અમદાવાદમાં જમીન દલાલે સામાન્ય તકરારમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું

Share this story

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ફાયરિંગનો બનાવ સામે આવતા પોલીસની ટીમ દોડતી થઈ છે. પોલીસનો ડર હવે રહ્યો જ નથી એવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. સામાન્ય વિવાદનું સ્વરૂપ મોટુ થઈ જાય છે અને માણસની જિંદગી જોખમમાં મુકાય છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં ગઈ કાલે રાત્રે એક જમીન દલાલે સામાન્ય તકરારમાં બંદૂક કાઢીને ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી નાંખ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો અમદાવાદના ચાંદખેડાના તપોવન સર્કલ પાસે રાત્રીના સમયે એક શખ્સે અચાનક બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.જે બાદ લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. ફાયરિંગ કર્યા બાદ આ શખ્સ ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ત્યારબાદ થોડીવારમાં હરિસિંહ ફરીથી ગાડી લઈને આવ્યો અને અન્ય યુવક તેની સાથે થાર ગાડી લઈને ત્યાં જ પરત આવ્યા હતા.ગાડીમાંથી નીચે ઉતરતા જ હરિસિંહ ધર્મેશભાઈ પર રિવોલ્વરથી આડેધડ ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.હરિસિંહ હાથમાં રિવોલ્વર લઈને આવ્યો તે સમયનો વિડિયો પણ સામે આવ્યો છે. કોઈનો ડર ના હોય તે પ્રકારે જાહેરમાં રિવોલ્વર લઈને આવેલા હરિસિંહે આમતેમ આંટાફેરા પણ કર્યા હતા. આ અંગે ચાંદખેડા પોલીસે હરિસિંહ અને અન્ય કાર ચાલક સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-