HomeNationalસ્ટેજ નીચે IED? અમિત શાહની રેલી પહેલાં જ બોમ્બની ધમકી!

સ્ટેજ નીચે IED? અમિત શાહની રેલી પહેલાં જ બોમ્બની ધમકી!

Date:

Related stories

78 વર્ષના પિતાનો મૃતદેહ આટલા વર્ષ સુધી ફ્રીઝરમાં કેમ રાખ્યો? રિડેવલપમેન્ટે ખોલ્યો રાઝ

મુંબઈ જેવા વ્યસ્ત શહેરમાં જ્યાં લોકોને પોતાના જીવતા મા-બાપ...

ગધેડાના નામે નર્સિંગ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ! ખુલ્લી પડી આ રાજ્યના કાઉન્સિલ પોર્ટલની પોલ

મધ્ય પ્રદેશની સરકારી સિસ્ટમની લાલિયાવાડીનો એક એવો કિસ્સો સામે...

દુબઈથી ઈઝરાયલ જતી ફ્લાઈટમાં અચાનક હાઈજેકનો ભય! પાયલટે મોકલ્યો ઈમરજન્સી સિગ્નલ

દુબઈથી ઈઝરાયલ જતી એક પેસેન્જર ફ્લાઈટે અચાનક હાઈજેકના સંકેત...

ઈરાનનો UN પર અનોખો કટાક્ષ! ડૉક્ટર સ્ટ્રેન્જ અને ઠાકુરની તસવીરનો શું છે અર્થ?

શું સંયુક્ત રાષ્ટ્ર (UN) માત્ર પુસ્તકોમાં જ શક્તિશાળી છે,...
spot_img

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પંજાબ પ્રવાસ પૂર્વે જલંધરમાં ભયાનક ધમાકા કરવાની ધમકી મળતા સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓમાં ભારે હલચલ મચી ગઈ છે. બુધવારે સવારે મોકલવામાં આવેલા એક સનસનાટીભર્યા ઈ-મેલમાં અમિત શાહની સભાના સ્ટેજ નીચે આઈઈડી (IED) વિસ્ફોટક ગોઠવ્યા હોવાનો અને ધાર્મિક સ્થળો, શાળાઓ તથા બસોને ટાર્ગેટ કરવાનો ખુલ્લો પડોકાર ફેંકાયો છે. આ ધમકી બાદ સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ અને અભેદ્ય સુરક્ષા કોર્ડન ખડકી દેવામાં આવ્યું છે.

સમયબદ્ધ ધમાકા અને ખાલિસ્તાની સંગઠનોનો દાવો
સવારે ૭:૦૭ વાગ્યે આવેલા ધમકીભર્યા ઈ-મેલમાં ચોક્કસ સમયપત્રક દર્શાવવામાં આવ્યું હતું. જેમાં જાલંધરની શાળાઓમાં સવારે ૧૧:૧૧ વાગ્યે, સુપ્રસિદ્ધ શ્રી દેવી તળાવ મંદિરમાં બપોરે ૧૨:૧૧ વાગ્યે, કોર્ટ પરિસરમાં ૨:૧૧ વાગ્યે અને એક ઓફિસમાં ૩:૧૧ વાગ્યે વિસ્ફોટ કરવાની ચીમકી અપાઈ હતી. સાથોસાથ રેલીમાં લોકોને લાવતી ૨,૦૦૦ બસોમાંથી ૨ થી ૩ બસોમાં પણ બોમ્બ હોવાનો દાવો કરાયો છે. ઈ-મેલના અંતે ‘ખાલિસ્તાન નેશનલ આર્મી’ અને ‘બબ્બર ખાલસા (પરમાર-કેનેડા)’ સહિત ગુરનખ સિંહ, ડૉ. ગુરનિરવૈર સિંહ, પ્રો. ગુરકાલ સિંહ અને પ્રો. ગુરંગાર સિંહના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ચુસ્ત સુરક્ષા વચ્ચે ગૃહમંત્રીનો પ્રવાસ
આ ભયજનક ચેતવણી છતાં ગૃહમંત્રીનો પ્રસ્તાવિત કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો છે. અમિત શાહ બપોરે ૧૨:૩૦ વાગ્યે શક્તિપીઠ શ્રી દેવી તળાવ મંદિર ખાતે નતમસ્તક થઈ સંત સમાજને મળશે. સુરક્ષા માટે લભૂ રામ દોઆબા સ્કૂલ ગ્રાઉન્ડ અને રેલી સ્થળ પાસે બે હેલિપેડ બનાવાયા છે. ત્યારબાદ તેઓ પરાગપુર ખાતે ૩૫ એકરમાં યોજાયેલી ૨૫ હજાર લોકોની ક્ષમતા વાળી મહારેલીને સંબોધશે.

‘નશા મુક્ત પંજાબ યાત્રા’નું મહાસમાપન
આ રેલી સાથે ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬થી માધોપુરથી શરૂ થયેલી અને રાજ્યની તમામ ૧૧૭ વિધાનસભા બેઠકો પર ૪,૦૦૦ કિલોમીટર ફરી વળેલી ભાજપની ‘નશા મુક્ત પંજાબ યાત્રા’નું પૂર્ણાહૂતિ થશે. ઘટનાની ગંભીરતા જોઈને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, સ્નિફર ડોગ્સ અને એસપીજી (SPG) દ્વારા સમગ્ર વિસ્તારનું ખૂણેખૂણું ફંફોસવામાં આવી રહ્યું છે.

Subscribe

Latest stories