૦૧ ઓગસ્ટથી બદલાઈ જશે આ નિયમો સીધી જ અસર થશે તમારા ખિસ્સા પર, જાણો વિગત

Share this story
  • જુલાઈનો મહિનો પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારબાદ નવો મહિનો ઓગસ્ટ શરૂ થવાનો છે. ઓગસ્ટ મહિનામાં અનેક તહેવારો પણ આવશે. પરંતુ આ સાથે ઘણા નવા નિયમો લાગૂ થશે.

જુલાઈનો મહિનો પૂર્ણ થશે અને નવા મહિના ઓગસ્ટની શરૂઆત થશે. જુલાઈનો મહિનો ખુબ મહત્વનો મામલામાં આવે છે કારણ કે આ મહિનાના અંત સુધી એટલે કે ૩૧ જુલાઈ સુધી રિટર્ન ફાઈલ કરવાનું હોય છે. ઓગસ્ટની શરૂઆતથી ઘણા ફેરફાર થશે. તેવામાં તમારે આ બદલાતા નિયમો વિશે જાણવું જરૂરી છે. જાલો જાણીએ ૧ ઓગસ્ટથી ક્યા નિયમો બદલાશે.

ઓગસ્ટમાં ૧૪ દિવસ બેન્ક બંધ :

ઓગસ્ટ મહિનામાં તહેવારોને કારણે રજાઓની ભરમાર છે. રક્ષાબંધન, મુહર્રમ અને ઘણા અન્ય તહેવારને કારણે ૧૪ દિવસ બેન્ક બંધ રહેશે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે.

ઓગસ્ટના મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થવાનો છે. ઓયલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની સાથે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં પણ ફેરફાર કરી શકે છે. આ કંપનીઓ દર મહિનાની ૧ અને ૧૬ તારીખે એલજીપીની કિંમતોમાં ફેરફાર કરે છે. આ સિવાય PNG અને CNGની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે.

ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે. આ અંતિમ તારીખ તે ટેક્સપેયર્સ માટે છે જેણે પોતાના એકાઉન્ટનું ઓડિટ કરાવ્યું નથી. જો તમે આ તારીખ સુધી આઈટીઆર ફાઈલ કરતા નથી તો દંડ ભરવો પડી શકે છે. આઈટીઆર ભરવામાં વિલંબ કરશો તો પાંચ હજાર સુધીનો દંડ ભરવો પડી શકે છે.

આ પણ વાંચો :-