Thursday, Oct 23, 2025

મેટ્રોનો ફરી એક વીડિયો વાયરલ, નીચે બેસીને છોકરીને ચુંબન કરતો જોવા મળ્યો છોકરો

3 Min Read

Another video o 

  • દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) પ્રશાસન ટ્રેનની અંદર કપલ દ્વારા થઈ રહેલી અશ્લીલ હરકતોથી ઘણું પરેશાન છે. છાશવારે કોઈને કોઈ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. જેમાં કપલ એકબીજાને કિસ કરતા હોય છે કે અન્ય હરકતો જોવા મળે છે.

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) પ્રશાસન ટ્રેનની અંદર કપલ દ્વારા થઈ રહેલી અશ્લીલ હરકતોથી (Indecent acts) ઘણું પરેશાન છે. છાશવારે  કોઈને કોઈ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. જેમાં કપલ એકબીજાને કિસ કરતા હોય છે કે અન્ય હરકતો જોવા મળે છે. આ ઘટનાઓથી બચવા માટે ડીએમઆરસીએ મેટ્રોની અંદર ફ્લાઈંગ સ્ક્વોડ પણ તૈનાત કરી હતી.

પરંતુ આમ છતાં તેનો કોઈ ફાયદો થતો જોવા મળતો નથી. મેટ્રોમાં આ સ્કવોડ સિવિલ ડ્રેસમાં છૂપાઈને આવી અશ્લિલ હરકતો કરનારાઓને પકડવાની કોશિશ કરે છે. હાલમાં જ એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં  એક કપલ મેટ્રોમાં નીચે બેસીને એકબીજાને ચૂમતું જોવા મળે છે.

 LIPLOCK નો વીડિયો વાયરલ :

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કપલ દિલ્હી મેટ્રો ટ્રેનની અંદર સીટ ન મળવાના  કારણે નીચે બેઠું હતું. છોકરાએ છોકરીને પોતાના ખોળામાં સૂવાડી  રાખી છે અને તે છોકરી નશા કે પછી ઊંઘની સ્થિતિમાં જોવા મળી રહી છે.

છોકરો છોકરીને પોતાના ખોળામાં સૂવાડ્યા બાદ કમ્ફર્ટ ફીલ કરાવી રહ્યો હતો અને ત્યારે તેણે એકવાર નહીં પરંતુ અનેકવાર ચૂમી. આ દરમિયાન ટ્રેનમાં કપલની સામે બઠેલા મુસાફરોમાંથી એક મુસાફરે પોતાના મોબાઈલ ફોનમાં આ ઘટનાને કેદ કરી લીધી. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો જોઈને લોકો સ્તબ્ધ :

મેટ્રોની અંદર ઘટનારી આ ઘટનાને લઈને ડીએમઆરસી ફરી એકવાર ચોંકી ગઈ છે. લિપલોક કરતા કપલનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઓડિયોમાં તમે સાંભળી શકો છો કે ટ્રેન ઝંડેવાલાન મેટ્રો સ્ટેશન તરફ આગળ વધી રહી છે. એટલે કે તે બ્લ્યુ લાઈન મેટ્રોની અંદરનો મામલો છે. એક યૂઝરે ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે દિલ્હી મેટ્રો.

એક યૂઝરે વીડિયો જોયા બાદ લખ્યું કે દિલ્હી મેટ્રોમાં કહે છે કે સીસીટીવી કેમેરા લાગેલા છે. તો પછી કંટ્રોલ રૂમવાળા શું કરી રહ્યા છે. આ બિલકુલ યોગ્ય નથી. આવામાં તો પરિવારની સાથે મેટ્રોમાં ચાલવું પણ હવે મુશ્કેલ થઈ જશે. આના જેવા લોકોને શરમ જેવું તો કઈ છે નહીં.

આ પણ વાંચો :-

 

Share This Article