કોલકાતાની આરજી કર હોસ્પિટલના તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કર અને હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે સુઓ મોટુ સંજ્ઞાન લીધા બાદ સોમવારે સુનાવણી ચાલી રહી હતી. CJI DY ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે હાલમાં આ કેસની સુનાવણી 17 સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે. CJIએ આ કેસમાં CBI પાસેથી નવો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે.
સીબીઆઈ તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તપાસ એજન્સીએ ફોરેન્સિક સેમ્પલ એઈમ્સમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ સોંપ્યો હતો. સરકરે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આ ઘટનાના વિરોધમાં ડોક્ટરોની હડતાળને કરણે 23 લોકોના મોત થયા છે.
પશ્ચિમ બંગાળ સરકર તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સીજેઆઈ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ સમક્ષ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તૈયાર કરાયેલ સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો. “એક સ્થિતિ અહેવાલ સબમિટ કરવામાં આવ્યો છે,” તેમણે બેન્ચને કહ્યું. રાજ્યના આરોગ્ય વિભાગે રિપોર્ટ સોંપ્યો છે. ડૉક્ટરો હડતાળ પર છે તેથી 23 લોકોના મોત થયા છે.
જે બાદ CJI ચંદ્રચુડે CBIને આગામી સપ્તાહ સુધીમાં નવો સ્ટેટસ રિપોર્ટ સોંપવા કહ્યું છે. CJIએ રિપોર્ટમાં પીડિતાના મૃત્યુના સમય અને ત્યાર બાદ કરવામાં આવેલી ‘અકુદરતી મૃત્યુ’ની એન્ટ્રી અંગે સ્પષ્ટતા માંગી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે રાજ્યના ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકરી અને સીઆઈએસએફના એક વરિષ્ઠ અધિકરી સંયુક્ત રીતે સુનિશ્ચિત કરશે કે ત્રણેય કંપનીઓને આસપાસના વિસ્તારમાં યોગ્ય આવાસ આપવામાં આવે.
આ પણ વાંચો :-