શું હવે અદાણી ગ્રુપનું ક્રેડિટ કાર્ડ આવશે ? જો તમારી હા હોઈ તો જાણી લો કોની સાથે ડીલ થઈ તે.

Share this story
  • બ્લૂમબર્ગમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર અનુસાર, વિશ્લેષક સાથેના કોલમાં વિઝાના સીઈઓ રેયાન મેકઈનર્નીએ જણાવ્યું હતું કે કંપનીએ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ માટે અદાણી ગ્રુપ સાથે કરાર કર્યા છે.

ટૂંક સમયમાં તમે અદાણી ગ્રુપના ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકશો. સાન ફ્રાન્સિસ્કો સ્થિત વિઝાએ વિશ્વની બીજી સૌથી મોટી કાર્ડ પેમેન્ટ સંસ્થાએ નવા કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ માટે અદાણી ગ્રુપ સાથે હાથ મિલાવ્યા છે.

બ્લૂમબર્ગમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર અનુસાર, વિશ્લેષક સાથેના કોલમાં વિઝાના સીઈઓ રેયાન મેકઈનર્નીએ જણાવ્યું હતું કે કંપનીએ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ માટે અદાણી ગ્રુપ સાથે કરાર કર્યા છે. રેયાને જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપ સાથેની ભાગીદારીથી અદાણી ગ્રૂપના એરપોર્ટ અને ઓનલાઈન સેવાઓ દ્વારા વિઝાને ૪૦૦ મિલિયન વપરાશકર્તાઓ સુધી પહોંચવામાં મદદ મળશે.

સીઈઓ રેયાને જણાવ્યું કે અદાણી સિવાય, કો-બ્રાન્ડ ક્રેડિટ કાર્ડ માટે બ્રિઝ એવિએશન ગ્રૂપ અને એલિજિઅન્ટ ટ્રાવેલ સાથે પણ કરાર કરવામાં આવ્યા છે. છેલ્લા ક્વાર્ટરમાં, વિઝાએ ટ્રાવેલ અને રેસ્ટોરન્ટસમાં સારી માંગ પરત મળવાને કારણે બજારની અપેક્ષા કરતાં વધુ સારા કાર્ડ ખર્ચના આંકડા નોંધ્યા હતા.

આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં ક્લિયરટ્રિપએ અદાણી ગ્રુપના અદાણી વન સાથે પણ હાથ મિલાવ્યા હતા. આ ડીલ બંને માટે ફાયદાકારક રહેશે. ક્લિયરટ્રિપને વિસ્તારવાની તક મળશે. યુઝર્સ અદાણી વનથી ફ્લાઈટ બુક કરી શકશે સાથે જ પાર્કિંગ, રિયલ ટાઈમ સ્ટેટસ ચેક, કેબ જેવી સુવિધાઓ પણ મેળવી શકશે.

આ પણ વાંચો :-