દુનિયાની એવી કોઈ બેન્ક નથી કે મને ખરીદી શકે –  ગેનીબેન “વાવનો વટ મારી જનતા છે”

Share this story
There is no bank in the world that can buy me
  • Congress MLA Geniben Thakor : બનાસકાંઠાના ભાભરમાં યોજાયેલા સમૂહ લગ્નનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરી બન્ને એકસાથે કારમાંથી નીચે ઉતરતા હતા. આ બાદથી ગેનીબેનની ભાજપમાં જોડાવાની ચર્ચા ઉઠી હતી. જેના પર ગેનીબેને ખુલાસો કર્યો છે.

ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) એકમાત્ર મહિલા ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર. કોંગ્રેસ અને ઉત્તર ગુજરાતમાં ગેનીબેનનો દબદબો છે. ગેનીબેનની (Geniben Thakor) ઈમેજ ફાયરબ્રાન્ડ નેતાની છે. તેમના નિવેદનો સતત ચર્ચામાં રહેતા હોય છે. આવામાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાય તેવી ઉઠી ચર્ચા ઉઠી હતી. એક સમૂહ લગ્નમાં શંકર ચૌધરી (Shankar Chowdhury) અને ગેનીબહેન ઠાકોર સાથે જોવા મળતાં અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. ત્યારે ગેનીબેને ભાજપમાં જવાની વાત પર મૌન તોડ્યું છે.

સમૂહ લગ્નના વીડિયોથી ચર્ચા ઉઠી હતી :

બનાસકાંઠાના (Banaskantha) ભાભરમાં યોજાયેલા સમૂહ લગ્નનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરી બન્ને એકસાથે કારમાંથી નીચે ઉતરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોએ રાજકીય જગતમાં ચર્ચાને જોર આપ્યું હતું.

ગેનીબેન ટ્વિટ કરીને ખુલાસો કર્યો :

ગેનીબેનની ભાજપમાં જવાની ચર્ચાને તેઓએ અફવા ગણાવી હતી. તેઓએ આ વાતને નકારી કાઢી હતી. મોડી સાંજે ટવીટ કરીને કહ્યુ હતું કે, સામાજિક સદભાવના કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરી વિધાન સભા અધ્યક્ષ સાથે 13.5.2023 ના રોજ ભાભર વાલ્મિકી સમાજના સમૂહ લગ્નમાં કાર્યક્રમમાં આપેલી હાજરીના સંદર્ભને લઈ મીડિયામાં જુના વીડિયોના આધારે જે પ્રમાણે ભાજપમાં જોડાવવા અંગે અહેવાલ દર્શાવાઈ રહ્યાં છે.

તે તદ્દન પાયાવિહોણા છે. વાયરલ વીડિયોના નામે રાજકીય છબી ખરડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. હું વાવ વિધાનસભા વિસ્તારની ધારાસભ્ય છું. વાવનો વટ મારી જનતા છે. દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે. જય હો કોંગ્રેસ.

આ પણ વાંચો :-