બોઇંગ હવામાં ઉડતું હતું, ને દરવાજો ઉડી ગયો

Share this story

અલાસ્કા એરલાઇન્સના બોઇંગ ૭૩૭-૯ મેક્સ વિમાને આજે ઉડાન ભરતાંની સાથે જ કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. વિમાને ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં તેનો દરવાજો હવામાં ઉડી ગયો હતો. મુસાફરો દ્વારા લેવામાં આવેલા વિડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે કેન્દ્ર-કેબિનનો એક્ઝિટ ડોર વિમાનથી સંપૂર્ણપણે અલગ થઈ ગયો હતો.

આ ઘટના બની ત્યારે વિમાનમાં ૧૭૪ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બર સવાર હતા. એરલાઇન્સે કહ્યું કે અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. અલાસ્કા એરલાઇન્સની ફ્લાઈટ નંબર ૧૨૮૨માં આ ઘટના બની હતી. જોકે આ વિમાનનું પોર્ટલેન્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સફળતાપૂર્વક ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં વિમાનમાં બેસેલા લોકો દેખાઈ રહ્યા છે અને બારીનો એક હિસ્સો તૂટી ગયેલો પણ દેખાય છે.

આજની ઘટનામાં સામેલ બોઇંગ ૭૩૭ મેક્સ ૧ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ અલાસ્કા એરલાઇન્સને સોંપવામાં આવ્યું હતું. અને ૧૧ નવેમ્બર, ૨૦૨૩ ના રોજ કોમર્શિયલ સર્વિસમાં પ્રવેશ કર્યો. Flightradar૨૪ એ જણાવ્યું કે ત્યારથી તેણે માત્ર ૧૪૫ ફ્લાઈટ્સ ચલાવી છે. આ ફ્લાઈટમાં લગભગ ૧૭૧ યાત્રી હતા જે તમામ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.