સુરતમાં રખડતાં શ્વાનનો આતંક એક જ દિવસમાં ૧૦થી વધુને ભર્યા બચકાં

Share this story

સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત્ જોવા મળ્યો છે. ત્યારે આજે શહેરના અલગ અલગ વિસ્તારમાં એક પછી એક ૧૦ જેટલા લોકો એનો ભોગ બન્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં આજે સવારથી ૧૦ જેટલા લોકો રસી મુકાવવા માટે આવ્યા હતા. આ સાથે અન્ય ડોઝ લેવા પણ લોકો આવતાં રસી લેવા લાઈન લાગી ગઈ હતી. બાળકથી લઈ આધેડ વયના લોકોને રખડતા કૂતરાઓએ બચકાં ભર્યાં છે, જ્યારે એક કિશોરને કૂતરાએ બચકું ભર્યું તો તેની માતા તેને સિવિલ લાવી હતી અને અહીં રડી પડી હતી.

પાંડેસરા વિસ્તારમાં માતા સાથે નીકળેલા ૧૦ વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. પગની પીંડિના ભાગે બચકું ભરી લેતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જો કે, શ્વાનના વધતાં જતાં હુમલાને લઈને સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે રોષની લાગણી જોવા મળી રહી છે.

પાંડેસરા વિસ્તારમાં હવે શ્વાનનો આતંક સામે આવ્યો છે. ૧૪ વર્ષીય ગણેશ કહારને શ્વાન કરડ્યું હતું. ગણેશ કહાર ધોરણ ૬માં અભ્યાસ કરે છે. ગણેશ કહાર સવારે સબંધીના ઘરે માતા સાથે જઇ રહ્યું હતું. તે સમયે શ્વાને બચકાં ભર્યાં હતાં. જેથી માતા અને બાળક ડરી ગયાં હતાં. જેથી તાત્કાલિક તેઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. જ્યાં બાળકની સારવાર તબીબોએ કરી હતી.

આ પણ વાંચો :-