Home Blog Page 1011

સુરતમાં કહેવાતાં કોચિંગ ક્લાસીસ ઉપર GST વિભાગની તવાઈ

0
  • રાજ્યભરમાં GST વિભાગે કોચિંગ ક્લાસિસ ઉપર પાડયાં છે. રાજ્યમાં ધમધમતા કોચિંગ ક્લાસ પર GST વિભાગે તબાહી બોલાવી છે.

જેમાં રાજકોટ, અમદાવાદ, બરોડા અને સુરતમાં ૩૧ જગ્યાએ જી.એસ.ટી વિભાગ ત્રાટકયુ છે. રાજકોટ, અમદાવાદ અને વડોદરાથી ૧૮થી ૨૦ કરોડના બેનામી વ્યવહારો GST વિભાગે ઝડપી પાડયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

રાજ્યમાં હવે શિક્ષણનો વેપાર બની ગયો હોય તેવી સ્થિતિ છે. આ દરમિયાન કોચીગ ક્લાસીસ પર GST વિભાગે કરીવાહી શરૂ કરી છે. ત્યારે રાજ્યના કુલ 15 કોચિંગ ક્લાસીસના 31 સ્થાનો પર GST વિભાગ ત્રાટક્યું છે. જેમાંથી બેનામી હિસાબો પણ સામે આવ્યાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ત્યારે GST વિભગની કાર્યવાહીથી રાજયભરના કોચિંગ ક્લાસીસ સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

સુરતમાં ૨૪ જગ્યાએ પડયાં દરોડા :

રાજ્યમાં GST વિભાગે રાજ્યમાં કોચિંગ ક્લાસીસ પર કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો હતો. સંચાલકોએ GST કમ્પ્લાયન્સ યોગ્ય રીતે ન કરતા હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના ૧૫ ક્લાસિસના કુલ ૩૧ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. GST વિભાગે અમદાવાદમાં ૪, સુરતમાં ૨૪, વડોદરામાં ૧ અને રાજકોટમાં ૨ મળી કુલ ૩૧ સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો :-

ઓનલાઈન અહીંથી મંગાવો ટામેટાં, અડધા રૂપિયામાં થઈ જશે કામ, જાણી લો ઓર્ડર કરવાની રીત

0
  • Paytm એ લોકોને ઘરે બેઠા સસ્તા ટામેટાં ખરીદવાની સગવડ શરૂ કરી છે. આ માટે Paytm એ ONDC અને NCCF સાથે ભાગીદારી કરી છે.

હાલની સ્થિતિએ ટામેટાના ભાવ લાલચોળ થયા છે. ભડકે બળતા ભાવને લઈને ટામેટા પર સોશિયલ મીડિયામાં અનેક ફની રિલ્સ પણ બની છે. સોશિયલ મીડિયામાં ટામેટા હાલ ટોપ પર ચાલે છે. તેમ કહેવું પણ વધુ પડતું નથી. કેટલીક જગ્યાએ તો ટામેટાના ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.

સરકાર બાદ હવે Paytm એ લોકોને ઘરે બેઠા સસ્તા ટામેટાં ખરીદવાની સગવડ શરૂ કરી છે. આ માટે Paytm એ ONDC અને NCCF સાથે ભાગીદારી કરી છે. ખાસ વાત એ છે કે Paytmની આ સુવિધા હાલમાં માત્ર દિલ્હી-NCRમાં જ ઉપલબ્ધ છે.

ટામેટાના ભાવ વધારાને લઈને અમુક લોકોના ઘરમાથી તો જાણે ટામેટા ગાયબ જ થઈ ગયા છે તો ઓએનડીસીએ આ સપ્તાહથી જ સસ્તા દરે ટામેટાંનું ઓનલાઈન વેચાણ શરૂ કર્યું છે. હવે પેટીએમએ ઓએનડીસી સાથે હાથ મિલાવીને ઓનલાઈન સસ્તા ટામેટાં ખરીદવું વધુ સરળ બની ગયું છે. આ વખતે ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે ટામેટાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાતા ભાવ વધ્યા છે. સરકારને હવે ઘણા શહેરોમાં સબસિડીવાળા દરે ટામેટાં વેચવા પડે છે.

Paytm E-Commerce Pvt Ltd (PEPL) એ દિલ્હી-NCRમાં ૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવા માટે ONDC અને NCCF સાથે ભાગીદારી કરી છે. સૌથી પહેલા Paytm એપ ઓપન કર્યા બાદ ONDC સર્ચ કરો. બાદમાં હવે ONDC Grocery પર ક્લિક કરતાની સાથે જ Tomato@70 લખેલું દેખાશે, તેના પર ક્લિક કરો. બાદમાં તમારું સરનામું દાખલ કરો. અને ટામેટાંનું વજન નક્કી કરો. બાદમાં પ્રેમેન્ટ પદ્ધતિ અને તમારો ઓર્ડર આપવામાં આવશે. બીજા દિવસે ટામેટાં મળી જશે.

આ પણ વાંચો :-

ફૂલ સ્પીડે કાર દોડાવી માંડ બચેલા વિદ્યાર્થીની રીલ બનાવી, વીડિયો જોઈ લોહી ઉકળી જશે

0
  • સુરતના અલગ અલગ વિસ્તારમાં નબીરાના જોખમી સ્ટંટ કરતાનો વીડિયો સામે આવ્યો છે. BRTS રૂટ પર માંડ બચેલા વિદ્યાર્થીની નબીરાએ રીલ બનાવી છે.

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ પણ રાજ્યમાં અનેક નબીરાઓ બેફામ વાહન ચલાવી રહ્યાં છે. ફૂલ સ્પીડમાં ગાડીઓ ચાલવવાના શોખીનો અકસ્માતના બનાવો પરથી જરા પણ શીખ લેવા તૈયાર ન હોય તે રીતે બેફામ વાહન હંકારી રહ્યાં હોય તેવા અવાર નવાર વીડિયો સામે આવી રહ્યાં છે.

અમદાવાદ અકસ્માત બાદ સુરતના નબીરાના વીડિયો વાયરલ થયો છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં નબીરાના જોખમી સ્ટંટ કરતાનો વીડિયો સામે આવ્યો છે. BRTS રૂટ પર માંડ બચેલા વિદ્યાર્થીની નબીરાએ રીલ બનાવી છે. કારનો દરવાજો ખોલી બેફામ નબીરો કાર ચલાવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આવા લુખ્ખા તત્વો સામે કાર્યવાહી ક્યારે થશે.

રાજ્યમાં અસામાજિક તત્વોને જરા પણ પોલીસનો ડર ન હોય તેવી રીતે વાહન ચલાવતા હોય તેવા વીડિયો સામે આવી રહ્યાં છે. લુખ્ખા તત્વો સામે કાર્યવાહીની લોકો માગ પણ કરી રહ્યાં છે. ખાસવાત એ છે કે, થોડા દિવસ અગાઉ કંપારી દે તેવું અકસ્માત સર્જાયા બાદ પણ બેખોફ સ્ટંટ બાજા બન્યા છે.

આ પણ વાંચો :-

આઈફોન લવરનું ખિસ્સું પૂરેપૂરું ઢીલું થશે. ! લોન્ચ પહેલા iPhone 15ની કિમંતો થઈ ગઈ લિક, જાણો કેટલી

0
  • એપલ iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Maxનાં મોડલ લોન્ચ કરવાની તૈયારીમાં છે ત્યારે તમામ મોડલ્સની એશિયાની કિંમત લીક થઈ ગઈ છે.

એપલનાં ચાહકો સહિત સમગ્ર દુનિયા આઈફોન 15 સીરીઝનાં લોન્ચિંગની રાહ જોઈ રહી છે. તેની લોન્ચિંગને હજુ એક મહિનાનો સમય બાકી છે પરંતુ એ પહેલાં જ એપલનાં આ આઈફોન 15 સીરીઝની કિંમત લીક થઈ ગઈ છે. એપલ આ સીરીઝમાં  iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max મોડલ્સ લોન્ચ કરવા જઈ રહી છે. મીડિયા અહેવાલ અનુસાર iPhone 15 Pro Max મોડલની કિંમત સૌથી વધારે હોઈ શકે છે.

માહિતી અનુસાર બાર્કેલેજની એનાલિસ્ટ ટીમ લોન્ગે એશિયાની સપ્લાય ચેન કંપનીઓની સાથે વાતચીત કરીને ભવિષ્યવાણી કરી છે કે એપલ આઈફોન 15 Pro મોડલ, હાલનાં 14નાં મોડલની સરખામણીએ વધુ મોંઘો રહેશે. એવું કહેવાઈ રહ્યું છે કે iPhone 15 proની કિંમત Iphone 14 proથી 100 ડોલર વધુ હશે જ્યારે iPhone 15 pro maxની કિંમત Iphone 14 pro maxથી 100-200 ડોલર વધારે હશે.

લીક થયેલી ખબર અનુસાર iPhone 15 અને iPhone 15 plusની કિંમત પહેલાની જેમ 799-899 ડોલર રહેશે. આ સિવાય iPhone 15 proની કિંમત 1099 ડોલર જ્યારે iPhone 15 Pro maxની કિંમત 1299 ડોલર થઈ શકે છે.

આ પણ વાંચો :-

૨૯ જુલાઈ / કન્યાને ધંધામાં લાભ તો મકરની વધશે જાવક, જાણો કઈ રાશિના જાતકોનો શનિવાર રહેશે સારો અને કોનો ખરાબ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. મિલકત અંગેના અગત્યના નિર્ણયો ટાળવા. આર્થિક રોકાણ કરતી વખતે સાવચેતી જરૂરી. વાહન સાચવીને ચલાવવું. પત્નિ સાથે મનમેળ જળવાય.

વૃષભઃ
નાણાંકીય પાસુ મજબુત બનતું જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ રહેશે. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

‌મિથુનઃ
નાણાંનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઇ બહેન ની ચિંતા રહે. પરિવાર ના સ્ત્રી વર્ગ નું આરોગ્ય કથળતું જણાય. સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. ચામડીના રોગોની કાળજી રાખવી. દગા-ફટકા નો ભોગ ન બનાય એની સાવચેતી જરૂરી.

કર્કૃઃ
દિવસ દરમ્યાન શુભ ફળ નો અનુભવ થાય. નાણાંની છુટ વર્તાય. સંતાન ની પ્રગતિ ના સાક્ષી બની શકો. વિદ્યાર્થી વર્ગને સફળતા. પત્નિ સાથે આનંદ જળવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

સિંહઃ
થોડી માનસિક ચિંતા રહે. શરદી ખાંસી નો ઉપદ્રવ રહેશે. નાણાંકીય બાબતો અંગે લાભ. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય. નવા વાહન ની ખરીદી શક્ય બને. માતા-પિતા નું આરોગ્ય જળવાય.

કન્યાઃ
કરેલા કાર્યો સફળ થતા જણાય. પરિવારમાં સુખ-શાંતિ-સંપ જળવાય. નાના યાત્રા પ્રવાસ ના યોગ બને છે. ભાગ્ય બળવાન બનતા ઓછી મહેનતે વધુ લાભ મળે. આરોગ્ય જળ‍વાશે.

તુલાઃ
મોજ શોખમાં ખર્ચ વધે સાથે સાથે આવકનું પ્રમાણ પણ જળવાય. નવા વસ્ત્રો ખરીદવાની ઇચ્છા થાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. માતૃસુખમાં વૃદ્ધિ થતી જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃ‌શ્ચિકઃ
માનસિક આનંદ બરકરાર રહે. હોંશીયારી અને કાબેલીયત થી સફળતા મળે. અધિકાર નો દુરુપયોગ ન કરવો. વાણી ઉપર કાબુ રાખવો. વિજાતીય પાત્રનું આકર્ષણ વધે. કરિયાણા, શાકભાજી, ધાતુના ધંધામાં લાભ.

ધનઃ
માનસિક શાંતિ વધે. નકારાત્મક વિચારો વધે. પાણીથી દૂર રહેવું. શરદી-ખાંસી નો ઉપદ્રવ રહે. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકરઃ
મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા સ્ત્રોત ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવો. કોસ્મેટીક્સ, સ્ત્રી શણગારના ધંધા માં લાભ.

કુંભઃ
નોકરી, ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઇચ્છુક ને સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ વધતો જણાય. યોગ્ય નિર્ણય લેવાની વ્યવસ્થા સરળ બને. આવકનું પાસુ જળવાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. સંતાનો સાથે શાંતિ રાખવી.

મીનઃ
ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ સફળતા મળે. નાણાંકીય બાબતોમાં સાનુકુળતા જણાય. યાત્રા-પ્રવાસ ના યોગ બને છે. પિતાની ‌તબિયત સાચવવી. માન‌હાનિ ના યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવું.

આ પણ વાંચો :-

રેમ્પ પર જાહ્નવી કપૂરે બતાવ્યો જલવો,  હોટનેસથી એક્ટ્રેસે લગાવ્યા ચાર ચાંદ !

  • દિલ્હીમાં એક ફેશન શો દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે પોતાની સુંદરતાથી લોકોને દંગ કરી દીધા છે.. જાહ્નવી કપૂરે સિક્વન્સ બ્લુ લહેંગા પહેરીને રેમ્પ પર એવો સ્ટાઈલિશ અંદાજ બતાવ્યો કે જેણે લોકોના દિલમાં ધમાલ મચાવી દીધી છે.

જ્હાન્વી કપૂરે ફરી એકવાર પોતાની સુંદરતાથી ધૂમ મચાવી છે. જ્હાન્વીએ દિલ્હીમાં India Couture ફેશન વીકમાં પોતાની સ્ટાઈલનો એવો અંદાજ બતાવ્યો કે બધા તેને જોતા જ રહી ગયા.

જાહ્નવી કપૂરે બ્લુ કલરનો લહેંગો પહેરીને બોલ્ડનેસનો તડકો લગાવ્યો છે. એક્ટ્રેસ આ રેમ્પ વોક કરતા સમયે હુસ્નપરી જેવી લાગી રહી છે. જાહ્નવી કપૂર ફેશન શોમાં બ્રાલેટ સ્ટાઈલનો બ્લાઉઝ પહેરીને પાછળની બાજુથી ખભા પર દુપટ્ટો લટકાવેલી જોવા મળી રહી છે.

જાન્હવી કપૂરે તેના વાળને સાઈડ પાર્ટીશન આપીને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. જ્હાન્વી કપૂરના નવા ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

જ્હાન્વી કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો એક્ટ્રેસની તાજેતરમાં વરુણ ધવન સાથે બવાલ ફિલ્મ રિલીઝ થઈ છે. બીજી તરફ જો અહેવાલનું માનીએ તો એક્ટ્રેસ ટૂંક સમયમાં જ ફિલ્મ મિસિસ ઔર મિસ્ટર માહીમાં જોવા મળશે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે.

આ પણ વાંચો :-

આજીવન કંઈ નઈ થાય.. ગાડી તો ઠોકાય, ટેન્શન નઈ લેવાનું..’ તથ્યના પિતાની ડંફાસ મારતી વધું એક Audio Clip વાયરલ

0
  • આ બધાની વચ્ચે છ મહિના પહેલા ગાંધીનગરમાં તથ્ય પટેલે કરેલા કાર અકસ્માતને લઈને સનસનીખેજ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે.

અમદાવાદમાં હાલના સૌથી ચર્ચિત તથ્ય પટેલ અકસ્માત કેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તથ્ય પટેલે ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ૦૯ લોકોના જીવ લીધા છે અને બેફામ ગાડી ચલાવીને અવારનવાર ચર્ચામાં રહેનારો તથ્ય પટેલ કોઈ એક ગુનાનો આરોપી નથી. તેના પર એકથી વધુ ગુના પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં તથ્ય પટેલની સાથે સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે અને બન્ને પર ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે.

જો કે આ બધાની વચ્ચે છ મહિના પહેલા ગાંધીનગરમાં તથ્ય પટેલે કરેલા કાર અકસ્માતને લઈને સનસનીખેજ ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ પુત્ર તથ્ય પટેલના એકસ્માતને વ્યાજબી અને યોગ્ય ઠેરવી રહ્યાં છે. તેમના મતે આવા અકસ્માતો તો થયા કરે. ટેન્શન ના લેવાનું હોય.

હાલમાં વાયરલ થયેલી એક ઓડિયો ક્પિલમાં સાંભળી શકાય છે કે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ કોઇને કહી રહ્યાં છે કે, ‘આજીવન કંઈ નઈ થાય…. આવું તો ઠોકાય હવે ગાડી તો ઠોકાય ને… ૧૯ -૨૦ વરસના છોકરાઓથી આવું કોક દીવસ થઈ જાય હવે.. એમાં કંઈ બહુ ટેન્શન નઈ કરવાનું… ‘

હાલમાં જે ઓડિયો ક્લિપ સામે આવી છે તે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના નામથી વાયરલ થઇ રહી છે. આ ક્લિપ ગાંધીનગરમાં તથ્ય પટેલે એક મંદિરમાં ઘૂસાડી દીધી હતી તે સમયની હોવાની પણ વાત સામે આવી છે. એબીપી અસ્મિતા ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.

આ પણ વાંચો :-

આવી ગયું ઈલેક્ટ્રિક બુલેટ ! જબરદસ્ત રેન્જ અને રિવર્સ મોડમાં પણ ભાગશે બાઈક

0
  • રોયલ એનફિલ્ડ બુલેટનો ક્રેઝ યુવાઓમાં શું દરેક જણમાં જોવા મળતો હોય છે. ત્યારે લોકોને રોયલ એનફિલ્મડના ઈલેક્ટ્રિક અવતારનો પણ ઈન્તેજાર છે. રોયલ એનફિલ્ડના ઈલેક્ટ્રિકફિકેશન અંગે કંપનીએ પોતાા ઈરાદા સ્પષ્ટ કર્યા છે કે તેઓ આ દિશામાં કામ કરે છે. પરંતુઆ પહેલા આજે અમે તમને ઈલેક્ટ્રિક બુલેટથી વાકેફ કરાવવા જઈ રહ્યા છીએ.

રોયલ એનફિલ્ડ બુલેટનો ક્રેઝ યુવાઓમાં શું દરેક જણમાં જોવા મળતો હોય છે. ત્યારે લોકોને રોયલ એનફિલ્મડના ઈલેક્ટ્રિક અવતારનો પણ ઈન્તેજાર છે. રોયલ એનફિલ્ડના ઈલેક્ટ્રિકફિકેશન અંગે કંપનીએ પોતાા ઈરાદા સ્પષ્ટ કર્યા છે કે તેઓ આ દિશામાં કામ કરે છે.

પરંતુ આ પહેલા આજે અમે તમને ઈલેક્ટ્રિક બુલેટથી વાકેફ કરાવવા જઈ રહ્યા છીએ. આ બાઈકને બેંગ્લુરુ બેસ્ડ બુલેટિયર કસ્ટમ્સે તૈયાર કરી છે. રસપ્રદ વાત એ છે કે આ ઈલેક્ટ્રિક બુલેટનું નામ Gasoline છે. જાણો આ ઈલેસ્ટ્રિક બુલેટ વિશે..

બુલેટિયર કસ્ટમ્સ છેલ્લા ૧૬ વર્ષથી ખાસ કરીને રોયલ એનફિલ્ડની ગાડીઓેના કસ્ટમાઈઝેશનનું કામ કરે છે. હાલમાં જ ફર્મે રોયલ એનફિલ્ડની જાણીતી બાઈક ૧૯૮૪ મોડલ બુલેટને ઈલેક્ટ્રિક અવતારમાં ડેવલપ કરી છે. એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં ફર્મના ફાઉન્ડર રિકાર્ડો પરેરાએ કહ્યું કે તેમની પાસે પિતાએ ભેટમાં આપેલી ૧૯૮૪ મોડલ રોયલ એનફિલ્ડ બુલેટ હતું.

જે પરંપરાગત ગિયર સિસ્ટમ સાથે આવતું હતું. તેઓ પુત્ર માટે એવી બાઈક ખરીદવા માંગતા હતા. જે ઈલેક્ટ્રિક હોય અને અહીંથી જ તેમને પોતાની જૂની બુલેટને ઈલેક્ટ્રિક અવતારમાં ફેરવવાનો આઈડિયા આવ્યો. આ માટે જૂની બાઈકમાં અનેક પ્રકારના ફેરફાર કર્યા બાઈકના લુક અને ડિઝાઈન સાથે મિકેનિઝમ ઉપર પણ ખુબ કામ કર્યું.

રિકાર્ડોના જણાવ્યાં મુજબ બાઈકને બોબર લુક આપવા માટે ચેચિસને ૩ ઈંચ લાંબી કરવામાં આવી છે. આ ઉપરાંત નવી ડિઝાઈનમાં ફ્યૂલ ટેંક અપાઈ છે. એન્જિન પાર્ટને હટાવીને ત્યાં બેટરી રખાઈ છે. કવર કરવા માટે  ખાસ કવર તૈયાર કરાયું છે જે એક મોટા એન્જિન જેવું દેખાય છે. ફ્યૂલ ટેંકમાં બાઈકને કંટ્રોલર આપવામાં આવ્યું છે જે અલગ અલગ ડ્રાઈવિંગ મોડ આપે છે. જેનો કંટ્રોલર નાઈટ્રો બુસ્ટ સિસ્ટમ પણ આપે છે. જેનાથી બાઈકની મોટર શરૂઆતમાં ૫ સેકન્ડ સુધી ખુબ પાવરફૂલ રહે છે.

ડ્રાઈવિંગ રેજ અને પરફોર્મન્સ :

ઈલેક્ટ્રિક બુલેટને બનાવવામા મુંબઈ બેસ્ડ ગોગો એ ૧ ફર્મથી 5kW ક્ષમતાની BLDC હબ મોટર લેવાઈ છે. બાઈક રેગ્યુલર મોડમાં ૯૦ કિમી અને ઈકોનોમી મોડમાં ૧૦૦ કિમીથી વધુ ડ્રાઈવિંગ રેંજ આપે છે. બેટરીને ફૂલ ચાર્જ થવામાં લગભગ ૭ કલાકનો સમય લાગે છે. ૧૫ એમ્પીયરના ઘરેલુ સર્કિટથી કનેક્ટ કરીને ચાર્જ કરી શકાય છે. ટોપ સ્પીડ ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક છે.

ઈલેક્ટ્રિક બુલેટમાં ત્રણ અલગ અલગ ડ્રાઈવિંગ મોડ અપાયા છે. જેમાં રિવર્સ મોડ પણ છે. એટલે કે તમે બાઈકને રિવર્સ મોડમાં પણ ડ્રાઈવ કરી શકો છો. તેમાં ગિયર લીવરની જગ્યાએ મોડ સ્વિચ ગિયર અપાયા છે. અલગ અલગ મોડની પસંદગી કરી શકો છો. બાઈકની ખાસિયત એ છે કે તેમાં બેલ્ટકે ચેઈન સિસ્ટમ આપવામાં આવી નથી. એટલે કે ઈલેક્ટ્રિક હબ મોટરના પાછળવાળા પૈડામાં જ લગાવવામા આવી છે જે રિયર વ્હીલને સીધો પાવર આપે છે.

આ બાઈકને ઈલેક્ટ્રિક અવતારમાં તૈયાર કરવાનું સ્ટાન્ડર્ડ મોડલનું એન્જિન ૪૫ કિગ્રાનું હતું અને તેમાં ઉપયોગમાં લેવાતી બેટરીનું વજન ૩૭ કિગ્રા છે. બાઈકમાં કસ્ટમાઈઝેશન બાદ વજન ઘણું ઓછું થઈ ગયું. રેગ્યુલર પેટ્રોલ મોડલનું વજન ૧૬૧ કિગ્રાની આજુબાજુ હતું ત્યાં આ ઈલેક્ટ્રિક મોડલનું વજન ૧૪૫ કિગ્રા છે. જે સારી ડ્રાઈવિંગ રેન્જ આપવામાં મદદ કરે છે.

આ પણ વાંચો :-

 

૧૧ મહિલાઓએ ૨૫-૨૫ રૂપિયા ભેગા કરી ખરીદી લોટરીની ટિકિટ, લાગ્યો ૧૦ કરોડનો જેકપોટ

0
  • કેરળમાં ઉછીના લીધેલા પૈસાથી ૧૧ મહિલાઓ રાતોરાત કરોડપતિ બની ગઈ. આ મહિલાઓ પાસે થોડા અઠવાડિયા પહેલા લોટરીની ટિકિટ ખરીદવા માટે ૨૫૦ રૂપિયા પણ નહોતા અને હવે તેમને ૧૦ કરોડ રૂપિયાની લોટરી લાગી છે.

જ્યારે મહિલાઓએ થોડા અઠવાડિયા પહેલા ૨૫૦ રૂપિયાની લોટરી ટિકિટ ખરીદવા માટે પૈસા એકઠા કરવાનું નક્કી કર્યું. ત્યારે તેમના પર્સમાં ૨૫ રૂપિયા પણ નહોતા.

તેમાંથી એકે પોતાનું નસીબ અજમાવવા માટે એક પરિચિત પાસેથી નાની રકમ પણ ઉછીના લીધી હતી.આ 11 મહિલાઓ કેરળની પરપ્પનંગડી મ્યુનિસિપાલિટી હેઠળ હરિત સેનામાં કચરો ઉપાડવાનું કામ કરે છે. આ મહિલાઓએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેઓ એક ક્ષણમાં કરોડપતિ બની જશે. બુધવારે યોજાયેલા ડ્રો બાદ કેરળ લોટરી વિભાગ દ્વારા તેને રૂ. ૧૦ કરોડના મોન્સુન બમ્પરનો વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

સાથીદારો પાસેથી પૈસા ભેગા કરીને ટિકિટ ખરીદનાર રાધાએ ઉત્સાહમાં કહ્યું, ‘અમે પહેલા પણ પૈસા ભેગા કરીને લોટરીની ટિકિટ ખરીદી છે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે અમે કોઈ મોટી રકમ જીતી છે. અન્ય એક મહિલાએ કહ્યું કે તે આતુરતાથી ડ્રોની રાહ જોઈ રહી હતી. પરંતુ જ્યારે કોઈએ તેને કહ્યું કે પડોશી પલકડમાં વેચાયેલી ટિકિટે પ્રથમ ઈનામ જીત્યું છે ત્યારે તેણે દુખ થયું હતું.

લોટરી લગતા આવ્યા ઉત્સાહમાં :

તેણે કહ્યું, ‘જ્યારે આખરે ખબર પડી કે અમને જેકપોટ મળી ગયો છે. ત્યારે ઉત્સાહ અને ખુશીનું કોઈ પાર રહ્યો ન હતો. બધા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ અને પૈસા તેમને સમસ્યાઓના ઉકેલમાં ઘણી હદ સુધી રાહત આપશે. મહિલાઓને જીવન નિર્વાહ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે અને હરિતા કર્મ સેનાના સભ્યો તરીકે તેઓને મળતો નજીવો પગાર તેમના પરિવાર માટે એકમાત્ર આવક છે.

લોટરી લાગી તે ખૂબ મહેનતુ છે  :

હરિતા કર્મ સેના ઘરો અને સંસ્થાઓમાંથી બિન-બાયોડિગ્રેડેબલ કચરો ઉપાડે છે. જેને રિસાયક્લિંગ માટે મોકલવામાં આવે છે. નગરપાલિકામાં હરિતા કર્મ સેના કોન્સોર્ટિયમના પ્રમુખ શીજાએ જણાવ્યું હતું કે આ વખતે ભાગ્યએ સૌથી વધુ લાયક મહિલાઓની તરફેણ કરી છે. તેમણે કહ્યું કે તમામ વિજેતાઓ ખૂબ જ મહેનતુ છે અને તેમના પરિવાર માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે.

તેણે કહ્યું, ‘ઘણા લોકોને દેવું ચૂકવવાનું છે. દીકરીઓના લગ્ન કરાવવાના હોય છે. અથવા તો પોતાના પ્રિયજનોની સારવારનો ખર્ચ ઉઠાવવો પડે છે. તેઓ જીવનની કઠોર વાસ્તવિકતાઓ સામે લડતા અત્યંત સાદા ઘરોમાં રહે છે. બમ્પર લોટરી વિજેતાઓને મળવા અને અભિનંદન આપવા માટે ગુરુવારે અહીંના મ્યુનિસિપલ ગોડાઉન સંકુલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો :-

 

 

અંજુ પછી ચીની યુવતી પ્રેમીને મળવા પહોંચી સીમા પાર, ૨૧ વર્ષની છોકરીનું ૧૮ વર્ષના છોકરા પર આવ્યું દિલ

  • પાકિસ્તાનમાં સરહદ પારથી પ્રેમનો વધુ એક નવો કિસ્સો સામે આવ્યો છે. ચીનની એક મહિલા તેના પ્રેમી સાથે લગ્ન કરવા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંત પહોંચી હતી.

એવું લાગે છે કે આ દિવસોમાં પાકિસ્તાનમાં ‘પ્રેમની દુકાન‘ ખુલી છે. સીમા હૈદર અને અંજુની જેમ સીમા પાર પ્રેમનો વધુ એક નવો કિસ્સો સામે આવ્યો છે. આ વખતે એક ચીની યુવતીને સ્નેપચેટ પર પાકિસ્તાની યુવક સાથે એટલો પ્રેમ થઈ ગયો કે તે લગ્ન કરવા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પહોંચી ગઈ. બંનેની મિત્રતા સોશિયલ મીડિયા પર થઈ અને ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ. મહિલાની ઓળખ ગાઓ ફેંગ તરીકે થઈ છે.

ફેંગ ત્રણ મહિનાના ટ્રાવેલ વિઝા પર ગયા અઠવાડિયે ગિલગિટ થઈને ચીનથી રોડ માર્ગે ઈસ્લામાબાદ પહોંચી હતી. ૨૧ વર્ષીય યુવતીને તેનો ૧૮ વર્ષીય મિત્ર જાવેદ સાથે લઈ ગયો છે. જે અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી જિલ્લા બાજૌરનો રહેવાસી છે.

સરહદી બાજૌર જિલ્લામાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જાવેદ ફેંગને તેના વતન લઈ જવાને બદલે તેને લોઅર ડીર જિલ્લાના સમરબાગ તાલુકામાં તેના મામાના ઘરે લઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બંને છેલ્લા ત્રણ વર્ષથી સ્નેપચેટ દ્વારા સંપર્કમાં હતા અને મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જાવેદના સંબંધી ઈજ્જતુલ્લાએ જણાવ્યું કે, ઈસ્લામ કબૂલ કર્યા બાદ ગાઓએ બુધવારે જાવેદ સાથે લગ્ન કર્યા અને તેનું નવું નામ કિસ્વા છે.

ઈજ્જતુલ્લાએ જણાવ્યું કે ગાઓ 20 જુલાઈના રોજ ઈસ્લામાબાદ પહોંચ્યા જ્યાં તે અને જાવેદે ગાઓનું સ્વાગત કર્યું. ત્યાંથી તેઓ 21 જુલાઈના રોજ લોઅર ડીર જિલ્લામાં આવ્યા હતા અને ગાઓ સમરબાગમાં ઈજ્જતુલ્લાના ઘરે રોકાયા હતા. ઈજ્જતુલ્લાએ કહ્યું કે જાવેદ અને ગાઓએ બુધવારે લગ્ન કર્યા અને પછી ઈસ્લામાબાદ જવા રવાના થયા. સ્થાનિક પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રે તેમને કહ્યું કે સુરક્ષાના કારણોસર અને રમઝાનના પવિત્ર મહિનાને કારણે જિલ્લામાં રહેવું તેમના માટે સુરક્ષિત નથી.

ઈજ્જતુલ્લાએ વધુમાં જણાવ્યું કે જાવેદ બજૌર ડિગ્રી કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સનો કોર્સ કરી રહ્યો છે અને ચીનમાં ગાઓ સાથે કોર્ટ મેરેજ પણ કરશે. પોલીસે પણ આ માહિતીને સમર્થન આપ્યું છે. ઈજ્જતુલ્લાએ કહ્યું ગાઓ થોડા દિવસોમાં ચીન પરત ફરશે. જ્યારે જાવેદ પાકિસ્તાનમાં રહેશે. જાવેદ પાકિસ્તાનમાં પોતાનું શિક્ષણ પૂરું કર્યા પછી ચીન જશે. જેમાં લગભગ એક વર્ષ લાગશે.

અગાઉ સમરબાગમાં ગાઓના રોકાણ દરમિયાન, લોઅર ડીર જિલ્લાના જિલ્લા પોલીસ અધિકારી ઝિયાઉદ્દીને મીડિયાને કહ્યું હતું કે તેમને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. જો કે મહોરમ અને આ વિસ્તારમાં સુરક્ષાની ચિંતાઓને કારણે તેઓને બહાર ફરવાની મંજૂરી આપવામાં આવી ના હતી.

આ પણ વાંચો :-