સુરત સામૂહિક આપઘાત કેસ : સબંધી અને પાડોશીઓના નિવેદનમાં થયો ખુલાસો, કહ્યું પુત્રના કારણે

Share this story

Surat Mass Suicide Case

  • રત્નકલાકારના સહપરિવાર આપઘાત કેસમાં પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સબંધી અને પાડોશીઓ પાસેથી જાણવા મળ્યું છે કે પરિવારનો મોટો દિકરો પાર્થ કોઈ કામધંધો કરતો ન હતો તે આખો દિવસ મોબાઈલમાં જ રચ્યો પચ્યો રહેતો.

સુરતના રત્નકલાકાર વિનું મોરડીયાના સહપરિવાર આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. આપઘાત કેસમાં પોલીસ દ્વારા સંબંધી અને પાડોશીઓના નિવેદનમાં ખુલાસો થયો છે કે પરિવારનો મોટો પુત્ર પાર્થ અભ્યાસ છોડીને કોઈ કામધંધો કરતો ન હતો. દીકરો આખો દિવસ મોબાઈલમાં રચ્યો પચ્યો રહેતો હતો.

નિવેદનમાં થયો ખુલાસો :

સંબંધી અને પાડોશીઓના નિવેદનમાં સામે આવ્યું છે કે પરિવારના સભ્યો મોટા દીકરા પાર્થને કામ ધંધો કરવાનું કહેતા તે પરિવારના સભ્યો સાથે ઝઘડો કરતો હતો. પરિવાર હીરામાં મંદીને કારણે આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. પુત્રના ટેન્શનમાં વિનુભાઈએ પરિવાર સાથે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે. જોકે મોટા પુત્ર પાર્થ અને અન્ય એક દીકરી ઘરે હોવાથી બચી ગયા હોવાનું સામે આવ્યું છે.

શું છે સમગ્ર મામલો?

સુરતમાં યોગીચોક વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતા રત્નકલાકારે તેની પત્ની, પુત્ર તેમજ પુત્રી સાથે અનાજમાં નાખવાની દવા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. પરિવારનાં ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે આવેલ દાતાર હોટલ નજીક ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ચારેય લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન પત્ની, પુત્ર તેમજ પુત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે રત્નકલાકાર વિનુભાઈ મોરડીયાનું પણ લાંબી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

બુધવારે ગટગટાવી હતી ઝેરી દવા :

મૂળ ભાવનગરના સિહોરના વતની અને નોકરી ધંધાર્થે સુરતનાં સરથાણ વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાટરીમાં રહેતા વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા હીરાના કારખાનામાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે બુધવારે મોડી સાંજ વિનુભાઈ તેમની પત્ની શારદાબેન, તેમના પુત્ર ક્રિશ અને પુત્રી સેનિતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ન કર્યો હોવાની જાણ થતા તમામને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન મોડી રાત્રે શારદાબેન, સેનિતા તેમજ પુત્ર ક્રિશે પણ દમ તોડયો હતો. જ્યારે બપોર બાદ વિનુંભાઈનું પણ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.  આ બનાવની અંગેની જાણ પોલીસને થતા પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી.

આપઘાત પહેલા બનાવ્યો હતો વીડિયો  :

રત્નકલાકારે આપઘાત પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમાં તેઓ બોલે છે કે મારી પાસે આપઘાત કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.  હું સારો પતિ, પુત્ર કે પિતા ન બની શક્યો. આ વીડિયો રેકોર્ડ કર્યા બાદ રત્નકલાકારે આપઘાત કર્યો હતો. ત્યારે વીડિયોને એફએસએલમાં મોકલવામાં આવ્યો છે.

મૃતકોનાં નામ :

– વિનુભાઈ ખોડાભાઈ મોરડીયા (ઉ.વ.55) (મૃતક)

– શારદાબેન મોરડીયા (પત્ની, ઉ.વ.50)  (મૃતક)

– ક્રિશ મોરડીયા (પુત્ર, ઉ.વ.20) (મૃતક)

– સેનિતા મોરડીયા (પુત્રી, ઉ.વ.15) (મૃતક)

આ પણ વાંચો :-