કેનેડાનો વધુ એક ખાલિસ્તાની આતંકવાદી જાહેર, કોણ છે લખબીર સિંહ લાંડા?

Share this story

કેનેડા સ્થિત બબ્બર ખાલસાના લખબીર સિંહ લાંડાને ગૃહ મંત્રાલયે આતંકવાદી જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે લખબીર સિંહ લાંડા કેનેડા સ્થિત ખાલિસ્તાન તરફી તત્વો સાથે સંકળાયેલા હતા, જેમાં શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નુ અને ખાલિસ્તાન ટાઈગર ફોર્સના નેતા હરદીપ સિંહ નિજ્જરનો સમાવેશ થાય છે.

લખબીરેને લઈને ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, લખબીર સિંહ ઉર્ફે લાંડા, જે હાલમાં કેનેડાના આલ્બર્ટાના એડમોન્ટનમાં રહે છે, તે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે. લખબીર અનેક આતંકી હુમલામાં સામેલ હતો. પંજાબ ઇન્ટેલિજન્સનું મુખ્ય મથક મોહાલીમાં છે અને પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સીમા પારથી અલગ-અલગ મોડ્યુલોને ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IEDs), હથિયારો, વિસ્ફોટકો સપ્લાય કરવામાં પણ સામેલ રહ્યો છે.

આ વર્ષે સપ્ટેમ્બરમાં પંજાબ પોલીસે કેનેડા સ્થિત આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા ૪૮ સ્થળો પર દરોડા પાડ્યા હતા. વેપારી પર હુમલો કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. વેપારીએ દાવો કર્યો હતો કે લાંડાએ ફોન કરીને ૧૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી. પંજાબ પોલીસ દ્વારા દરોડા દરમિયાન ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ભારત ખાલિસ્તાની કટ્ટરપંથીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યું છે. ગૃહ મંત્રાલયે લખબીરને આતંકવાદી જાહેર કર્યો છે.

આ પણ વાંચો :-