VIDEO: The dressing room was sleeping
- ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે ડેવિડ વોર્નરની પ્રથમ વિકેટ ગુમાવી હતી. જે પછી માર્કસ લાબુશેન આગામી બેટસમેન તરીકે બેટિંગ કરવા આવવાનો હતો એ સમયે તે ખુરશી પર સૂતો જોવા મળ્યો હતો.
લંડનના ધ ઓવલ મેદાન (The Oval Maidan of London) પર ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની (WTC 2023) ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા અને તેના જવાબમાં ટીમ ઈન્ડિયાની ટીમ પ્રથમ દાવમાં 296 રનમાં સમેટાઈ ગઈ હતી. પ્રથમ દાવમાં કાંગારૂ ટીમને 173 રનની મહત્વની લીડ મળી હતી.
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ત્રીજા દિવસે (9 જૂન) રમત સમાપ્ત થઈ ગઈ છે. આજે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા તેની બીજી ઇનિંગમાં 4 વિકેટે 123 રનથી આગળ રમવાનું શરૂ કરશે. માર્નસ લાબુશેન (41) અને કેમેરોન ગ્રીન (7) અણનમ છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ સામે કુલ 296 રનની લીડ બનાવી લીધી છે.
રમતના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી ઈનિંગમાં ડેવિડ વોર્નરના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. જે પછી માર્કસ લાબુશેન આગામી બેટસમેન તરીકે બેટિંગ કરવા આવવાનો હતો. જ્યારે બીજી ઈનિંગ શરૂ થઈ અને ડેવિડ વોર્નર આઉટ થયો. ત્યારે કાંગારુ બેટસમેન માર્નસ લાબુશેન (Marnas Labushen) ખુરશી પર સૂતો જોવા મળ્યો.
ભારત સામેની બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજા ઈનિંગ્સની શરૂઆત કરવા આવ્યા હતા. બીજી ઈનિંગમાં ડેવિડ વોર્નરનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું હતું. તેણે પ્રથમ દાવમાં 43 રનની ઈનિંગ રમી હતી. પરંતુ બીજી ઈનિંગમાં તેણે માત્ર એક જ રન બનાવ્યો હતો. સિરાજના બોલ પર તેનો કેચ વિકેટ પાછળ કેએસ ભરતે પકડ્યો હતો.
બીજી ઈનિંગમાં ચોથી ઓવરના ત્રીજા બોલ પર વોર્નર આઉટ થયો હતો અને વોર્નરના આઉટ થયા બાદ જ્યારે કેમેરાનું ધ્યાન ત્રીજા બેટસમેન માર્નસ લાબુશેન પર ગયું ત્યારે તે ઊંઘતો જોવા મળ્યો હતો. કદાચ સતત ફિલ્ડિંગને કારણે તે થાકી ગયો હતો અને ખુરશી પર સૂઈ ગયો હતો પણ વોર્નર આઉટ થયાની જાણ થતાં જ તે ઊભો થયો અને પછી બેટ ઉપાડ્યું અને તરત જ બેટિંગ માટે મેદાન તરફ દોડી ગયો.
લાબુશેનને લાગ્યું કે કદાચ વોર્નર અને ખ્વાજા લાંબી બેટિંગ કરશે પણ સિરાજે આવું ન થવા દીધું અને તે સમયે તેની ઊંઘ પૂરી ન થઈ શકી. આ સમગ્ર દ્રશ્ય કેમેરામાં કેદ થયું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો :-
- રોજ આલ્કોહોલનું સેવન કરે છે Salman Khan?, જાણીતા ડિરેક્ટરે જણાવ્યું ભાઈનું સત્ય
- દુનિયાની એવી કોઈ બેન્ક નથી કે મને ખરીદી શકે – ગેનીબેન “વાવનો વટ મારી જનતા છે”