A woman became a millionaire
- 400 રૂપિયા ખર્ચીને મહિલા માલામાલ થઈ છે. મહિલાએ અઢી કરોડ રૂપિયાની લોટરી પોતાના નામે કરી. ખાસ વાત એ છે કે મહિલાને પણ પોતાની પર વિશ્વાસ ના થયો કે તે કરોડપતિ બની ગઈ છે.
અમેરિકાના (America) મિશીગનમાં રહેતી આ મહિલાએ 400 રૂપિયાના કૂપનની અવેજમાં લોટરીની ટીકિટ (Lottery ticket) ખરીદી હતી. જો કે તેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી. મહિલાએ પોતાની કારની અંદર બેસીને લોટરીની વિનિંગ એમાઉન્ટની (Winning Amount) તપાસ કરી. જ્યારે તેમણે જોયુ કે મહિલા અઢી કરોડ રૂપિયાની લોટરી જીતી ગઇ છે તો તેમને વિશ્વાસ જ ના થયો. મહિલાએ ત્યારબાદ ઘણી વખત ટીકિટની તપાસ કરી અને લોટરી એપ પર જઇને પણ કન્ફર્મ કર્યુ.
મહિલાઓએ પોતાના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી ખુશી :
ઘણી વખત તપાસ કર્યા બાદ પણ પુષ્ટિ થઇ કે મહિલાએ ખરેખર કરોડો રૂપિયાની લોટરી રકમ જીતી છે. ત્યારબાદ મહિલાએ આ વાતની સુચના પોતાના મિત્રો અને પરિવારજનોને આપી. જેને સાંભળીને તેના મિત્રોની ખુશીનું કોઈ ઠેકાણુ ના રહ્યું. 41 વર્ષની મહિલાએ જણાવ્યું કે તેઓ આ રકમને જીત્યા બાદ પોતાના બિલની ચૂકવણી કરશે. તેમની હોલિડે પર પણ જવાની યોજના છે. આ સિવાય મહિલા જીતેલી રકમને સેવિંગ્સ તરીકે રાખશે.
જ્યારે બે વખત શખ્સે જીતી લોટરી :
આ મહિલાએ લોટરીનો કેશવર્ડ ટાઈમ્સ 5 ટીકિટ ન્યુજર્સીના ટ્રેન્ટન શહેરમાંથી ખરીદ્યુ હતું. UPI.com મુજબ, આ મહિનાની શરૂઆતમાં મિશીગનમાં રહેતા વધુ એક શખ્સનુ નસીબ ચમક્યું હતું. આ શખ્સે મિશીગન લોટરીમાંથી બે એક જ પ્રકારની ટીકિટ ખરીદી હતી. આ બંને ટીકિટમાંથી શખ્સે જેકપોટ રકમ જીતી હતી.
આ પણ વાંચો :-
- Budget 2023 : બજેટમાં શું સસ્તું થયું અને શું મોઘું ? જાણો મોદી સરકારના બજેટની સૌથી મોટી જાહેરાત
- સુરતનાં બિલ્ડર સંજય મોવાલિયાએ ઘોર મંદીમાં બેંકનાં ૨૬૬ કરોડ ચૂકવીને દૂધેથી નાહી લીધું !