આજીવન કંઈ નઈ થાય.. ગાડી તો ઠોકાય, ટેન્શન નઈ લેવાનું..’ તથ્યના પિતાની ડંફાસ મારતી વધું એક Audio Clip વાયરલ

Share this story
  • આ બધાની વચ્ચે છ મહિના પહેલા ગાંધીનગરમાં તથ્ય પટેલે કરેલા કાર અકસ્માતને લઈને સનસનીખેજ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે.

અમદાવાદમાં હાલના સૌથી ચર્ચિત તથ્ય પટેલ અકસ્માત કેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તથ્ય પટેલે ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ૦૯ લોકોના જીવ લીધા છે અને બેફામ ગાડી ચલાવીને અવારનવાર ચર્ચામાં રહેનારો તથ્ય પટેલ કોઈ એક ગુનાનો આરોપી નથી. તેના પર એકથી વધુ ગુના પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં તથ્ય પટેલની સાથે સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે અને બન્ને પર ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે.

જો કે આ બધાની વચ્ચે છ મહિના પહેલા ગાંધીનગરમાં તથ્ય પટેલે કરેલા કાર અકસ્માતને લઈને સનસનીખેજ ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ પુત્ર તથ્ય પટેલના એકસ્માતને વ્યાજબી અને યોગ્ય ઠેરવી રહ્યાં છે. તેમના મતે આવા અકસ્માતો તો થયા કરે. ટેન્શન ના લેવાનું હોય.

હાલમાં વાયરલ થયેલી એક ઓડિયો ક્પિલમાં સાંભળી શકાય છે કે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ કોઇને કહી રહ્યાં છે કે, ‘આજીવન કંઈ નઈ થાય…. આવું તો ઠોકાય હવે ગાડી તો ઠોકાય ને… ૧૯ -૨૦ વરસના છોકરાઓથી આવું કોક દીવસ થઈ જાય હવે.. એમાં કંઈ બહુ ટેન્શન નઈ કરવાનું… ‘

હાલમાં જે ઓડિયો ક્લિપ સામે આવી છે તે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના નામથી વાયરલ થઇ રહી છે. આ ક્લિપ ગાંધીનગરમાં તથ્ય પટેલે એક મંદિરમાં ઘૂસાડી દીધી હતી તે સમયની હોવાની પણ વાત સામે આવી છે. એબીપી અસ્મિતા ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.

આ પણ વાંચો :-