ઓનલાઈન અહીંથી મંગાવો ટામેટાં, અડધા રૂપિયામાં થઈ જશે કામ, જાણી લો ઓર્ડર કરવાની રીત

Share this story
  • Paytm એ લોકોને ઘરે બેઠા સસ્તા ટામેટાં ખરીદવાની સગવડ શરૂ કરી છે. આ માટે Paytm એ ONDC અને NCCF સાથે ભાગીદારી કરી છે.

હાલની સ્થિતિએ ટામેટાના ભાવ લાલચોળ થયા છે. ભડકે બળતા ભાવને લઈને ટામેટા પર સોશિયલ મીડિયામાં અનેક ફની રિલ્સ પણ બની છે. સોશિયલ મીડિયામાં ટામેટા હાલ ટોપ પર ચાલે છે. તેમ કહેવું પણ વધુ પડતું નથી. કેટલીક જગ્યાએ તો ટામેટાના ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.

સરકાર બાદ હવે Paytm એ લોકોને ઘરે બેઠા સસ્તા ટામેટાં ખરીદવાની સગવડ શરૂ કરી છે. આ માટે Paytm એ ONDC અને NCCF સાથે ભાગીદારી કરી છે. ખાસ વાત એ છે કે Paytmની આ સુવિધા હાલમાં માત્ર દિલ્હી-NCRમાં જ ઉપલબ્ધ છે.

ટામેટાના ભાવ વધારાને લઈને અમુક લોકોના ઘરમાથી તો જાણે ટામેટા ગાયબ જ થઈ ગયા છે તો ઓએનડીસીએ આ સપ્તાહથી જ સસ્તા દરે ટામેટાંનું ઓનલાઈન વેચાણ શરૂ કર્યું છે. હવે પેટીએમએ ઓએનડીસી સાથે હાથ મિલાવીને ઓનલાઈન સસ્તા ટામેટાં ખરીદવું વધુ સરળ બની ગયું છે. આ વખતે ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે ટામેટાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાતા ભાવ વધ્યા છે. સરકારને હવે ઘણા શહેરોમાં સબસિડીવાળા દરે ટામેટાં વેચવા પડે છે.

Paytm E-Commerce Pvt Ltd (PEPL) એ દિલ્હી-NCRમાં ૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવા માટે ONDC અને NCCF સાથે ભાગીદારી કરી છે. સૌથી પહેલા Paytm એપ ઓપન કર્યા બાદ ONDC સર્ચ કરો. બાદમાં હવે ONDC Grocery પર ક્લિક કરતાની સાથે જ Tomato@70 લખેલું દેખાશે, તેના પર ક્લિક કરો. બાદમાં તમારું સરનામું દાખલ કરો. અને ટામેટાંનું વજન નક્કી કરો. બાદમાં પ્રેમેન્ટ પદ્ધતિ અને તમારો ઓર્ડર આપવામાં આવશે. બીજા દિવસે ટામેટાં મળી જશે.

આ પણ વાંચો :-