Monday, Dec 8, 2025

અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડિસની મુશ્કેલી વધી, 215 કરોડના વસૂલી કેસમાં EDએ આરોપી બનાવી

3 Min Read

Actress Jacqueline Fernandez

  • બોલિવૂડ અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડિસ અને સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekar)સાથે જોડાયેલા મામલામાં EDએ મોટી કાર્યવાહી કરી.

બોલિવૂડ અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડિસ (Jacqueline Fernandez) અને સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekar) સાથે જોડાયેલા મામલામાં EDએ મોટી કાર્યવાહી કરી છે. ED દ્વારા સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડિઝને આરોપી બનાવવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ઇડીનું માનવું છે કે જૈક્લીનને પહેલાથી જ ખબર હતી કે ઠગ સુકેશ ચંદ્રશેખર એક અપરાધી અને વસૂલી કરનારો છે. જૈક્લીનનું નામ જ્યારથી મહાઠગ સુકેશ સાથે સામે આવ્યું છે તે કાનૂનના શિકંજામાં ફસાઇ છે. ઇડીએ અભિનેત્રીને 215 કરોડ રૂપિચાની વસૂલીના મામલામાં આરોપી બતાવી છે.

જાણકારી પ્રમાણે સુકેશે જૈક્લીનને 10 કરોડ રૂપિયાની કિંમતી ગિફ્ટ આપી હતી. ઇડીએ અભિનેત્રીની 7 કરોડથી વધારે સંપત્તિ પણ અટેચ કરી છે. એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે સુકેશે જેક્લીનના પરિવારજનોને પણ મોંઘી ભેટો આપી હતી. પરિવારોને આપેલી ભેટોમાં કાર, મોંઘા સામાન સિવાય 1.32 કરોડ અને 15 લાખના ફંડ્સ પણ સામેલ હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેત્રી જેકલીન અને કોનમેન સુકેશ ચંદ્રશેખર વચ્ચે ગાઢ સંબંધ હતો અને તે અભિનેત્રી પર પાણીની જેમ પૈસા ખર્ચતો હતો. સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રીને ઇમ્પોર્ટેડ ક્રોકરી, સોના અને હીરાના દાગીના આપ્યા હતા.

Hirakud Dam – વાદળો કે પાણી ? ડેમના 34 દરવાજા ખોલ્યા બાદ જોવા મળ્યા આ દ્રશ્યો…..

આ ઉપરાંત 52 લાખ રૂપિયાની કિંમતનો ઘોડો અને 9-9 લાખની કિંમતની 4 પર્શિયન બિલાડીઓ પણ ભેટમાં આપવામાં આવી હતી. સુકેશે જેકલીન માટે ઘણીવાર ચાર્ટર્ડ ફ્લાઈટ્સ બુક કરાવી હતી. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુકેશે અભિનેત્રી પર લગભગ 10 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

જૈક્લીન ફર્નાન્ડીઝને ગયા વર્ષે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થોડા સમય માટે અટકાયતમાં લેવામાં આવી હતી. EDએ તેમની રૂ. 7.27 કરોડની સંપત્તિ જપ્ત પણ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ 215 કરોડ રૂપિયાના કથિત મની લોન્ડરિંગ કેસમાં ઠગ સુકેશ ચંદ્રશેખર અને તેની સાથે સંબંધિત લોકોની પૂછપરછ કરી રહ્યું છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article