શિક્ષકોની ફરિયાદ પછી સ્મૃતિ ઈરાનીએ ફોન કરીને અધિકારીનો લીધો ક્લાસ

Share this story

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમના લોકસભા ક્ષેત્ર અમેઠીના ૩ દિવસના પ્રવાસે છે. એવામાં શુક્રવારે જ્યારે તે લોકોને મળી રહી હતી, ત્યારે એક નિવૃત્ત શાળાના શિક્ષકે ફરિયાદ કરી હતી કે નિવૃત્તિ પછી પણ, તેના પગાર ચૂકવવામાં આવ્યા નથી. જેના પર સ્મૃતિ ઈરાનીએ  જિલ્લા શાળા નિરીક્ષકને ફોન કર્યો હતો.

હાલ સ્મૃતિ ઈરાની અમેઠીના ત્રણ દિવસના પ્રવાસે છે. આ દરમિયાન શુક્રવારે તેમણે અમેઠીના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં નિવૃત શિક્ષક દ્વારા સ્મૃતિ ઈરાનીને ફરિયાદ કરવામાં આવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે હજુ તેમના પગારની ચુકવણી થઇ નથી. આ બાબત પર તાત્કાલિક એક્શન લેતા સ્મૃતિ ઈરાનીએ જિલ્લા શાળા નિરીક્ષકને ફોન કર્યો હતો અને નિવૃત્ત શિક્ષકોના પગાર તાત્કાલિક ચૂકવવાનું કહ્યું હતું. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે ‘તમારા ડેસ્ક પર જે પણ ફાઈલ બાકી છે તે આજે જ ક્લિયર કરો.’

કેન્દ્રીય મંત્રી અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાની પોતાના સંસદીય ક્ષેત્રના પ્રવાસ પર છે. શુક્રવારે તેમણે રામદેવપુર ગામમાં ચૌપાલ લગાવ્યો. આ દરમિયાન એક વૃદ્ધ નિવૃત્ત શિક્ષક તેમની પાસે પોતાની આપવીતી લઈને પહોંચ્યા. તેમણે ફરિયાદ કરી કે જિલ્લા વિદ્યાલય નિરીક્ષક (DIOS) ઓફિસના ચક્કર લગાવી રહ્યા છે. ત્યારબાદ સ્મૃતિ ઈરાનીએ મહિલા DIOSને જોરદાર ફટકાર લગાવી.