ગુજરાતમાં વરસાદને લઈને થઈ ફરી મોટી આગાહી ! શું ખેડૂતોને થશે આ વરસાદથી ફાયદો ?

Share this story
  • ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી તારીખ ૧૭ થી 31 ઓગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં થશે વરસાદ.

રાજ્યભરમાંથી વરસાદે વિદાય લીધી છે છતાં વરસાદના ચોથા રાઉન્ડને લઈને વિધવિધ પ્રકારની આગાહીઓ થઈ રહી છે. આ બધાની વચ્ચે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું કે ઓગસ્ટ મહિનામાં મઘા નક્ષત્રમાં પરિવર્તન થશે. નક્ષત્રમાં પરિવર્તન થવાને કારણે વાતાવરણમાં પલટો આવશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિના અંતિમ દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જેમાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. નર્મદાના ઉપરવાસમાં વરસાદથી સરદાર સરોવર બંધમાં પાણી આવક વધશે.

ગુજરાતમાં ૧૭થી ૨૪ ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા :

આગામી ૨૪ કલાકમાં ગુજરાતમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે. ૧૭ થી ૧૯ ઓગસ્ટ અને ૨૧થી ૨૪ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થશે. તો ૨૬ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે.

૨૬ થી ૩૧ ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે. તેઓએ જણાવ્યું છે કે ૨૧ ઓગસ્ટ બાદ બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થશે. બીજી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહેશે.

અંબાલાલના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલના દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આણંદ, નડિયાદ, ખેડા, માતર સહિતના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ રહેશે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ૩૦ અને ૩૧ ઓગસ્ટે મઘ નક્ષત્રમાં સારો વરસાદ થશે. મઘ નક્ષત્રમાં સારા વરસાદથી ખેડૂતોને ફાયદો થશે.

આ પણ વાંચો :-