Sunday, Jul 13, 2025

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી : આગામી 3 દિવસ રાજ્યના આ વિસ્તારોમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા

2 Min Read

Forecast of heavy rains in Gujarat

  • ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં હજુ વરસાદી માહોલ યથાવત રીતે જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 3 દિવસ હજુ ભારે વરસાદ પડશે. રાજ્યમાં આજે દ.ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં (Saurashtra) અતિભારે વરસાદ વરસી શકે છે. તો બીજી બાજુ દીવ, કચ્છ અને દાદરાનગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

આવતીકાલે કયા-કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ :

જ્યારે આવતી કાલે રાજ્યમાં દ.ગુજરાત અને ઉ.ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 12 ઓગસ્ટના રોજ રાજ્યમાં બનાસકાંઠા, વલસાડ અને દમણમાં સારા એવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આજે રાજ્યના 161 તાલુકામાં વરસાદ ખાબક્યો :

નોંધનીય છે કે, રાજ્યમાં આજે 161 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પોરબંદરમાં 3.5 ઈંચ વરસાદ થયો છે, જ્યારે વિજાપુર, સંતરામપુર અને કોડીનારમાં 2.5 ઈંચ થયો છે. સાથે સૂત્રાપાડા તથા મોડાસામાં સવા 2 ઈંચ અને કડાણા, વડાલી, જાલોદ, વડિયા, રાણાવાવ, ધાનેરા અને લોધિકામાં 2-2 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત વેરાવળ અને પોશીનામાં પોણા 2 ઈંચ વરસાદ તથા ચૂડા અને મેઘરજમાં 1.5 ઈંચ વરસાદ થયો છે.

આ પણ વાંચો :-

Share This Article