ફરીવાર PM મોદી આવશે ગુજરાત : આ તારીખે રાજકોટવાસીઓને આપશે કરોડોના વિકાસકાર્યોની દિવાળી ભેટ, યોજાશે ભવ્ય રોડ-શો

Share this story

PM Modi will come to Gujarat again :

  • ગુજરાતમાં ચૂંટણીને ધ્યાને લેતા છેલ્લાં કેટલાય દિવસથી રાજ્યમાં PM મોદીના પ્રવાસ વધી ગયા છે. ત્યારે એકવાર ફરી 19 ઓક્ટોબરે PM મોદી ગુજરાત આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રના અનેક દિગ્ગજ નેતાઓ સતત રાજ્યમાં અવરજવર કરી રહ્યાં છે. જેમાં PM મોદીથી માંડીને અમિત શાહ (Amit Shah), જે.પી નડ્ડા, અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને પંજાબના CM ભગવંત માન (CM Bhagwant Man) સહિત અનેક નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે.

ત્યારે છેલ્લા 3 દિવસથી PM મોદી ગુજરાતની મુલાકાતે છે. જેમાં આજે PM મોદીના ગુજરાત પ્રવાસનો છેલ્લો દિવસ છે. ત્યારે વધુ એકવખત પીએમ મોદી ગુજરાત આવશે. (PM Modi is visiting Gujarat for the last 3 days. Today is the last day of PM Modi’s Gujarat tour. Then once again PM Modi will come to Gujarat.)

રૂ. 5400 કરોડના વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ :

PM મોદી ફરીવાર 19 ઓક્ટોબરના રોજ રાજકોટના પ્રવાસે આવશે. 19 ઓક્ટોબરે રાજકોટમાં PM મોદીનો રોડ શો યોજાશે. રાજકોટ એરપોર્ટથી રેસકોર્ષ સુધી PM મોદીનો રોડ શો યોજાશે. તદુપરાંત PM મોદી રાજકોટવાસીઓને મોટી ભેટ પણ આપશે. PM મોદી રાજકોટમાં રૂ. 5400 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે. ત્યારે PM મોદીના કાર્યક્રમને લઈને રાજકોટમાં તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે.

ગઇકાલે અરવિંદ રૈયાણીના અધ્યક્ષ સ્થાને આ અંગે મહત્વની બેઠક પણ યોજાઈ :

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 19 ઓક્ટોબરના રાજકોટના કાર્યક્રમને લઇને ગઇકાલે રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીના અધ્યક્ષ સ્થાને બેઠક પણ યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ 100થી વધુ સંગઠનો સાથે વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવા સૌએ એક ટીમ તરીકે કામ કરવા મંત્રી રૈયાણીને અપીલ કરી હતી. તેમજ 19મીએ રાજકોટ એરપોર્ટથી રેસકોર્સ સુધી PMના ભવ્ય રોડ-શોના આયોજન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે એરપોર્ટથી રેસકોર્સના સભાસ્થળ સુધી રોડ-શો યોજવાનું આયોજન છે. રાજકોટ શહેર અને જિલ્લાના વિવિધ લોકાર્પણો અને ખાતમુહૂર્તના કામો વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાનના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો સહભાગી બને અને એક યાદગીરીરૂપ ભવ્ય કાર્યક્રમ યોજાય એ માટેની પણ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-