સંસદ પરિસરમાં AAPના સાંસદ રાઘવ ચઢ્ઢાના માથામાં કાગડાએ ચાચ મારી, સામે આવી તસવીર

Share this story
  • બુધવારે ચોમાસુ સત્રમાં ભાગ લેવા માટે AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પહોંચ્યા હતા. આ દરમિયાન સંસદ પરિસરમાં એક કાગડો રાઘવ ચઢ્ઢાને ચાચ મારી ગયો હતો.

બુધવારે ચોમાસુ સત્રમાં ભાગ લેવા માટે AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પહોંચ્યા હતા. આ દરમિયાન સંસદ પરિસરમાં એક કાગડો રાઘવ ચઢ્ઢાને ચાચ મારી ગયો હતો. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાની વાયરલ થયેલી તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રાઘવ ચઢ્ઢા કાગડાના હુમલાથી બચતા જોવા મળી રહ્યા છે.

રાઘવ ચઢ્ઢા પર કાગડાના હુમલાની ઘટના બાદ દિલ્હી ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા આ તસવીર દરેક સાથે શેર કરી છે. દિલ્હી ભાજપે ટોણો મારતા લખ્યું છે કે – જૂઠ બોલે, કૌઆ કાટે. આજ સુધી તો માત્ર સાંભળ્યું હતું. પરંતુ આજે જોઈ પણ લીધું કે કાગડાએ ખોટાને બચકું ભરી લીધું !

સરકારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ :

મણિપુર હિંસા મુદ્દે AAP સાંસદ સંજય સિંહને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવા પર રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, મણિપુરમાં માત્ર બંધારણની કલમ ૩૫૫ અને ૩૫૬નું ઉલ્લંઘન થયું નથી. પરંતુ ત્યાં માનવતાને પણ શરમજનક સ્થિતિમાં મુકવામાં આવી છે.

તેમણે આરોપ લગાવ્યો કે સરકાર શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે. કાયદો અને વ્યવસ્થા કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયંત્રણ બહાર ગઈ છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક મણિપુરની બિરેન સિંહ સરકારને બરખાસ્ત કરી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ.

આ પણ વાંચો :-