IPL 2025 ના પહેલા મુકાબલામાં કોલકાતા નાઇટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર આમને-સામને થશે. આ મેચ શનિવારે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. KKRના નવા કપ્તાન અજિંક્ય રહાણે છે, જ્યારે RCBનું નેતૃત્વ રજત પાટીદાર સંભાળશે. હેડ-ટુ-હેડ રેકોર્ડમાં KKRનો પલડો ભારે છે, પણ RCB પાસે એવા ખેલાડીઓ છે જે કોઈપણ સમયે મેચનું રૂખ બદલી શકે.
RCB અને KKR બંને ટીમોમાં સારા ખેલાડીઓ છે, જેનાથી એક હાઈ-વોલ્ટેજ મેચ જોવા મળશે. ઈડન ગાર્ડન્સના મેદાન પર Virat Kohli નો શાનદાર રેકોર્ડ રહ્યો છે, અને તે અહીં IPLમાં સદી ફટકારી ચૂક્યા છે. બીજી બાજુ, KKRના મિસ્ટ્રી સ્પિનર વર્ણ ચક્રવર્તી પણ પોતાના હોમ ગ્રાઉન્ડ પર જબરદસ્ત પ્રદર્શન કરી શકે છે. IPLમાં અત્યાર સુધી રમેલા 31 મેચમાં તેમણે 36 વિકેટ ઝડપી છે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ: કોની રહેશે હવેલ?
IPLમાં અત્યાર સુધી KKR અને RCB 34 વખત ટકરાયા છે, જેમાં KKRએ 20 અને RCBએ 14 મેચ જીતી છે. જો ઓલટાઇમ “પ્લેયર ઑફ ધ મેચ” એવોર્ડ જીતનારોની વાત કરીએ તો ક્રિસ ગેલ અને સુનીલ નરાઇન 4-4 એવોર્ડ સાથે ટોચ પર છે.
RCB સામે રેકોર્ડ તોડશે આ ખેલાડીઓ?
- સુનીલ નરાઇન: 3 છક્કા ફટકારતાં જ IPLમાં 100 છક્કા પૂર્ણ કરશે.
- સુનીલ નરાઇન: KKR માટે 200 વિકેટ પૂર્ણ કરવા માટે 2 વિકેટની જરૂર.
- આન્દ્રે રસેલ: 16 રન બનાવતાં જ IPLમાં 2500 રન પૂર્ણ કરશે.
KKR vs RCB: સંભાવિત 12 ખેલાડીઓ
કોલકાતા નાઇટ રાઇડર્સ: સુનીલ નરાઇન, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), અજિંક્ય રહાણે (કપ્તાન), વેંકટેશ અય્યર, અંગકૃષ રઘુવંશી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, સ્પેન્સર જ્હોનસન, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વર્ણ ચક્રવર્તી.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર: ફિલ સાલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કપ્તાન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, ક્રુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ, સુયશ શર્મા/રસિખ દાર સલામ