PM મોદીએ ‘અયોધ્યા ધામ’ રેલવે સ્ટેશનનું કર્યું લોકાર્પણ

Share this story

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીની હસ્તે ‘અયોધ્યા ધામ’ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અયોધ્યા એરપોર્ટ પર આગમન બાદ પીએમ મોદી ૮ કિમીનો રોડ શૉ કરીને અયોધ્યા ધામ રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં સૌથી પહેલા તેમના હસ્તે આયોધ્યા ધામ સ્ટેશનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ડિસેમ્બરના એટલે કે આજ રોજ રેલ યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અનેક સુવિધાઓથી સજ્જ બે અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સામાન્ય માણસ માટે મોટી ભેટ સાબિત થઈ શકે છે. તેમાં એક દરભંગા-અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ અને બીજી માલદા ટાઉન-સર એમ. વિશ્વેશ્વરાય ટર્મિનસ (બેંગલુરુ) નો સમાવેશ થાય છે.

અમૃત ભારત ટ્રેનની સાથે વડાપ્રધાન છ નવી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે. તેમાં શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, અમૃતસર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, કોઈમ્બતુર-બેંગ્લોર કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ, મેંગલોર-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ, જાલના-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અને અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-