મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનું શું છે કારણ?

Share this story

આવતીકાલે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી સાથે ગુજરાત આવતા કેજરીવાલ લોકસભાની ચૂંટણીની સમીક્ષા બેઠક કરશે. આ સાથે જ તેઓ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને પણ મળવા માટે પહોંચશે.

દિલ્હીમાં આપના ભૂતપૂર્વ ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહની પણ અગાઉ આ મામલે ધરપકડ થઈ હતી. આપના મોટા નેતાઓની ઈડીની પૂછપરછ બાદ ધરપકડ થતાં ઘણા સમયથી અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ થશે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી. અરવિંદ કેજરીવાલ આવતીકાલે બપોરે વડોદરા એરપોર્ટ પર પહોંચશે. અહીંથી તેઓ ૧ વાગ્યે નેત્રંગમાં જનસભાને સંબોધશે. આ બાદ સાંજે ૭ વાગ્યે તેઓ પ્રદેશ આગેવાનો સાથે મુલાકાત કરીને લોકસભાની ચૂંટણીની સમીક્ષા બેઠક કરશે અને વડોદરામાં જ રાત્રિ રોકાણ કરશે.

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ કેજરીવાલના ગુજરાત પ્રવાસ અંગે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન ૭ અને ૮ જાન્યુઆરીએ ગુજરાત આવીને આપના ધારાસભ્ય ચૈતર વસાવાની જેલમાં મુલાકાત લેશે. અરવિંદ કેજરીવાલે સમનને ગેરકાયદે ગણાવ્યું છે અને પોતાની ધરપકડની શંકા વ્યક્ત કરી છે. આ બાદ તેઓ સોમવારે ૧૧ વાગ્યે રાજપીપળા જેલમાં ચૈતર વસાવાને મળવા માટે પહોંચશે. તેમની મુલાકાત માટે જેલ તંત્ર તરફથી પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આ બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે.