HomeGujaratગુજરાતમાં આજે પણ આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી, વાંચીને જ ઘરની...

ગુજરાતમાં આજે પણ આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી, વાંચીને જ ઘરની બહાર પગ મૂકજો

Date:

Related stories

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img
  • સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના ૧૦૦ તાલુકામાં વરસાદ પડયો છે. ભાવનગરમાં સૌથી વધુ ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ ૨૪ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના ૧૦૦ તાલુકામાં વરસાદ પડયો છે. ભાવનગરમાં સૌથી વધુ ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ ૨૪ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારીમાં ફરી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. નવસારી જિલ્લામાં આજે ભારે વરસાદના પગલે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. રાતે ૪ કલાકમાં ૯.૫ ઈંચથી વધુ વરસાદ ખાબકી જતા વહીવટી તંત્ર એક્શનમાં છે. રાત્રે ૧૦ થી ૨ દરમિયાન ભારે વરસાદ પડયો.

આજે પણ ભારે વરસાદની આગાહી :

આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ગુરુવારે ૧૦૦ તાલુકામાં વરસ્યો વરસાદ. નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદને પગલે આગામી ૫ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

તો અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠા વિસ્તારોમાં ૪૫થી ૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાંઈ તેવા અણસાર પણ વ્યક્ત કરાયા છે. બીજી બાજુ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories