વંદેભારત ટ્રેનમાં વાસી ભોજનની ફરિયાદો યથાવત્, IRCTCએ આપ્યો આ જવાબ

Share this story

પ્રીમિયમ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરોને બગડેલું ભોજન (વાસી) પીરસવામાં આવતા હોવાનો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. વીડિયોમાં મુસાફરો ખરાબ ભોજનની ફરિયાદ કરી રહ્યા છે. જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTC પણ ગુસ્સે થઈ ગયું અને સર્વિસ પ્રોવાઈડર (કોન્ટ્રેક્ટર) પર ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ લગાવ્યો. આ વીડિયોમાં મુસાફરો સ્ટાફને ખાવાનું પાછું લેવાનું કહેતા જોવા મળે છે. વેન્ડર સ્ટાફ પણ પ્લેટ પાછી લેતા જોવા મળે છે.

દિલ્હીથી વારાસણી જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં આકાશ કેશરી નામના મુસાફરે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા એક્સ પર શેર કર્યો હતો, જેમાં તેણે ભારતીય રેલવે અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેગ કરીને મુસાફરોને વાસી ભોજન પીરવવામાં અંગે ફરીયાદ કરી હતી. આકાશે વાસી ભોજનના પીરસવા બદલ પૈસા પરત કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે આવા વેડર્સ વંદે ભારત એક્સપ્રેસનું નામ બગાડી રહ્યા છે.

થોડા દિવસો પહેલા આકાશ કેશરી નામના યુઝરે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો હતો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેગ કરતા પેસેન્જરે પોતાની પોસ્ટમાં લખ્યું- ‘સર, હું ટ્રેન નંબર ૨૨૪૧૬  દ્વારા નવી દિલ્હીથી બનારસ જઈ રહ્યો હતો. આ ટ્રેનમાં અમને જે ભોજન પીરસવામાં આવ્યું હતું તેમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી. ખોરાકની ગુણવત્તા પણ ખૂબ જ ખરાબ હતી. મહેરબાની કરીને મારા બધા પૈસા પાછા આપો. આ વિક્રેતાઓ વંદે ભારત બ્રાન્ડ નામને કલંકિત કરી રહ્યા છે.

પેસેન્જરની આ ફરિયાદ પર IRCTCએ પણ પોસ્ટ પર જવાબ આપ્યો અને કહ્યું કે અમે તમને ટ્રેનમાં થયેલા ખરાબ અનુભનને કારણે દિલગીર છીએ. આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે. સેવા પ્રદાતા પર યોગ્ય દંડ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જવાબદાર સર્વિસ પ્રોવાઈડર કર્મચારીઓને હટાવી લાઇસન્સ ધારકોને યોગ્ય સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો :-