ રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ
જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહમનો ત્યાગ કરવાથી કાર્ય માં સફળતા મળે. સંતાનો નો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહ ના પુષ્પો ખીલવી શકશો.

ધનઃ
માનસિક પરેશાની માંથી મુત્સદ્દી પણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકરઃ
જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુક્તિ મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઇ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકા ના રોગો, માથા નો દુઃખાવો રહે.

કુંભઃ
બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઇ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્વના નિર્ણયો યોગ્ય રીતે લઇ શકાય. શરદી-ખાંસી થી પરેશાની વધતી જણાય.

મીનઃ
શારિરીક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધિઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

ભારતનાં આ શહેરમાં બટેટા- ડુંગળીના ભાવે અહીં મળે છે કાજુ

0

In this city of India 

  • મોટા ભાગના સ્થળોએ ઉંચા ભાવે મળતા કાજુ ભારતના જ એક શહેરમાં સાવ સસ્તા ભાવે વેચાય છે. તમને આ જાણીને નવાઈ લાગશે. પરંતુ ભારતીય બજારમાં 800 થી 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા કાજુ આ શહેરમાં માત્ર 30 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

ઝારખંડ (Jharkhand) રાજ્યના જામતારા જિલ્લામાં (Jamtara District) કાજુ તે બટાકા, ડુંગળી અને અન્ય શાકભાજીની સમાન કિંમતે મળે છે. હવે તમારા મનમાં પ્રશ્ન તો આવતો જ હશે કે અહીં આટલા સસ્તા કાજુ મળવા પાછળનું કારણ શું છે ? કાજુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ડ્રાયફ્રુટસમાં (Dryfruits) કાજુ એક એવું જ ડ્રાયફ્રૂટ છે. જે લગભગ બધાને પસંદ હોય છે. જ્યારે તમે બજારમાંથી કાજુ ખરીદો છો.

ત્યારે તમને તે રૂ.800 અથવા રૂ.1000 પ્રતિ કિલોના ભાવે મળે છે. આ જ કારણ છે કે ઘણા આર્થિક રીતે નબળા લોકો કાજુ ખાવાથી વંચિત રહે છે. તમને કદાચ ખબર નહીં હોય કે મોટા ભાગના સ્થળોએ ઉંચા ભાવે મળતા કાજુ ભારતના જ એક શહેરમાં સાવ સસ્તા ભાવે વેચાય છે. તમને આ જાણીને નવાઈ લાગશે. પરંતુ ભારતીય બજારમાં 800 થી 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા કાજુ આ શહેરમાં માત્ર 30 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

જાણો આ શહેરમાં કેમ મળે છે કાજુ આટલા સસ્તા છે :

હકીકતમાં ઝારખંડમાં દર વર્ષે હજારો ટન કાજુનું ઉત્પાદન થાય છે. જામતારા જિલ્લા મુખ્યાલયથી લગભગ ચાર કિલોમીટર દૂર લગભગ 49 એકરની વિશાળ કૃષિ જમીન પર કાજુની ખેતી કરવામાં આવે છે. અહીં ડ્રાયફ્રુટસના મોટા બગીચા છે. અહીં કામ કરતા લોકો આ ડ્રાયફ્રૂટસને ખૂબ જ સસ્તા ભાવે વેચે છે.

નવાઈની વાત એ છે કે આમ છતાં આપણને કાજુ મોંઘા ભાવે મળે છે. કાજુના ઊંચા ભાવને કારણે ખેડૂતો મોટાભાગે દેશના અન્ય રાજ્યોમાં પણ ડ્રાયફ્રૂટસની ખેતી કરવા માગે છે. તેમના ઝુકાવનું કારણ તેમની વધતી કિંમત છે. જ્યારથી લોકોને ખબર પડી કે અહીં કાજુ બટાકા અને ડુંગળીના ભાવે મળે છે. ત્યારથી લોકો અહીં આવવા-જવા લાગ્યા.

આ પણ વાંચો :-

મોદી સરનેમ ! રાહુલ કોર્ટમાં હાજર નહીં રહે તો થઈ શકે છે ધરપકડ

0
  • મોદી સરનેમ પર ટિપ્પણી કરવી એ રાહુલ ગાંધી માટે ગળાનું હાડકું બની ગઈ છે. સુરત કોર્ટે સજા આપ્યા બાદ રાહુલની સદસ્યતા તો જતી રહી છે. હવે રાંચીમાં થયેલા કેસમાં ધરપકડ થવાના ભણકારા છે. મોદી સરનેમ પર અપમાનજનક ટીપ્પણી કરવાના કેસમાં રાંચીની કોર્ટે વારંવાર સમન્સ આપવા છતાં રાહુલ ગાધી હાજર ના થતાં કોર્ટે છેલ્લું સમન્સ આપીને રાહુલને ૪ જુલાઈએ રૂબરૂ હાજર થવાનો આદેશ આપ્યો છે.

મોદી સરનેમ (Modi surname) પર ટિપ્પણી કરવા પર રાહુલ ગાંધીને (Rahul Gandhi) સુરત કોર્ટે સજા આપ્યા બાદ રાહુલની સદસ્યતા તો જતી રહી છે પણ હવે રાંચીમાં થયેલા કેસમાં ધરપકડ થવાના ભણકારા છે. મોદી સરનેમ પર અપમાનજનક ટીપ્પણી કરવાના કેસમાં રાંચીની કોર્ટે (Court of Ranchi) વારંવાર સમન્સ આપવા છતાં રાહુલ ગાધી હાજર ના થતાં કોર્ટે છેલ્લું સમન્સ આપીને રાહુલને ૪ જુલાઈએ રૂબરૂ હાજર થવાનો આદેશ આપ્યો છે.

કોર્ટનું આ છેલ્લું સમન્સ છે અને હવે રાહુલ આ વખતે પણ હાજર નહીં થાય તો તેમની ધરપકડ થઈ શકે છે. આમ કોઈ પણ સંજોગોમાં રાંચીની કોર્ટમાં રાહુલે હાજર થવા માટે આવવું પડશે. કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ જીતી ગઈ છે પણ લોકસભા સમયે ચૂંટણી સભામાં ઉચ્ચારેલા શબ્દો રાહુલને ભારે પડી રહ્યાં છે.

રાંચીમાં પ્રદીપ મોદી નામની વ્યક્તિએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. રાંચીની એમપી-એમએલએ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીની વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિની માંગ કરતી અરજી કોર્ટ પહેલાં જ ફગાવી ચૂકી છે. કોર્ટે અરજી ફગાવતાં રાહુલ ગાંધીના વકીલે કોર્ટ પાસે ૧૫ દિવસનો સમય માંગ્યો હતો.

એ મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં રાહુલ હાજર ના થતાં પ્રદીપ મોદીના વકીલે કરેલી રજૂઆતના પગલે કોર્ટે રાહુલ ગાંધીને છેલ્લું સમન્સ આપ્યું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોદી અટક સંબંધિત કેસમાં 23 માર્ચ-2023ના રોજ સુરતની CJM કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધીને લોકસભામાં સાંસદ પદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. આ મામલામાં રાહુલ ગાંધી પર અનેક કોર્ટમાં કેસ થયા છે.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં ભાષણ આપતી વખતે રાહુલ ગાંધીએ ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી અને લલિત મોદીનો ઉલ્લેખ કરતાં કહ્યું – બધા ચોરોની અટક મોદી કેમ છે…. આ નિવેદન બાદ સુરતના ભાજપના નેતા પૂર્ણેશ મોદી એ સુરતમાં રાહુલ પર તમામ મોદી અટકવાળા લોકોને બદનામ કરવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી.

પૂર્ણેશ મોદીના કહેવા પ્રમાણે, રાહુલે પોતાના રાજકીય ફાયદા માટે મોદી સરનેમ ધરાવતા 13 કરોડ લોકોને ‘ચોર’ કહ્યા છે. આ જ કેસમાં સુરતની એક કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના ગુનામાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. તેના બીજા જ દિવસે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા ખતમ કરવાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.

રાહુલ પાસે તે સમયે માફી માગવનો સમય હતો પણ રાહુલે આ બાબતને અવગણી હતી. ગુજરાતમાં આ કેસ હાલમાં હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. રાહુલે સજા સામે અપીલ કરી છે. જો ચૂકાદો રાહુલની વિરુદ્ધમાં આવ્યો તો 8 વર્ષ સુધી તેઓ ચૂંટણી લડી નહીં શકે. હવે રાંચીની કોર્ટમાં આ મામલો આગળ વધ્યો છે. જે આગળ જતાં રાહુલ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

આ પણ વાંચો :-

Jasprit Bumrah Comeback : જસપ્રિત બુમરાહના ફેન્સ માટે સારા સમાચાર આ સીરિઝ પહેલા કરી શકે છે વાપસી..

0

Jasprit Bumrah Comeback 

  • Jasprit Bumrah : ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર ચાલી રહ્યો છે. હવે એશિયા કપ 2023 પહેલા તેની વાપસી અંગે સારા સમાચાર આવ્યા છે.

ભારતીય ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપ 2023 પહેલા વાપસી કરી શકે છે. અહેવાલો અનુસાર બુમરાહ ઓગસ્ટમાં આયર્લેન્ડ સામે રમાનારી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી દ્વારા ટીમમાં વાપસી કરી શકે છે. ફાસ્ટ બોલરે તેની છેલ્લી મેચ સપ્ટેમ્બર 2022માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.

બુમરાહે માર્ચમાં કમરની સર્જરી કરાવી હતી. આ દિવસોમાં તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. ‘ન્યૂઝ18’ અનુસાર, આયર્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન બુમરાહને એશિયા કપ અને વર્લ્ડ કપ 2023 રમવા માટે થોડો જરૂરી સમય મળશે. આયર્લેન્ડ સામેની ત્રણ T20I મેચોની સિરીઝ બાદ ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બરથી એશિયા કપ રમશે.

બુમરાહનું આયર્લેન્ડ શ્રેણીમાં વાપસી લગભગ નિશ્ચિત છે :

બીસીસીઆઈના એક અધિકારી જેમણે બુમરાહની રિકવરી જોઈ છે. તેણે ન્યૂઝ 18ને જણાવ્યું, “જસપ્રીત બુમરાહ આ વર્ષે ઓગસ્ટમાં યોજાનારી આયર્લેન્ડ શ્રેણી માટે ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે આ એક મોટું પ્રોત્સાહન હશે. ઈજાના કારણે લાંબા સમય સુધી બહાર રહ્યા બાદ બુમરાહને પણ ક્રિઝ પર સમય પસાર કરવાની તક મળશે. જો બધું બરાબર રહ્યું તો બુમરાહ મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે.

બુમરાહ દેખરેખ હેઠળ છે :

જણાવી દઈએ કે એનસીએમાં આવ્યા બાદ જસપ્રીત બુમરાહ ચેરમેન વીવીએસ લક્ષ્મણ અને સ્પોર્ટસ સાયન્સ એન્ડ મેડિસિન વિભાગના અધ્યક્ષ નીતિન પટેલની દેખરેખમાં છે. નીતિન પટેલ અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ અને ભારતીય ક્રિકેટ ટીમ માટે ચીફ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. NCAમાં તેને ફાસ્ટ બોલર સાથે નજીકથી કામ કરવાની તક મળી.

વીવીએસ લક્ષ્મણ અને નીતિન પટેલ ઉપરાંત ફિઝિયો એસ રજનીકાંત બોલર સાથે નજીકથી કામ કરી રહ્યા છે તેની ખાતરી કરવા માટે કે તેની રિકવરી યોજના મુજબ આગળ વધી રહી છે. એસ રજનીકાંત દિલ્હી કેપિટલ્સની સપોર્ટ ટીમનો ભાગ હતા. તે જ સમયે તેણે ભૂતકાળમાં શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા અને મુરલી વિજય જેવા ખેલાડીઓને ઈજાઓમાંથી બહાર આવવામાં મદદ કરી છે.

આ પણ વાંચો :–

ફ્રી iPhone ના ચક્કરમાં લાગ્યો લાખ રૂપિયાનો ચૂનો, ભૂલથી પણ WhatsApp પર આવી ભૂલ ક્યારેય કરશો નહીં

0

Lime of lakhs of rupees caught

  • વોટસએપ છેતરપિંડીનો તાજો મામલો મુંબઈથી સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ iPhone 14 Pro Maxના લોભમાં ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યો અને તેના બેંક ખાતામાંથી લાખો રૂપિયા ગુમાવી દીધા.

iPhone ની ઓળખ પ્રીમિયમ સ્માર્ટફોનની છે. દરેક વ્યક્તિને તે મેળવવાની ઈચ્છા હોય છે. તે લેવા માટે લોકો શું જુગાડ કરે છે તે ખબર નથી. iPhoneના આ ક્રેઝના કારણે એક વ્યક્તિએ લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. હકીકતમાં મુંબઈથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક વ્યક્તિ ફ્રી iPhone માટે લકી ડ્રો સ્કીમનો શિકાર બન્યો છે અને આમાં તેણે 4.26 લાખ રૂપિયા ગુમાવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વ્યક્તિને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો જેમાં તેને લકી ડ્રો જીતવાની ઓફર કરવામાં આવી હતી. આ ઓફરમાં વ્યક્તિને iPhone 14 Pro max જીતવાની ઓફર મળી છે. જ્યારે વ્યક્તિએ લકી ડ્રોમાં iPhone જીત્યો હોવાનો દાવો કર્યો ત્યારે તેને એક મેસેજ મળ્યો જેમાં તેને પહેલા ટેક્સ ભરવા માટે કહેવામાં આવ્યું. આ વ્યક્તિ છેતરપિંડીમાં ફસાઈ ગયો અને તેણે લગભગ 4.26 લાખ ચૂકવ્યા.

જણાવવામાં આવી રહ્યું છે કે પીડિતા એક ફર્નિચરની દુકાનની માલિક છે. પૈસા ચૂકવ્યા પછી પણ જ્યારે તેને iPhone 14 Pro Max ન મળ્યો તો તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. આ પછી તે વ્યક્તિ પોલીસ પાસે પહોંચ્યો અને સમગ્ર મામલો જણાવ્યો અને ફરિયાદ નોંધાવી.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં વોટસએપ ફ્રોડ કોલ અને મેસેજની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. સરકાર સાયબર ફ્રોડને રોકવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ જો તમે જાતે જ સાવચેતી ન રાખો તો લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. જ્યારે પણ તમને વોટસએપ, ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર કોઈ શંકાસ્પદ મેસેજ મળે તો તેના પર ક્યારેય ક્લિક ન કરો.

શું તમે આ ભૂલ કરી રહ્યા છો?

આઈફોન ભલે ગમે તેટલો સુરક્ષિત હોય. પરંતુ જો તમે તમારી બાજુથી ભૂલ કરો છો. તો છેતરપિંડી રોકી શકાતી નથી.

ઘણી વખત વોટસએપ, ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર છેતરપિંડીના મેસેજ આવે છે. જો કે જો તમને કોઈ મેસેજ શંકાસ્પદ લાગે તો તેના પર ક્લિક કરશો નહીં.

કોઈપણ લોભને કારણે કોઈ અજાણ્યા વ્યક્તિને પૈસા ટ્રાન્સફર ન કરવા જોઈએ.

OTP કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવો જોઈએ.

આ પણ વાંચો :-

 

કારની ચાવી ભૂલથી પણ બાળકોના હાથમાં ના આવે, નાગપુરમાં SUVમાંથી મળી આવી લાશ

0

Car keys do not fall into hands of children

  • મહારાષ્ટ્રના નાગપુરમાં રવિવારે સાંજે તેમના ઘરથી 50 મીટર દૂર સ્પોર્ટસ યુટિલિટી વ્હીકલ (SUV)માં એક ભાઈ અને બહેન સહિત ત્રણ બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા.

એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે. ફારુક નગરના રહેવાસી તૌફિક ફિરોઝ ખાન (4), આલિયા ફિરોઝ ખાન (6) અને આફરીન ઇર્શાદ ખાન (6) શનિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ ગુમ થયા હતા, એમ પચપોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું કે બાળકોના માતા-પિતાને લાગ્યું કે તેઓ નજીકના મેદાનમાં રમવા ગયા છે. ‘જ્યારે બાળકો શનિવારની મોડી સાંજ સુધી પરત ન આવ્યા. ત્યારે માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો અને અપહરણનો કેસ નોંધાવ્યો. રવિવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ એક કોન્સ્ટેબલે તેમના ઘરની નજીક એક SUV પાર્ક કરેલી જોઈ અને અંદર ત્રણ બાળકોના મૃતદેહ મળ્યા હતા.

અધિકારીએ કહ્યું કે તૌફિક અને આલિયા ભાઈ-બહેન હતા. જ્યારે આફરીન નજીકમાં રહેતી હતી. નાગપુર પોલીસ કમિશ્નર અમિતેશ કુમારે જણાવ્યું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બાળકોના મોત પાછળનું કારણ જાણવા મળશે. હાલ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે ગુમ થયેલા બાળકોના મૃતદેહ તેમના ઘરની નજીક પાર્ક કરેલી જૂની કારમાંથી મળી આવ્યા હતા. ત્રણેય બાળકો રમતા રમતા કારમાં બેસી ગયા અને દરવાજો અંદરથી લોક કરી દીધો. તેઓ ગુમ થયા હતા. ત્યારબાદ તેમની શોધખોળ કરવામાં આવી હતી. ગરમી અને શ્વાસ રૂંધાવાથી ત્રણેયના મોત થયા હોવાનું હાલમાં પ્રથામિક અનુમાન છે.

આ પણ વાંચો :-

 

સુરતમાં ગળે ફાંસો ખાઈ લીધેલા યુવકને પોલીસે CPR આપીને જીવ બચાવ્યો

0
  • રાજ્યભરમાં થોડા દિવસો અગાઉ પોલીસ જવાનોને CPRની તાલિમ આપવામાં આવી હતી. ત્યારે આ તાલિમથી સુરત પોલીસના જવાનોએ એકનો જીવ બચાવ્યાનું સામે આવ્યું છે.

વરાછામાં એક યુવકે પોતાના ઘરમાં જ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લટકી રહ્યો હોવાની જાણ થતાં જ દોડી ગયેલા પોલીસના જવાનોએ સીપીઆર આપીને યુવકનો જીવ બચાવ્યો હતો.

જાણ થતાં જ જવાનો દોડી ગયા :

મોટા વરાછા પોલીસ ચોકીની સામે આવેલા ઘરમાં યુવકે ગળે ફાંસો ખાઈ લીધેલાની જાણ થઈ હતી. જેથી તરત જ મોટા વરાછા પોલીસ ચોકી, ઉત્રાણ પો.ચોકી અને ભરથાણા પો.ચોકીનાં પોલીસ જવાનો કાંતિભાઈ સામતભાઈ, જેન્તીભાઇ કાથુડીયાભાઈ, હરપાલસિંહ કનુભાઈ, રવિરાજ સિંહ અને શૈલેશભાઈ દોડી ગયા હતા.

તાલિમથી જીવ બચ્યો :

પોલીસ જવાનોએ ઘરમાં પ્રવેશી પહેલા ગળે ફાંસો ખાધેલ યુવાનને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ સીપીઆર તાલીમ હેઠળ છાતીમાં પુશીંગ કરી બચાવી લીધો હતો. આ દરમિયાન જ 108ને જાણ કરી દેવાઈ હતી. જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ગળેફાંસો ખાધેલા યુવાનનો સારવાર દરમ્યાન જીવ બચાવી લેવામાં આવ્યો છે.

Rahul Gandhi Birthday : બાળપણમાં આવા દેખાતા હતા રાહુલ ગાંધી, જુઓ સૌથી ક્યૂટ ફોટા

0
  • Happy Birthday Rahul Gandhi : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 53 વર્ષના થઈ ગયા છે. 19 જૂન, 1970ના રોજ રાજકીય પરિવારમાં જન્મેલા રાહુલ બાળપણથી જ પિતા રાજીવ ગાંધી અને દાદી ઈન્દિરા ગાંધીની ખૂબ નજીક હતા.

આજે રાહુલ ગાંધીના જન્મદિવસના અવસર પર અમે તમને તેમના બાળપણની કેટલીક તસવીરો બતાવી રહ્યા છીએ. જેમાં તેમની ક્યુટનેસ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. તે રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પ્રથમ સંતાન છે.

રાજકીય પરિવાર સાથે જોડાયેલા રાહુલ ગાંધી બાળપણથી જ તેમના પિતા રાજીવ ગાંધી અને દાદી ઈન્દિરા ગાંધીની ખૂબ નજીક હતા.

રાહુલ ગાંધી બાળપણથી જ તેમની દાદી ઈન્દિરા ગાંધીની ખૂબ નજીક હતા. પરંતુ 21 વર્ષની ઉંમરે તેમણે દાદીને ગુમાવી દીધા. જણાવી દઈએ કે ઈન્દિરા ગાંધીની 31 ઓક્ટોબર 1984ના રોજ દિલ્હીમાં હત્યા કરવામાં આવી હતી.

દાદીની હત્યા પછી, 21 મે, 1991 ના રોજ જ્યારે તેમના પિતા રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારે રાહુલ ગાંધી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો.

રાહુલ ગાંધી દિલ્હીની મોડર્ન સ્કૂલમાંથી પ્રારંભિક અભ્યાસ કર્યા બાદ દૂન સ્કૂલમાં ગયા હતા. આ પછી, 1989 માં, તેણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં પ્રવેશ લીધો. પરંતુ સુરક્ષાના કારણોસર આગળના અભ્યાસ માટે યુએસ ગયો. સુરક્ષાના કારણોસર રાહુલે 1991માં હાર્વર્ડ યુનિવર્સિટી છોડવી પડી અને રોલિન્સ કોલેજ, ફ્લોરિડામાં એડમિશન લીધું. તેમણે વર્ષ 1994માં આર્ટસમાંથી સ્નાતક થયા અને 1995માં કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજમાંથી એમફિલની ડિગ્રી લીધી.

રાહુલ ગાંધીએ વર્ષ 2004માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને 2004ની સામાન્ય ચૂંટણીમાં અમેઠીથી જીતીને લોકસભામાં પહોંચ્યા. જણાવી દઈએ કે અમેઠી તેમના પિતા રાજીવ ગાંધીનું સંસદીય ક્ષેત્ર પણ હતું.

આ પણ વાંચો :-

કોંગ્રેસે ફરી કાચુ કાપ્યું ! આ કારણે શક્તિસંહ ગોહિલે રવિવારે ચાર્જ ન સંભાળ્યો

0
  • નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર થયેલા શક્તિસિંહ ગોહિલ ગઈકાલે રવિવારે નવો ચાર્જ સંભાળવાના હતા. પરંતુ બાદમાં તે કેન્સલ કરાયુ હતું.

જેમાં તેઓએ એવુ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીનો સોમવારે 18 જુનના રોજ જન્મદિવસ હોઈ તેઓ આ દિવસે જ ચાર્જ લેશે. પરંતુ હવે શક્તિસિંહ ગોહિલના રવિવારે  ચાર્જ ન લેવાની સાચી માહિતી સામે આવી ગઈ છે. કોંગ્રેસે અહી પણ કાચુ કાપ્યુ હતું. ગાંધી આશ્રમથી નીકળ્યા બાદ ખબર પડી કે આજે તો અમાસ છે. તેથી છેલ્લી ઘડીએ શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદનો ચાર્જ લેવાનું ટાળ્યુ હતું.

ગુજરાત કોંગ્રેસ પ્લાનિંગ કરવામાં સતત નિષ્ફળ જઈ રહી છે. આ જ કારણ છે કે, તે લોકોની વચ્ચે જગ્યા બનાવવામાં ફેલ ગયુ છે. વિધાનસભા મોરચે ફેલ ગયા બાદ હવે ગુજરાત કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ બદલ્યા છે. શક્તિસિંહ ગોહિલ ગઈકાલે રવિવારે નવા પ્રમુખ તરીકે ચાર્જ સંભાળવાના હતા. આ માટે રંગેચંગે પદયાત્રા યોજાઈ હતી. પદયાત્રા તો નીકળી. પરંતુ શક્તિસિંહ ગોહિલે ચાર્જ ન સંભાળ્યો. તેઓએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને આ વાત કહી હતી. પરંતુ બાદમાં સામે આવ્યું કે અમાસ હોવાથી શક્તિસિંહ ગોહિલે પદભાર ન સંભાળ્યો.

બધાને જ આશ્ચર્ય લાગ્યુ હતું કે પદયાત્રા બાદ શક્તિસિંહે ચાર્જ કેમ ન સંભાળ્યો. અચાનક કેમ જાહેરાત કરવામાં આવી કે, તેઓ આજે ચાર્જ નહિ સંભાળા. પરંતુ પદયાત્રા કરીને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પહોંચેલા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને અચાનક જાણ થઈ કે આજે અમાસ છે. આ કારણોસર તેઓએ છેલ્લી ઘડીએ ચાર્જ લેવાનુ ટાળ્યુ હતું. આજે તેઓ જગન્નાથ મંદિરમાં દર્શન કરીને ચાર્જ સંભાળશે.

આ પણ વાંચો :-