૦૭ જાન્યુઆરી, ૨૦૨૪ / આજ રવિવારના દિવસે નાણાં ફસાઇ જવાની શક્યતા, ધાર્મિક કાર્યોનું આયોજન બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

Share this story

મેષઃ

આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થાય. ધંધાકીયક્ષેત્રે સફળતા. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. અગત્યના કાર્યો બપોર સુધી પુરા કરવા. આરોગ્ય સાચવવું.

વૃષભઃ ‌

બપોર સુધી પ્રતિકુળતા રહે. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે આનંદ વર્તાય. જીવનસાથી સાથે આનંદ પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો જણાય. મિત્રોનો સહકાર મળે.

‌મિથુનઃ

આવકનું પ્રમાણ જળવાય. હોટલ, વીમો અેકાઉન્ટીંગ ક્ષેત્રે કાર્યકરતી વ્યક્તિઓને વિશેષ લાભ. સંતાનની પ્રગતિથી આનંદ. સંતાન તરફની ચિંતા હળવી બને. બપોર બાદ તમામ કાર્યોમાં પ્રતિકુળતા વર્તાય. આથી ધીરજ ધરવી.

કર્કઃ

શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. નાણાંકીયક્ષેત્રે પ્રગતિ જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

સિંહઃ

શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. નાણાંકીય ક્ષેત્રે પ્રગતિ જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

કન્યાઃ

કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે. નવા રચનાત્મક કાર્યોની શરૂઆત શક્ય બને. જમીન-મકાનથી લાભ. સ્થાવર જંગમ મિલકતની ખરીદી-વેચાણ શક્ય બને. આરોગ્યની કાળજી જરૂરી.

તુલાઃ

વિનયી, વિવેકી, માનવતાવાદી વલણને કારણે યશ-પ્રતિષ્‍ઠા વધે. સાચુ-ખોટુ પારખવાની કુદરતી શક્તિને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પ્લાસ્ટીક, જાહેરખબર, ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં લાભ. છાતી, પેટના રોગોથી સાવધાની જરૂરી.

વૃ‌શ્ચિકઃ

બપોર સુધી સ્વભાવમાં ઉગ્રતા જણાય. નાણાંકીય આવક સામાન્ય રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેતો જણાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરે, આવક વધતાં આનંદ જળવાય. સ્વાસ્થ્યમાં સુધારો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે.

ધનઃ

બપોર સુધી આનંદ વધે. ‌આર્થિક પાસુ મજબૂત બનતુ જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થતું જણાય. ધંધાકીયક્ષેત્રે પ્રગતિ થતી જણાય. બપોર બાદ આવકમાં ઘટાડો થાય. ખર્ચનું પ્રમાણ વધે. વિચારો ઉપર કાબુ રાખવો.

મકરઃ

ધંધાકીય ક્ષેત્રે ચિંતા વધતી જણાય. અગત્યના નિર્ણયો મોકુફ રાખવા. પિતાની તબિયતની કાળજી જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ ઘટતો જણાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો જણાય.

કુંભઃ

દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો હોવાને કારણે કાર્યમાં સફળતા અનુભવાય. નોકરીમાં આનંદ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. આવક જળવાશે. છતાં ધંધામાં નાણાં ઉછીના આપવા નહીં, અન્યથા ફસાઇ જવાના યોગ છે.

મીનઃ

બપોર સુધી સંતાન સબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે. શરદી-ખાંસી માથાના દુઃખાવાની સમસ્યા રહે. બપોર બાદ પરિસ્થિતિ સુધરે. ભાગ્યમાં વૃધ્ધિ જણાય. કાર્યમાં સફળતા મળે તથા આવકમાં પણ વધારો થાય.

આ પણ વાંચો :-