બિલકિસ બાનો હત્યા કેસ સુપ્રીમ કોર્ટે બદલ્યો ગુજરાત સરકારનો ફેંસલો

Share this story

બિલકિસ બાનો કેસને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજરાતના બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે અરજીને સુનાવણી માટે યાગ્ય માની છે. SCએ કહ્યું, મહિલાઓ સન્માનની હકદાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બને રાજ્યો (મહારાષ્ટ્ર-ગુજરાત)ની નીચલી કોર્ટ અને હાઈકોર્ટ નિર્ણયો લઈ ચૂકી છે. આવી સ્થિતિમાં આમાં કોઈપણ પ્રકારની દખલગીરીની જરૂર જણાતી નથી.

ઓગસ્ટ ૨૦૨૨માં ગુજરાત સરકારે બિલ્કીસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજાના તમામ ૧૧ દોષિતોને મુક્ત કર્યા હતા. ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલ્કીસ બાનો કેસના ગુનેગારોને જેલમાં જવું પડશે.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે આ ચુકાદો આપ્યો છે. ખંડપીઠે ગયા વર્ષે ૧૨ ઓક્ટોબરે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસની કોર્ટમાં સતત ૧૧ દિવસ સુધી સુનાવણી ચાલી. સુનાવણી દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકારોએ ગુનેગારોની સજા માફી સંબંધિત મૂળ રેકોર્ડ રજૂ કર્યા હતા. ગુજરાત સરકારે દોષિતોને માફ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુનેગારોની સમય પહેલા મુક્તિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. જો કે, કોર્ટે કહ્યું હતું કે તે સજા માફીની વિરુદ્ધ નથી, પરંતુ તે સ્પષ્ટ થવું જોઈએ કે દોષિત કેવી રીતે માફી માટે પાત્ર બન્યો.

આ કેસની ટ્રાયલ અમદાવાદમાં શરૂ થઈ હતી. બાદમાં બિલ્કિસ બાનોએ ચિંતા વ્યક્ત કરી હતી કે જો કેસ અહીં ચાલુ રહેશે તો સાક્ષીઓને ડરાવવામાં આવશે અને પુરાવા સાથે ચેડાં થઈ શકે છે. આ પછી સુપ્રીમ કોર્ટે કેસને અમદાવાદથી મુંબઈ ટ્રાન્સફર કર્યો હતો. ૨૧ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ૧૧ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. સ્પેશિયલ કોર્ટે પુરાવાના અભાવે ૭ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે ટ્રાયલ દરમિયાન એક દોષિતનું મોત થયું હતું. બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ ગુનેગારોની સજાને યથાવત રાખી હતી. ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્કીસ બાનોને ૫૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત બિલ્કીસ બાનોને નોકરી અને મકાન આપવાનો આદેશ પણ આપ્યો હતો.

આ પણ વાંચો :-