Home Blog Page 1007

અમદાવાદના ટાઈટેનિયમ સિટી નજીક અકસ્માત : કાર ચાલકે ટેમ્પો સહિત ૪ વાહનોને લીધા અડફેટે

0
  • અમદાવાદના ટાઈટેનિયમ સિટી નજીક કાર ચાલકે સર્જ્યો અકસ્માત, ટેમ્પો, કાર અને ૨ રિક્ષાને અડફેટે લેતા બે લોકો ઈજાગ્રસ્ત, પોલીસે કાર ચાલકની કરી અટકાયત.

ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ ગુજરાતને જાણે અકસ્માતોનું ગ્રહણ લાગી ગયું હોય તેમ લાગી રહ્યું છે. ઈસ્કોન બ્રિજ પર નવ લોકોના મોત થયા બાદ પોલીસના સતત બંદોબસ્ત અને ચેકિંગ વચ્ચે પણ અકસ્માતોની વણજાર જોવા મળી રહી છે.

ગત રાતે અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કારચાલકે ટેમ્પો, એક કાર અને ૨ રિક્ષાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. હાલ આનંદનગર પોલીસ અને એન ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બ્રેક મારવાને બદલે દબાવ્યું એક્સીલેટર :

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના શ્યામલ ચાર રસ્તાથી પ્રહલાદનગર તરફ જવાના રસ્તા પર ટાઈટેનિયમ સિટી નજીક ગઈકાલે રાત્રે એક વૃદ્ધ કાર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓની કાર એક લોડિંગ ટેમ્પોની સાથે અથડાઈ હતી.

જે બાદ તેઓ ગભરાઈ ગયા હતા અને બ્રેક મારવાની જગ્યાએ એક્સીલેટર દબાવી દેતા તેમની કારે અન્ય એક કાર અને બે રિક્ષાને અડફેટે લીધી હતી. જે બાદ તેમની કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

પાંચ વાહનોને નુકસાન, ૨ લોકો ઈજાગ્રસ્ત :

આ અકસ્માતને પગલે રાહદારીઓનો ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગેની જાણ થતાં આનંદનગર પોલીસ સ્ટેશનની ટીમ પણ બનાવ સ્થળે દોડી આવી હતી. જે બાદ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં વૃદ્ધની કાર, બે રિક્ષા, એક ટેમ્પો અને એક ગાડી સહિત કુલ પાંચ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પોલીસે કારચાલકની અટકાયત કરી હતી. હાલ ઘટનાને પગલે આનંદનગર પોલીસ અને એન ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

 

આજથી શ્રાવણનો પ્રારંભ : હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠયા શિવાલયો, જાણો સોમનાથમાં કેવી છે તૈયારીઓ

0
  • સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી જ દેવોના દેવ મહાદેવને રિઝવવા ભક્તિનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતની વાત હોય કે મધ્ય ગુજરાત રાજ્યભરના નાના મોટા તમામ શિવ મંદિરોમાં શ્રાવણ માસને પગલે અનુપમ શણગાર કરવામાં આવ્યો છે.

કહેવાય છેકે, બધા ભગવાન અને દેવી-દેવતાઓમાં મહાદેવ સૌથી દયાળુ અને ભોળા છે. તેથી તેમને ભોળાનાથ પણ કહેવામાં આવે છે. શિવ શંભુ તેમની પાસે આવનારા ભક્તોના તમામ દુખડા હરી લે છે. અને દરેકના મનની મનોકામના પુરી કરે છે. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે.

શ્રાવણ માસ એટલે શિવ શંકરની આરાધનાના મહિનો. આ મહિનામાં મહાદેવની આરાધનાનું વિશેષ મહાત્મય છે. જેને પગલે આજે વહેલી સવારથી જ ઠેર ઠેર શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. ભોળાનાથના ભક્તોએ વહેલી સવારથી જ શિવ મંદિરોની બહાર ભીડ જમાવી દીધી છે.

સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી જ દેવોના દેવ મહાદેવને રિઝવવા ભક્તિનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતની વાત હોય કે મધ્ય ગુજરાત રાજ્યભરના નાના મોટા તમામ શિવ મંદિરોમાં શ્રાવણ માસને પગલે અનુપમ શણગાર કરવામાં આવ્યો છે.

ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટ રણછોડદાસજી બાપુના આશ્રમે ૯ કરોડ ઓમ નમઃશિવાય મંત્રજાપનું આયોજન, ગોંડલમાં આજે શિવ નગરયાત્રા, જામનગરમાં શિવ આરાધના માટે ડીજીટલ ટેકનોલોજીનો  ઉપયોગ  થશે.

આ ઉપરાંત જુનાગઢમાં ભવનાથ મંદિર સહિત અનેક પ્રાચીન શિવમંદિરો, વાંકાનેર પાસે જડેશ્વર મહાદેવ મંદિર, મોરબીમાં કુબેરનાથ સહિત શિવમંદિરો સહિત સૌરાષ્ટ્રભરમાં અનેક ઐતહાસિક મહત્વ ધરાવતા દિવ્ય શિવમંદિરોએ આવતીકાલથી શિવભક્તિરસની ધારા વહેશે.

સોમનાથ મંદિરમાં કેવી તૈયારીઓ છે?

સૌરાષ્ટ્રના જગપ્રસિધ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તો તમામ શિવમંદિરોને રોશની,ધ્વજ-પતાકાથી શણગારવામાં આવ્યા છે. શુધ્ધ ભાવ અને પૂણ્યકર્મથી માત્ર જળ અને એકાદ બિલ્વપત્રથી પ્રસન્ન થતા ભગવાન મહાદેવનો કૃપાપ્રસાદ મેળવવા આવતીકાલથી એક માસ સુધી શિવલિંગ ઉપર લાખો બિલ્વપત્ર, ષોડષોપચાર પૂજન, દૂધ,મધ સહિત પવિત્ર દ્રવ્યોની ધારા કરશે.

આ પણ વાંચો :-

Mahindra : મહિન્દ્રાએ હચમચાવી દીધું માર્કેટ ! જુઓ ટ્ર્ક જેવી તાકાત અને ડિઝાઈનવાળી પાવરફૂલ કાર

0
  • મહિન્દ્રાએ હાલમાં સ્કોર્પિયો-એન એસયુવી પર આધારિત જીવનશૈલી પિકઅપનું કોન્સેપ્ટ મોડલ પ્રદર્શિત કર્યું હતું. તેની ડિઝાઈન મહિન્દ્રા ઈન્ડિયા ડિઝાઈન સ્ટુડિયો (MIDS) દ્વારા કરવામાં આવી છે.

Mahindra Scorpio N Pickup Truck :

તેના પ્રોજેક્ટ કોડનેમ Z121 છે. મહિન્દ્રા સ્કોર્પિયો એન પિકઅપ કન્સેપ્ટના પ્રોડક્શન વર્ઝનનું વર્લ્ડ પ્રીમિયર ૨૦૨૫માં થશે. જ્યારે લોન્ચ કરવામાં આવશે. ત્યારે તે વૈશ્વિક બજારમાં ટોયોટા સહિત અન્ય કંપનીઓની જીવનશૈલી પિકઅપ્સને સખત સ્પર્ધા આપી શકશે.

Mahindra Scorpio N Pickup Truck :

તેમાં લેવલ-2 ADAS, ટ્રેલર સ્વે મિટિગેશન, એરબેગ પ્રોટેક્શન, ડ્રોસી ડ્રાઈવર ડિટેક્શન અને 5G કનેક્ટિવિટી સહિતની ઘણી સારી સુવિધાઓ હશે. તેમાં ઉત્તમ ઓડિયો અનુભવ, સેમી-ઓટોમેટિક પાર્કિંગ અને સનરૂફ સહિત અનેક સુવિધાઓ મળશે.

મહિન્દ્રાના આગામી વૈશ્વિક પિકઅપમાં સેકન્ડ જનરેશન mHawk ઓલ એલ્યુમિનિયમ ડીઝલ એન્જિન મળશે. જે વર્તમાન સ્કોર્પિયો-એનને પણ પાવર આપે છે. આ 2.2 લિટર ડીઝલ એન્જિન 175 bhp મહત્તમ પાવર અને 400 Nm ટોર્ક જનરેટ કરી શકે છે. તેમાં 4X4 સિસ્ટમ હશે.

ઘણાં બધા ડ્રાઈવ મોડ – સામાન્ય, ગ્રાસ-ગ્રેવેલ-સ્નો, મડ-રટ અને સ્નીડ. પરંતુ અહીં જણાવી દઈએ કે પ્રોડક્શન રેડી મોડલની ડિઝાઈન થોડી અલગ હોઈ શકે છે.

આ પણ વાંચો :-

 

 

મોબાઈલ ચાર્જિંગ દરમ્યાન ક્યારેય ન કરતા આવી ભૂલ, નહીં તો જીવ જશે ! 

0
  • હાલમાં જ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વીજ કરંટ લાગતા માતા-પુત્રના મોત થયા હતા. મળતી માહિતી મુજબ ૧૫ વર્ષનો છોકરો ફોન ચાર્જિંગમાં મૂકવા માટે રાત્રે જાગી ગયો હતો. ત્યારે આ ઘટના બની હતી.

સ્માર્ટફોન ચાર્જર એ એવી વસ્તુ છે જે તમે હંમેશા તમારી સાથે રાખો છો કારણ કે તમે તમારા સ્માર્ટફોનને ગમે ત્યાં અને ગમે ત્યારે ચાર્જ કરી શકો છો. સ્માર્ટફોનની બેટરી ફાટવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. કેટલાક કિસ્સાઓમાં મોટાભાગના સ્માર્ટફોનમાં ખામી હોય છે તો કેટલાક કિસ્સાઓમાં વપરાશકર્તાઓની ભૂલને કારણે અકસ્માતો થાય છે. કેટલીક આદતોને કારણે અકસ્માતો થાય છે.

માતા-પુત્રના મોત :

સ્માર્ટફોન અને મોબાઈલ આપણા માટે ખૂબ જ અનુકૂળ અને ઉપયોગી રહ્યા છે. તેમની મદદથી કોલિંગ અને કનેક્ટિવિટી ખૂબ જ સરળ બની હતી. પરંતુ તે કેટલીકવાર સમસ્યા પણ બની જાય છે. ખાસ કરીને મોબાઈલ ફોન ચાર્જિંગ અનેક વખત લોકો માટે કાળ બની ગયો છે.

હાલમાં જ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વીજ કરંટ લાગતા માતા-પુત્રના મોત થયા હતા. મળતી માહિતી મુજબ ૧૫ વર્ષનો છોકરો ફોન ચાર્જિંગમાં મૂકવા માટે રાત્રે જાગી ગયો હતો. ત્યારે આ ઘટના બની હતી.

આ બાબતો ધ્યાનમાં રાખો

ચાર્જિંગમાં બેદરકારી ઘણી વખત લોકો માટે હાનિકારક :

ચાર્જિંગ દરમિયાન વીજળી પડવાના બહુ ઓછા કેસો જોવા મળે છે. પરંતુ ચાર્જિંગમાં બેદરકારી ઘણી વખત લોકો માટે હાનિકારક બની છે. આવી સ્થિતિમાં ફોન ચાર્જ કરતી વખતે આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

લોકલ બેટરીનો ઉપયોગ ટાળો :

ફોન ચાર્જિંગ એ એક મોટી સમસ્યા છે અને નાની બેદરકારી જીવલેણ બની શકે છે. ઘણા લોકો લોકલ બેટરીનો ઉપયોગ કરે છે. જેના કારણે ફોનમાં આગ લાગવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

Topic | VTV Gujarati

લોકલ ચાર્જરનો ઉપયોગ ટાળો :

વપરાશકર્તાએ હંમેશા ચાર્જિંગ માટે મૂળ ચાર્જરનો ઉપયોગ કરવો જોઈએ. લોકલ ચાર્જરના કારણે ઘણી વખત ફોન વધારે ગરમ થઈ જાય છે અને બ્લાસ્ટ પણ થાય છે.

આ પણ વાંચો :-

ખુલ્લા વાળની ફેશન જીવનમાં મચાવી શકે છે ભારે તબાહી, શાસ્ત્રોમાં કહ્યાં છે તેના ખરાબ પરિણામ

  • શાસ્ત્રો અનુસાર ખુલ્લા વાળ ના રાખવા જોઈએ. મહિલાઓ ખુલ્લા વાળ રાખે તો તેમણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ખુલ્લા વાળ રાખવાથી જીવનમાં અનેક સમસ્યા આવી શકે છે.

આજના સમયમાં લોકો ખુલ્લા વાળ રાખવા વધુ ગમે છે અને તેની ફેશન પણ છે. લગભગ મોટાભાગની મહિલાઓ અને યુવતીઓ ખુલ્લા વાળ રાખવાનું પસંદ કરે છે. શાસ્ત્રો અનુસાર ખુલ્લા વાળ ના રાખવા જોઈએ. મહિલાઓ ખુલ્લા વાળ રાખે તો તેમણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ખુલ્લા વાળ રાખવાથી જીવનમાં અનેક સમસ્યા આવી શકે છે.

ખુલ્લા વાળ રાખવાના ગંભીર પરિણામ :

  • નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી જાય છે :

ખુલ્લા વાળ રાખવા તે અશુભ માનવામાં આવે છે. વાળ ખુલ્લા રાખીને તાંત્રિક ક્રિયાઓ કરવામાં આવે છે, જેથી નકારાત્મક શક્તિનો પ્રભાવ વધી જાય છે. વાળ ખુલ્લા રાખવાથી મહિલાઓ ઝડપથી તંત્ર ક્રિયાથી વધુ પ્રભાવિત થાય છે.

  • સંબંધ પર જોખમ ઊભું થાય છે :

મહિલાઓ ખુલ્લા વાળ રાખે તો સંબંધ પર જોખમ ઊભુ થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર રામ-સીતા વિવાહ સમયે સીતા માતાના માતૃશ્રીએ તેમને વાળ ખુલ્લા ના રાખવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું હતું કે, વાળ વિખાય તો સંબંધ પણ વિખાઈ જાય છે. આ કારણોસર વાળ બાંધીને જ રાખવા જોઈએ.

  • વિખાયેલા વાળને અમંગળ માનવામાં આવે છે :

પૌરાણિક માન્યતા અનુસાર રાજા દશરથના પત્ની કૈકઈ ક્રોધિત હતા તે સમયે તેમના વાળ ખુલ્લા હતા. જેના પરિણામે અમંગળ ઘટનાઓ ઘટિત થઈ હતી. મહાભારત સમયે દ્રૌપદીનું સભામાં અપમાન થયું તે સમયે તેમના વાળ ખુલ્લા હતા. જે ઘૃતરાષ્ટ્ર વંશના નાશનું કારણ બની. આ કારણોસર ખુલ્લા વાળને અમંગળકારી માનવામાં આવે છે.

  • વાળ ખુલ્લા રાખીને પણ ના સૂવું જોઈએ :

રાત્રે વાળ ખુલ્લા રાખીને સૂવું તે પણ અશુભ માનવામાં આવે છે. જે પરિવારના સંકટ અને દુખનું કારણ બની શકે છે. આ કારણોસર વાળ ખુલ્લા રાખીને ના સૂવું જોઈએ. પતિ સાથે હોય તો મહિલાઓ વાળ ખુલ્લા રાખી શકે છે. મહિલાઓ શોક સમયે વાળ ખુલ્લા રાખે છે. આ કારણોસર વાળ ખુલ્લા રાખવા તે અશુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો :-

BOLLYWOOD ACTRESS : દિશા પટાણીનો હોટ લૂક જોઈને લોકો થયા દીવાના, બોલ્ડનેસની તોડી તમામ હદો

  • દિશા પટાણી હંમેશા તેની લવ લાઈફ, ફિટનેસ અને હોટ લૂક, ફિલ્મો અને એક્ટિંગ સ્કિલને કારણે ચર્ચામાં રહે છે. દિશાના ફેન્સ તેની દરેક સ્ટાઇલથી મંત્રમુગ્ધ છે.

ખાસ કરીને દિશાની ફિટનેસે ઘણા લોકોના દિલ જીતી લીધા છે. અભિનેત્રી તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે નવા લૂકને પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. હવે ફરી દિશાએ પોતાની સ્ટાઈલથી ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું છે.

દિશા પટાણીના બિકીની લૂકથી ઈન્ટરનેટનો પારો ગરમાયો :

દિશા બોલિવૂડની તે અભિનેત્રીઓમાંની એક છે જે ખૂબ જ હિંમતભેર કેમેરાની સામે તેના બિકીની લૂકને ફ્લોન્ટ કરે છે. હવે દિશાનો બિકીની લૂક ફરીથી લેટેસ્ટ ફોટોમાં જોવા મળી રહ્યો છે. અહીં તેણે પાણીમાં બેસીને પોતાનો લૂક ફ્લોન્ટ કર્યો છે. અભિનેત્રીએ સફેદ શર્ટ ઉતારીને પોતાની હોટ સ્ટાઈલ બતાવી છે.

Disha Patani Oozes Oomph in Hot Black Off Shoulder Top And Denim Jeans See Viral Photos

દિશાએ ડસ્કી મેકઅપ સાથે તેના લૂકને જોરદાર બનાવ્યો છે. અભિનેત્રીએ પોતાના ભીના વાળ ખુલ્લા રાખ્યા હતા અને ચમકદાર ન્યૂડ મેકઅપ કર્યો છે. દિશાના પરફેક્ટ કર્વી ફિગરથી લોકોના હોશ ઉડી ગયા છે. થોડા જ સમયમાં દિશાના ફોટા પર ૦૭ લાખથી વધુ લાઈક્સ આવી ગઈ છે. જે ઝડપથી વધી રહી છે.

આ ફિલ્મોમાં દિશા પટાણી જોવા મળશે :

બીજી તરફ દિશાની આગામી ફિલ્મોની વાત કરીએ તો આ સમયે અભિનેત્રી ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તે ટૂંક સમયમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘યોદ્ધા’માં જોવા મળશે. આ પછી અભિનેત્રી ‘કંગુવા’ અને દીપિકા પાદુકોણ અને પ્રભાસની ‘કલ્કી ૨૮૯૮ એડી’માં પણ જોવા મળશે.

આ પણ વાંચો :-

ભારતીય ફેન્સ માટે ખુશખબર, રિષભ પંતએ ૮ મહિના બાદ કરી બેટિંગ, પ્રેક્ટિસમાં માર્યા છગ્ગા-ચોગ્ગા

0
  • ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટસમેન રિષભ પંતને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. ગયા વર્ષના અંતમાં કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રિષભ પંતે બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પંત બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો અનુસાર પંતે મંગળવારે (૧૫ ઓગસ્ટ) લાંબા સમય સુધી ક્રિઝ પર બેટિંગ કરી હતી.

હકીકતમાં ૩૦ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ રિષભ પંતની કારનો ભયાનક અકસ્માત થયો હતો. જેમાં ગંભીર ઈજાના કારણે તેણે ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. છેલ્લા આઠ મહિનાથી તે ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળ્યો નથી. તેને આરામ આપવામાં આવ્યો હતો. પરંતુ હવે તે ધીરે ધીરે રિકવર થઈ રહ્યો છે.

આ દિવસોમાં ઋષભ પંત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે. જ્યાં તેની તબિયતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જો કે આ દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં તે બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. તે ભારતના સ્વતંત્રતા દિવસ એટલે કે ૧૫મી ઓગસ્ટે બેટિંગ કરતો જોવા મળ્યો હતો. તે જ સમયે ટીમ ઈન્ડિયાના ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

થોડા દિવસો પહેલા એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે રિષભ પંત ૨૦૨૪માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક્શનમાં જોવા મળી શકે છે. જો કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI તરફથી આ અંગે કોઈ માહિતી મળી નથી.

પરંતુ બીસીસીઆઈએ તાજેતરમાં તેની મેડિકલ ટીમ દ્વારા તેની ફિટનેસ અંગે અપડેટ આપી હતી. ભારતીય બોર્ડે કહ્યું હતું કે રિષભ પંત રિહેબિલિટેશનમાં ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. તેણે નેટસમાં બેટિંગ અને કીપિંગ પણ શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો :-

 

ખાનગી બસ પુલ અને રસ્તા વચ્ચે લટકી પડી, બસમાં ૨૬ મુસાફરો હતા સવાર

0
  • મહુવા-અનાવલ સ્ટેટ હાઈવે પર લક્ઝરી બસને નડ્યો અકસ્માત. બસના ચલાકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમવતા બની ઘટના. ગાંધીનગરથી નાસિક શીરડી યાત્રા પર નીકળ્યા હતા શ્રદ્ધાળુઓ.

મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. વલવાડા ઝાડી વિસ્તારમાં ઘોડસ્થળ પુલ પાસે બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમવતા ઘટના બની હતી. બસમાં સવાર મુસાફરો ગાંધીનગરથી નાસિક શીરડી યાત્રા પર નીકળ્યા હતા.

 મુસાફરો ત્રણ દિવસની યાત્રા પર નીકળ્યા હતા, ત્યારે મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર બસને અકસ્માત નડ્યો છે.ત્યારે રસ્તામાં બસને અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસમાં ૨૬ મુસાફરો સવાર હતા. અકસ્માતને પગલે મહુવા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.

મળતી માહિતી પ્રમાણે બસમાં ૨૬ મુસાફરો સવાર હતા. આ તમામ મુસાફરો મહેસાણાના રહેવાસી છે અને તેઓ ગાંધીનગરથી નાસિક શીરડી યાત્રાએ જવા નીકળ્યા હતા.

 અકસ્માતમાં બે મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ટ મહિલાને અનાવલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખાસેડાયા છે.મુસાફરો ત્રણ દિવસની યાત્રા પર નીકળ્યા હતા. ત્યારે મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર બસને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં બે મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત મહિલાને અનાવલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા છે.

 તસવીરમાં જોઇ શકાય છે કે, કેવી રીતે બસ પુલની સાઇડના ભાગે ભટકાઇ હતી અને પુલ અને રસ્તા વચ્ચે લટકી પડી હતી. બસને બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી.તસવીરમાં જોઈ શકાય છે કે કેવી રીતે બસ પુલની સાઈડના ભાગે ભટકાઈ હતી અને પુલ અને રસ્તા વચ્ચે લટકી પડી હતી. બસને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી.

આ પણ વાંચો :-

 

એકવાર ચાર્જ કરવાથી ૨૪ દિવસ સુધી ચાલનારો ફોન થયો લોન્ચ, કિંમત છે તમારા બજેટની..

0
  • બ્લેકવ્યૂ હંમેશા નક્કર ફોન ઓફર કરે છે. Blackview A200 Pro પણ ખૂબ જ મજબૂત લાગે છે. ફોનનું પ્રી-સેલ અમૂક સમય માટે જ છે.

સ્માર્ટફોન માર્કેટમાં વધુ એક ધાંસૂ ફોનની એન્ટ્રી થઈ ગઈ છે. તાજેતરમાં જ સ્માર્ટફોન નિર્માતા બ્લેકવ્યૂએ, Blackviewએ આકર્ષક ફિચર્સ સાથેનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જેનું નામ Blackview A200 Pro છે. ફોન Helio G99 ચિપસેટ પર રન કરે છે.

આમાં 108MP કેમેરા સેટઅપ છે. ફોનમાં 120Hzના રિફ્રેશ રેટ સાથે 6.6-ઈંચની AMOLED ડિસ્પ્લે છે. આ ફોન એન્ડ્રોઈડ 13-આધારિત DokeOS 4.0 સિસ્ટમ પર ચાલે છે. જાણો Blackview A200 Proની કિંમત અને ફિચર્સ..

Blackview A200 Pro સ્પેશિફિકેશન :

બ્લેકવ્યૂ હંમેશા નક્કર ફોન ઓફર કરે છે. Blackview A200 Pro પણ ખૂબ જ મજબૂત લાગે છે. ફોનનું પ્રી-સેલ અમૂક સમય માટે જ છે. ફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. જેમાં 108MP સેન્સર ઉપરાંત બે 2MP કેમેરા પણ સામેલ છે.

Blackview A200 Pro બેટરી :

Blackview A200 Proને 65W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,050mAh બેટરી મળે છે. જ્યારે બે 4G સિમનો ઉપયોગ કરવામાં આવે ત્યારે બેટરી 24 દિવસ સુધી ચાલી શકે છે. બેટરી ફોનને 7.5 કલાક ગેમિંગ, 20 કલાક મ્યૂઝિક પ્લેબેક, 25 કલાક કોલ ટાઈમ સુધી ચાલી શકે છે. આ ફોનની બેટરી ધાંસું રીતે પરફોર્મ કરી શકે છે. ફોનમાં 12GB/256GB રેમ/સ્ટોરેજ કોન્ફિગરેશન છે. આમાં 1TB સુધી માઈક્રોએસડી સપોર્ટ પણ છે.

Blackview A200 Proની ભારતમાં શું હશે કિંમત :

Blackview A200 Proના પ્રથમ હજાર ઓર્ડર માટે આની કિંમત $199 (લગભગ 16,500 રૂપિયા) છે. પ્રી-ઓર્ડર પછી ફોનની કિંમત ફરીથી $219.99 (18,319 રૂપિયા) થશે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં વરસાદને લઈને થઈ ફરી મોટી આગાહી ! શું ખેડૂતોને થશે આ વરસાદથી ફાયદો ?

0
  • ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી તારીખ ૧૭ થી 31 ઓગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં થશે વરસાદ.

રાજ્યભરમાંથી વરસાદે વિદાય લીધી છે છતાં વરસાદના ચોથા રાઉન્ડને લઈને વિધવિધ પ્રકારની આગાહીઓ થઈ રહી છે. આ બધાની વચ્ચે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું કે ઓગસ્ટ મહિનામાં મઘા નક્ષત્રમાં પરિવર્તન થશે. નક્ષત્રમાં પરિવર્તન થવાને કારણે વાતાવરણમાં પલટો આવશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિના અંતિમ દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જેમાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. નર્મદાના ઉપરવાસમાં વરસાદથી સરદાર સરોવર બંધમાં પાણી આવક વધશે.

ગુજરાતમાં ૧૭થી ૨૪ ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા :

આગામી ૨૪ કલાકમાં ગુજરાતમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે. ૧૭ થી ૧૯ ઓગસ્ટ અને ૨૧થી ૨૪ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થશે. તો ૨૬ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે.

૨૬ થી ૩૧ ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે. તેઓએ જણાવ્યું છે કે ૨૧ ઓગસ્ટ બાદ બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થશે. બીજી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહેશે.

અંબાલાલના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલના દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આણંદ, નડિયાદ, ખેડા, માતર સહિતના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ રહેશે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ૩૦ અને ૩૧ ઓગસ્ટે મઘ નક્ષત્રમાં સારો વરસાદ થશે. મઘ નક્ષત્રમાં સારા વરસાદથી ખેડૂતોને ફાયદો થશે.

આ પણ વાંચો :-